Last Update : 08-June-2012, Friday

 

ભારતમાં ક્રુડ ઓઇલના ભાવ કઈ રીતે નિર્ધારિત થાય છે ?

ક્રુર લાગતા ક્રુડના ભાવ 'સ્વીટ' અને 'સોર' ક્રુડના વપરાશના આધારે નક્કી થાય છે

નવી દિલ્હી, તા. ૭
ક્રડ ઓઇલમાં ભારતીય બાસ્કેટની કિંમત છેલ્લા ત્રણ દિવસથી ૯૮.૪૯ ડોલર પ્રતિ બેરલની કિંમતે પહોંચેલા છે. દેશભરમાં ઉહાપોહ મચાવનારો પેટ્રોલનો ભાવવધારો જેની કિંમતો પર આધાર રાખે છે તે ક્રુડ ઓઇલનું પ્રતિ બેરલે કિંમત નિયંત્રણ પણ બહુ રસપ્રદ પ્રક્રિયા મારફતે થાય છે. અહીં પ્રસ્તુત છે ભારત અને ચીનમાં ક્રુડ ઓઇલની કિંમત નક્કી કરવાને લગતી પદ્ધતિ અને પેટ્રોલિયમ પેદાશોના છૂટક વેચાણમાં તેના મહત્ત્વ અંગેની કેટલીક વિગતો.
* ક્રુડ ઓઇલ એટલે શું ?
ક્રુડ ઓઇલ હળવું, ભારે અને 'સ્વીટ' અથવા સોર હોઈ શક છે. હળવા ક્રુડમાંથી વધુ કેરોસીન, નેપ્થા અને ગેસોલીન મળે છે જ્યારે ભારે ક્રુડમાંથી ડિઝલ અને ફ્યુઅલ હાથ લાગે છે. વિશ્વભરમાં આવેલી રીફાઇનરીઓ સ્થાનિક માગના આધારે આ ક્રુડ પ્રક્રિયા હાથ ધરે છે.
૨.૫ ટકા કરતા વધારે સલ્ફરવાળું ક્રુડ ઓઇલ સોર (સાવર)ની કક્ષામાં આવે છે જે સ્વાદમાં ખાટું હોય છે. પેન્સિલ્વેનિયાના ક્રુડમાંથી કેરોસીન મળ્યું એ વખતથી આ પ્રથા ચાલે છે. તે સમયે ક્રુડની સુગંધ જરા જુદી આવતા કેરોસીનને ન્યૂયોર્ક અને ફિલાડેલ્ફિયાના બજારોમાં મોકલાતું કે કેમ તે પ્રશ્ન હતો. આ સમસ્યાના સમાધાન માટે કેરોસીનને અલગ તારવવા એક ટેસ્ટ (સ્વાદ નિષ્ણાત)ની મદદ લેવાઈ હતી તે સમયથી સ્વીટ અને સોટ (સાવર) ક્રુડનો તફાવત શરૃ થયો.
* ભારતીય રિફાઇનરીઓમાં કેવા ક્રુડ પર પ્રક્રિયા થાય છે ?
આ રીફાઇનરીઓ સ્વીટ અને સાવર ક્રુડનું મિશ્રણ પર પ્રક્રિયા હાથ ધરવા બંધાયેલી છે. આસામ અને મુંબઈ હાઇમાંથી મળતું ક્રુડ ઓઇલ સ્વીટ હોય અને તે પ્રક્રિયામાંથી પસાર થતા કુલ ક્રુડની માગ ૧૭ ટકા જેટલો હિસ્સો હોય છે એટલે વપરાશ માટે જરૃરી બાકીનું ક્રુડ ભારતે મધ્યપૂર્વ અને આફ્રિકાથી આયાત કરવું પડે છે. આ ક્ષેત્રોમાં ક્રુડ ઓઇલ પ્રમાણમાં સસ્તુ હોય છે. ભારત દ્વારા કરાતી આયાતમાં ૮૦ ટકા જેટલું સાવર (સોર) ક્રડ હોય છે જેનો ૮૨ ટકા હિસ્સો મધ્યપૂર્વમાંથી આવે છે. માત્ર ૨૦ ટકા ક્રુડ જ 'સ્વીટ' હોય છે જેનો ૯૯ ટકા હિસ્સો આફ્રિકા મોકલે છે.
ક્રુડની કિંમત નિર્ધારણ પ્રક્રિયા ઃ
ક્રુડ ઓઇલની ભારતીય બાસ્કેટનો ભાવ મધ્યપૂર્વના સાવર ગ્રેડ અને લંડનના સી બ્રેન્ટ સ્વીટ ગ્રેડની સરેરાશના આધારે નક્કી થાય છે. ભારતીય બાસ્કેટની વર્તમાન કિંમત નક્કી કરવા માટે તમામ ભારતીય રિફાઇનરીઓએ ગયા વર્ષે કરેલા સ્વીટ અને સોર ક્રુડના વપરાશના અનુપાતને માપ (કાટલા) તરીકે લેવાય છે. હાલ સોર અને સ્વીટનું માપ અનુક્રમે ૬૫.૨ અને ૩૪.૮ ટકા જેટલું છે.
આ ગણતરી માત્ર સંકેતો આપે છે અને તેની મદદથી 'એક્સ રીફાઇનરી' ભાવ પણ નક્કી થઈ શકતા નથી. ભારતમાં ક્રુડની કિંમતો રીફાઇનરી માટે જ નક્કી થાય છે. અને તેના માટે દરેક ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય બજારની માસિક અને પખવાડિક કિંમતોની સરેરાશ ધ્યાને લેવાય છે. જ્યારે ચીનમાં આવું થતું નથી. જો કે ક્રુડ ઓઇલના કારો અને તેની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ફેરફાર કરવાનું તેમજ સમીક્ષાના સમયગાળાને ઘટાડવાનું વિચારી રહ્યું છે.
છૂટક ભાવ કેવી રીતે નક્કી થાય છે ?
ડિઝલ અને પેટ્રોલની કિંમતો અનુક્રમે આંતરરાષ્ટ્રીય ગેસ ઓર્વલ અને ગેસોલીનની કિંમતો સાથે જોડાયેલ છે. 'એક્સ રિફાઇનરી' કિંમત વ્યાપારની સરખામણીએ ગણવામાં આવે છે. જેમાં કસ્ટમ્સ ડયુટી, નૂરભાડુ અને વીમા સહિતની આયાતોને લગતી બાબતોને ૮૦ ટકા અને નિકાસને લગતી બાબતોને ૨૦ ટકા ભાર ગણવામાં આવે છે.
રાંધણ ગેસ અને કેરોસીન નિયંત્રિત પેદાશો છે અને તેના પર કસ્ટમ્સ ડયુટી લાગતી નથી. તેની કિંમત દરેક મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved