Last Update : 08-June-2012, Friday

 

લાખોને એકઠા કરી શકતા હઝારેએ હવે હજારથી સંતોષ માનવો પડયો
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

સમર્થક જૂથો વચ્ચે વિખવાદઃ સ્વયંસેવકોમાં અસંતોષ, પરેલની મીટિંગના સ્થળે કાગડા ઉડતા હતાઃ નવી મુંબઇમાં માંડ પાંચસોની હાજરી

મુંબઇ,તા.૭
ભ્રષ્ટાચાર વિરૃધ્ધ લડત છેડનારા અણ્ણા હઝારેના ટેકામાં ગયા વર્ષે ઓગસ્ટમાં એક લાખથી વધુ મુંબઇગરા રસ્તા ઉપર ઊતરી પડયાં હતા. જયારે ગયા મંગળવારે પરેલના કામગાર મેદાનમાં અણ્ણાની સભા થઇ ત્યારે મહા મુશ્કેલીએ હજારેક જણ ભેગા થયા હતા. ત્યાર પછીના દિવસે એટલે કે બુધવારે નવી મુંબઇમાં અણ્ણાની સભામાં માંડ પાંચસોની હાજરી જોવા મળી હતી.
અણ્ણા હઝારેનો પ્રભાવ દસ જ મહિનામાં ઓસરી ગયો? એવો સવાલ થાય. આ જ અણ્ણાએ એક વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર અને જનલોકપાલ બિલ માટે આહલેક જગાવીને દેશના ખૂણે ખૂણેે જાગૃતિનો જવાબ લાવવાની કમાલ કરી હતી. નવી દિલ્હીના રામલીલા મેદાનમાં તેર દિવસ સુધી અનશન કરી આખો દેશનું ધ્યાન ભ્રષ્ટાચાર વિરોધી લડત ઊપર કેન્દ્રિત કર્યું હતું. એ વખતે અણ્ણાના સમર્થનમાં મુંબઇના જૂહુથી વાંદરા સુધી રેલી યોજાઇ એવાં લાખેક લોકો સામેલ થયા હતાં. જયારે મંગળવાર પરેલની મીટિંગમાં કાગડા ઊડતા હતા.
અણ્ણાના ફલોપ શો માટે તેમના સમર્થક ગ્રુપ વચ્ચેનો ખટરાગ પણે કારણભૂત હોવાનું જણાય છે. ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન તેમ જ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આ બંને સંગઠનો વચ્ચેનોે વિખવાદ મુંબઇની મીટિંગ પૂર્વે જ બહાર આવ્યો હતો. સંગઠિત થઇને ભ્રષ્ટાચાર સાથે વડવાની હાકલ કરતા અણ્ણાના ટેકેદારો જ અંદરોઅંદર બાઝી પડતા બહુ જ વરવી છાપ ઊભી થઇ હતી.
અણ્ણાના સ્વયંસેવકોના મનમાં પણ અસંતોષ છે. ગયા વર્ષે જે સ્વયંસેવકો અણ્ણાની એક હાકલ પર ગમે તે હદે જઇને આંદોલન માટે તૈયાર થઇ જતા એ જ સ્વયંસેવકો ડિસેમ્બર ૨૦૧૧માં અણ્ણાા અનશનનું સૂરસૂરિયું થયા પછી જાણે અણ્ણાથી દૂર થઇ ગયા છે. મુંબઇના એક વરિષ્ઠ સ્વયંસેવકે જણાવ્યું હતું કેે અમને ત્રણ ત્રણ મહિના સુધી સ્પષ્ટ કારણ નહોતું અપવામાં આવ્યું કે શા માટે અણ્ણાએ અચાનક અનશન આંદોલન પાછું ખેંચ્યું હતુું. માર્ચ પછી અમને કારણ જણાવવામાં આવ્યું હતું.
અણ્ણા હઝારેના પ્રખર સમર્થક ગણાના ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન તરફથી સવાલ ઊઠાવવામાં આવ્યો છે કે લોકાયુકત માટે અત્યારે ઉપાડવામાં આવેલા આંદોલનથી શા માટે તેમને દૂર રાખવામાં આવ્યા છે?
આઇએસી તરફથી ટીમ અણ્ણાની કોર કમિટિને પત્ર લખતીને નારાજી વ્યકત કરવામાં આવી છે.
અણ્ણા હઝારેનું લોકાયુકત માટેનું અત્યારે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેનું સંચાલન અણ્ણાના જ ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન તરફથી કરવામાં આવે છે. આ સંગઠનના મુંબઇ એકમના કેટલાક પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચાર આરોપ થાવથી આ મુંબઇ એકમ વિખેરી નાખવામાં આવ્યું હતું.
સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથનના મત મુજબ અણ્ણાનો પ્રભાવ ઓસરી રહ્યો છે. અગાઉ અણ્ણા જ કેન્દ્ર સ્થાને નજરે પડતા. હવે તેમની આસપાસની ટીમ વધુ મજબૂત અને સ્વયાત્ત બની ગઇ છે.
અણ્ણા હઝારે અને તેમની ટીમ જનલોકપાલ અંગે વારંવાર અભિગમ બદલતી હોવાને કારણે પણ સ્વયંસેવકોનો જુસ્સો ઓસરી ગયો છે.
કર્ણાટકના લોકાયુકત પદે રહી ચૂકેલા ટીમ અણ્ણાના મેમ્બર જસ્ટિસ સંતોષ હેગડેનું માનવું છે કે એક કે બાદ એક અનેક આંદોલનો છેડવાથી પણ જુસ્સો ટકતો નથી. આ રીતે અનેક આંદોલનો છેડવાનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ યોગ્ય નથી.
અણ્ણા હઝારેની લડતને મુંબઇમાં મળેલો કંગાળ પ્રતિસાદને કારણે સવાલ થાય છે કે જેની એક હાકલ ઉપર હજારો લોકો ભેગા થઇ જતા એ ગાંધીવાદી ચળવળકારનો દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો ?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved