Last Update : 08-June-2012, Friday

 

મમતાના વિરોધના કારણે મનમોહને નમતું જોખ્યું ઃ પેન્શન બિલ મોકુફ

સંસદીય સમિતિમાં અમારા સભ્ય ન હોવાથી અમારા વિચારો ખરડામાં આવરાયા નથી ઃ તૃણમૂલ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૭
પેન્શન રિફોર્મ બિલ સામે યુપીએમાં રહેલા મહત્વના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં, રાષ્ટ્રપતિની ચૂંટણીને લક્ષ્યમાં રાખી આ વિધેયક અંગેની ચર્ચા કેન્દ્રિય કેબિનેટમાં મુલતવી રાખી હતી. આ પૂર્વે પણ રીટેલમાં એફડીઆઈ દાખલ કરવા માટે, તૃણમૂલે કરેલા વિરોધના પગલે કેન્દ્ર સરકારને તે નિર્ણય પણ મુલતવી રાખવો પડયો હતો. આમ, વધુ એક વાર મમતા બેનર્જીએ મનમોહન સરકારને ઝુકાવ્યું છે.
વાસ્તવમાં કેન્દ્રિય કેબિનેટની આજની આ બેઠકમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (પીએફઆરડીએ) બિલ, ૨૦૧૧ ચર્ચા માટે રજૂ કરવાનું હતું. જેમાં પેન્શન ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર તથા વિદેશી મૂડી રોકાણની પણ ભાગીદારી અંગે ચર્ચા થવાની હતી. પરંતુ તે પૂર્વે તૃણમૂલના નેતા અને રેલવે પ્રધાન મુકુલ રોયે ગઇકાલે જ પત્ર લખી જણાવ્યું હતું કે, આ અંગે હજી વધુ ચર્ચા કરવાની જરૃર છે જ. આ પત્રમાં રૉયે મનમોહન સિંહ અને પ્રણવ મુખરજીને જણાવ્યું હતું કે આ વિધેયકમાં તેમના પક્ષનાં મંતવ્યો આવરી લેવામાં આવ્યાં નથી તેમજ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી ઓન ફાયનાન્સમાં પણ તેમના પક્ષનાં કોઇ સભ્ય નથી. આ સમિતિની આ વિધેયક અંગે વિચારવા કરનારી હતી. પરિણામે આજે તે વિધેયક અંગે ચર્ચા મુલત્વી રખાઈ હતી. રૉયે તેમના પત્રમાં લખ્યું હતું કે, સસંદીય સમિતિમાં પૂર્વે તૃણમૂલના સભ્યો સુદીપ બંદોપાધ્યાય હતા. પરંતુ તેઓ પ્રધાન થતાં હવે ટીએમસીના કોઇ સભ્ય તે સમિતિમાં નથી.
મૂળ તો આ વિધેયક એજન્ડામાં ત્રીજા ક્રમે હતું. પરંતુ ચર્ચા માટે રજૂ થયું ત્યારે જ કેબિનેટ સેક્રેટરી ઇજત શેઠે બેઠકમાં જણાવ્યું હતું કે આ વિધેયક પડતું મુકાયું છે આથી ચોથી આઇટેમ ઉપર જ હવે જવાનું રહેશે. આજની આ બેઠકમાં રૉય ઉપસ્થિત હતા પરંતુ તેમણે આ પીએફઆરડીએ વિધેયક અંગે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો. પરંતુ તે હકીકત સહજ રીતે સમજાઈ ગઈ હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણીને અનુલક્ષીને તે પડતું મુકાયું છે.
કેટલાયે વર્ષોથી વિધેયક પડયું જ રહ્યું છે. આ પછી આ સૂચિત વિધેયક લોકસભામં માર્ચ ૨૪, ૨૦૧૧માં રજુ થયું હતું. આ વિધેયકમાં પેન્શન ફંડની કાર્યવાહીને અંકુશિત કરતું સાથે તેનું કાર્યક્ષેત્ર વિસ્તારતું અને તને પુષ્ટિ આપનારું છે. વચગાળાનું પીએફઆરડીએ ૨૦૦૩ થી વહીવટી હુકમ દ્વારા અમલી રહેલ છે. પરંતુ પૂર્ણ સ્વરુપનું પીએફઆરડીએ ૨૦૦૯માં લોકસભા વિસર્જિત થવા સાથે સક્રિય બની રહ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved