Last Update : 08-June-2012, Friday

 

રહસ્યમય રીતે ગાયબ થયેલી
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી

એલઇટી માટે રેકી કરનારી લૈલા અને તેના કુટુંબીજનોની હત્યાની પણ શંકા
(પી.ટી.આઇ.) મુંબઇ, તા.૭
મુંબઇમાં ૨૦૧૧માં ફિલ્મ અભિનેત્રી લૈલા ખાને તેના સાવકા પિતા, બહેન અને એક મિત્ર સાથે મુંબઇના વિવિધ સ્થળોની રેકી કરીને કેટલાક નકશા અને ફોટોગ્રાફ્સ મેળવીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા (એલઇટી)ને પહોંચાડયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બાદમાં એલઇટીએ શહેરમાં હુમલાનું કાવતરૃ ઘડયું હોવાનું બહાર આવ્યું છે.
ફિલ્મ વફાની અભિનેત્રી લૈલા ખાને ૨૦૧૧ સપ્ટેમ્બરમાં દિલ્હી હાઇ કોર્ટ બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટ માટે તેની મિત્શુબીશી કારનો વિસ્ફોટકો પહોંચાડવા માટે ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.
લૈલા સાથે તેની બહેન અઝમીના પટેલ, સાવકા પિતા આસીફ શેખ તથા કુટુંબનો મિત્ર પરવેઝ ઇકબાલ તાક હતા જેમના કથિતપણે એલઇટી સાથે સંબંધ હતાં.
એલઇટીને મુંબઇ વિશેની માહિતી પહોંચાડવા બાદ ચારેયને એલઇટી તરફથી દિલ્હીમાં જઇને બ્લાસ્ટ કરવા માટેના આદેશો મળ્યા હતાં.
ત્યારબાદ તેઓ ત્રણ અલગ અલગ કાર મિત્શુબિશી આઉટલૅન્ડર, મહિન્દ્રા સ્કોર્પિયો અને ડેવુ સીએલોમાં મુંબઇથી રવાના થયા હતા. બાદમાં તેઓ લૈલાના ઇગતપુરી સ્થિત ફાર્મહાઉસ પર એકઠા થયા હતાં.
ઇગતપુરીમાં તેઓ એલઇટીનાં સભ્યો ડૉ. વસીમ, મેજર યાસીન અને મેજર ગુલામને મળ્યા હતાં.
અહીંયા મિટીંગ પૂરી થયા બાદ તેમણે દસ્તાવેજો અને અન્ય પુરાવાનો નાશ કરવા માટે બંગલામાં આગ લગાવી હતી.
ઇન્ટેલિજન્સ બ્યુરોનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઇગતપુરીમાં ચારેય જણ છુટા પડયા હતા. તાક અને શેખ મિત્શુબિશી કારમાં દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમણે બ્લાસ્ટ કર્યો હતો.
બ્લાસ્ટ બાદ એમએચ૦૨ એવાય ૭૮૬૭ નંબરની લૈલાના નામે રજીસ્ટર થયેલી મિત્શુબિશી કાર લઇને તેઓ જમ્મુ-કાશ્મીરનાં કિરતવાર પહોંચ્યા હતા. તાકને બાદમાં એલટીઇટી તરફથી બીજા હુમલા માટે આ જ વાહન લઇને મુંબઇ રવાના થવાનો આદેશ મળ્યો હતો. મુંબઇમાં તે હુમલો કરવાના હતાં.
બીજીતરફ ઇન્ટેલિજન્સ બ્યુરોએ જમ્મુ કાશ્મીર પોલીસને માહિતી આપી હતી કે વિસ્ફોટક ભરેલી એક કાર હુમલા માટે મુંબઇ તરફ જઇ રહી છે. આ માહિતીને આધારે પોલીસે કિસવારની એક ગેરેજમાંથી આ કાર કબજે કરી હતી. આ ગેરેજ તાકે મહિને ૮૦૦ રૃપિયાના ભાડેથી લીધી હતી.
ત્રણ વર્ષ અગાઉ લૈલા ખાને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠ્ઠન હુજીનાં એક સભ્ય મુનીરખાન સાથે લગ્ન કર્યા હતા. એવી શંકા છે કે તેની મારફતે જ લૈલા એલઇટીના સંપર્કમાં આવી હતી.
ત્રણ વર્ષ અગાઉ એક પ્રોજેક્ટ પર લૈલા સાથે કામ કરતા દિગ્દર્શક રાકેશ સાવંતે પણ કહ્યું હતું કે લૈલા અવારનવાર રહસ્યમય મુલાકાતીઓને મળતી હતી.
હું મારી ફિલ્મ માટે ત્રણ વર્ષ અગાઉ એક મિટીંગ માટે લૈલાના ઘરે ગયો ત્યારે મે જોયું હતું કે એક કાશ્મીરી લૈલાનાં બેડરૃમમાં શસ્ત્રો સાથે બેઠો હતો. હું ઘણીવાર મારી ફિલ્મ વિશે વાત કરવા ઇગતપુરી જતો હતો. ત્યાં પણ મેં આ પ્રકારનાં લોકોને એકઠા થયેલા જોયા હતા જ્યારે મે લૈલાને આ બાબતે પૂછયું ત્યારે તેણે કહ્યું કે તે મારા સંબંધીઓ છે, એમ રાકેશે કહ્યું હતું.
૨૦૦૮માં શેખ વિધાનસભાની ચૂંટણી લડયો હતો. જેમાં તે હારી ગયો હતો. હાલમાં તે ફરાર છે પણ તેના નજીનાં મિત્ર શાકીર હુસેનની અટક કરી હતી.
જમ્મુ-કાશ્મીર (ડોડા રામબાન રેન્જ)નાં ડીઆઇજી ગરીબ દાસે કહ્યું હતું કે લૈલા તેની બહેન અને બે અન્યએ મુંબઇની રેકી કરી હતી. જેવી અમને આઇબીમાંથી માહિતી મળી કે તરત અમે કાર કબજે કરી હતી. જેનો ઉપયોગ કદાચ વિસ્ફોટકો મુંબઇ લઇ જવા માટે કરાયો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
એવી પણ શક્યતા છે કે લૈલા અને તેના કુટુંબીજનોની એલઇટીએ હત્યા કરી નાંખી હોય. કારણ કે તેઓ કરોડો રૃપિયા લઇને જતા હતા, એમ દાસે કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved