Last Update : 08-June-2012, Friday

 

રૃપિયો ત્રણ દિવસમાં ૭૧ પૈસા ઉછળ્યો
ડોલરે રૃ.૫૫ની સપાટી ગુમાવતાં સોનામાં ટોચ પરથી રૃ.૬૦૦નો કડાકો

વિશ્વ બજારમાં ૧૬૦૦ ડોલરની સપાટી તોડી ગયેલા સોનાના ભાવો ઃ સોનાના બિસ્કિટમાં રૃ.૬૦૦૦નું ગાબડું પડયું

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
મુંબઈના ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૃપિયાના ભાવોમાં ઝડપી ઉછાળો આવતાં ડોલરના ભાવો તૂટી રૃ.૫૫ની મહત્ત્વની સપાટીની અંદર જતા રહ્યા હતા. ડોલરના ભાવો તૂટતાં તથા વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો ઘટી આવતાં ઘરઆંગણે આજે બંને કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ગાબડા પડયા હતા અને તેના પગલે સોના-ચાંદીના હાજર બજારમાં આજે ઉંચા મથાળેથી તીવ્ર કડાકો બોલાયો હતો. સોનાના ભાવો ઘટી ૧૦ ગ્રામના રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા હતા. ભારતના શેરબજારોમાં તેજીની ગાડી દોડવા લાગતાં દરિયાપારથી ડોલરનું ભંડોળ ફરી વધવાની આશાએ ફોરેક્સ બજારમાં ડોલરમાં નિકાસકારોની વેચવાલી વધી હતી સામે આયાતકારો નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા હતા. ચીન દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરાયાના સમાચારોની પણ કરન્સી બજારો પર સાનુકુળ અસર વર્તાઈ હતી એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ બજારમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૩૬ વાળા શરૃઆતમાં રૃ.૫૫.૧૪ ખુલી ફરી વધી રૃ.૫૫.૩૦ થયા પછી તૂટીને રૃ.૫૫ની અંદર ઉતરી રૃ.૫૪.૯૨ બોલાઈ છેલ્લે રૃ.૫૪.૯૪ રહ્યો હતો. ૧૮મી મેના રોજ રૃ.૫૬ની ઉપર ભાવનો નવો રેકોર્ડ થયા પછી આજે એ ભાવથી નવું તળિયું દેખાયું હતું. આજે રૃપિયો વધુ ૪૨ પૈસા મજબૂત બન્યો હતો. છેલ્લા ૩ દિવસમાં રૃપિયા સામે ડોલરના ભાવો ૭૧ પૈસા વધ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવો વધી ૧૦ દિવસની ઉંચાઈએ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયન ડોલર અમેરિકન ડોલર સામે આજે ૩ સપ્તાહની ઉંચાઈએ પહોંચ્યો હતો. ચીને વ્યાજ દરો પા ટકો ઘટાડયાના નિર્દેશો હતા. અમેરિકામાં મદીને દૂર કરી આર્થિક વિકાસની ગાડી પાટે ચડાવવા ઓબામા સરકાર પ્રયત્નો કરી રહી છે. આવા પ્રયત્નોમાં ત્યાંની સરકાર વધુ ડોલર છાપે એવી ભીતિએ પણ ડોલરના ભાવો દબાણ હેઠળ રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેંક વ્યાજ દરો ઘટાડશે એવી આશાએ પણ દરિયાપારથી વધુ ભંડોળ દેશમાં આવતું થયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન, ઘર આંગણે ડોલરના ભાવો તૂટતાં તથા વિશ્વ બજારમાં સોનાના ભાવોમાં મોટા ગાબડા પડતાં મુંબઈ બજારમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૯૪૦થી તૂટી આજે મોડી સાંજે રૃ.૨૯૩૫૦થી ૨૯૪૦૦ બોલાયા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૦૭૫ વાળા ઘટીને આજે છેલ્લે રૃ.૨૯૪૮૦તી ૨૯૫૦૦ બોલાઈ રહ્યા હતા. આમ સોનામાં આજે ટોચ પરથી ભાવો રૃ.૬૦૦ જેટલા તૂટી ગયા હતા. જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૬૦૦૦ ઘટી છેલ્લે રૃ.૩૪૫૦૦૦ આસપાસ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે બુધવારે વધીને ૧૬૩૯થી ૧૬૪૦ ડોલર બોલાયા હતા તે આજે ઝડપી ઘટી મોડી સાંજે ૧૬૦૦ ડોલરની અંદર ઉતરી ૧૫૯૩.૫૦થી ૧૫૯૪ડોલર બોલાઈ ગયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૨૯.૫૦ ડોલર વાળા ઘટી આજે છેલ્લે ૨૮.૫૬થી ૨૮.૫૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના જે બુધવારે ઉછળી રૃ.૫૬૧૦૦થી ૫૬૨૦૦ બોલાઈ ગયા હતા તે આજે તૂટી છેલ્લે મોડી સાંજે રૃ.૫૪૭૦૦ આસપાસ બોલાતાં રૃ.૧૫૦૦નો કડાકો બોલાયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved