Last Update : 08-June-2012, Friday

 

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

સીઆરઝેડ વિસ્તારમાં આવેલા યુનિટ માટે મંજૂરીઓ મેળવવા પ્રધાનને પૈસા ચૂકવાયાઃ સીબીઆઇ વધુ તપાસ કરશે

મુંબઇ તા.૭
શહેરની એક પ્રતિષ્ઠિત ટાઇલ-નિર્માતા કંપની 'નિટ્કો ટાઇલ્સે' રાજ્યના એક કેબિનેટ પ્રધાન સહિત વિવિધ સરકારી ખાતાંના અધિકારીઓ અને બે રાજકારણીઓને લગભગ રૃા.૯ કરોડની લાંચ આપી હોવાનું ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની તપાસમાં જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ આ કંપનીનું મેન્યુફેકચરિંગ યુનિટ કાંજુર માર્ગમાં તટ-નિયંત્રક વિભાગ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન)ના વિસ્તારમાં આવતું હોવાથી કેટલીક મંજૂરીઓ મેળવવા માટે ૨૦૦૯ના જાન્યુઆરીમાં એક પ્રધાનને આ કંપનીએ રૃા.૨૫ લાખ ચૂકવ્યા હતા.
આ ઉપરાંત કંપનીએ રાજ્યની કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને રૃા.૬૦ લાખ અને રાષ્ટ્રીય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને રૃા.૬૫ લાખ ચૂકવ્યા હોવાનું ડીઆરઆઇને જાણવા મળ્યું હતું.
વિવિધ લાભો મેળવવા માટે નિટ્કો ટાઇલ્સે ચૂકવેલા રૃપિયા વિશેના ડીઆરઆઇના ૨૦૦૯ના પત્રના આધારે હવે સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે અને અજાણ્યા અધિકારીઓ સામે તાજેતરમાં પ્રાથમિક પૂછપરછ નોંધવામાં આવી છે. આ તપાસને આધારે સીબીઆઇ હવે પછીનાં પગલાંનો નિર્ણય લેશે, એમ સીબીઆઇના માહિતી અધિકારી આર.કે. ગૌરે જણાવ્યું હતું.
જોકે નિટ્કો ટાઇલ્સના મેનેજિંગ ડિરેકટર વિવેક તલવારે તમામ આક્ષેપોને રદિયો આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ રકમો ૨૦૦૭ થી ૨૦૦૯ સુધીના ગાળામાં ચૂકવાઇ હતી. કંપનીએ અલીબાગના એક રાજકારણીને રૃા.૩૦ લાખ આપ્યા હતા. આ રકમો જંગલ વિભાગના, આવક વેરાના કસ્ટમ્સ અને એન્ટી-ડમ્પિંગ ડયુટી વિભાગના, વિદેશ-વેપારના જનરલ ડિરેકટોરેટ કાર્યાલયના, સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રાઇબ્યુનલના અને આવકવેરાની એપેસેટ ટ્રાઇબ્યુનલ તેમજ બીએમસીના અધિકારીઓને ચૂકવવામાં આવી હતી.
જોકે ડીઆરઆઇના અધિકારીઓએ ચૂકવણીની વધુ વિગતો વિશે કહેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ સૂત્રોએ કહ્યું હતું કે ચૂકવણીની વિગતો નિટકો ટાઇલ્સના એક કર્મચારીના ઘરેથી મેળવાઇ હતી.
નિટ્કો ટાઇલ્સે કરેલા આયાતના નિયમોના ઉલ્લંઘનની તપાસ દરમિયાન આવી ચૂકવણીના વાઉચરો ડીઆરઆઇને મળ્યા હતા.
કંપનીએ તેની વેબસાઇટ પર ૨૦૧૦-૧૧ના નાણાકીય વર્ષનું કુલ વેચાણ રૃા.૭૨૮.૫૫ કરોડ થયાનું જણાવ્યું હતું. મોટાભાગની રકમો કંપનીએ મેળવેલી જમીનની મંજૂરી માટે ચૂકવાઇ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved