Last Update : 08-June-2012, Friday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) ઉત્તર પ્રદેશ રાજ્ય જાહેર સેવા પંચ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષા (યુપીપીએસસી)ઓમાં બેસવા માટેની વયમર્યાદા ૩૫ વર્ષથી વધારીને ૪૦ વર્ષની કરી છે. વિધાનસભા પરિષદે આ પરીક્ષા આપતા ગામડાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.
(2) કેન્દ્ર સરકાર લઘુમતીઓને ૪.૫ ટકા પેટા અનામતોના મુદ્દે આગામી મહિને સર્વોચ્ચ અદાલતમાં જશે. હાલ સર્વોચ્ચ અદાલતમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને સરકાર વેકેશન જજ પાસે જવા માગતી નથી. આ સત્રમાં અનામતનો લાભ વિદ્યાર્થીઓને મળશે કે કેમ તે અંગે હાલના તબક્કે ચિંતાનું કારણ ન હોવાનું એચઆરડી પ્રધાન કપિલ સિબ્બલનું કહેવું છે.
(3) દેશમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયા બાદ જૂન મહિનામાં પહેલા સપ્તાહમાં ૩૦ ટકા ઓછો વરસાદ પડતો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. ૧થી ૬ જૂન દરમિયાન સામાન્ય રીતે ૧૯.૯ એમએમ વરસાદ પડતો હોય છે પણ આ વખતે તેનું પ્રમાણ ૧૪. એમએમ નોંધાયું છે.
(4) દિલ્હીના એક ઉંમરલાયક દંપતીની એફઆઇઆર એક વર્ષ સુધી ન નોંધવા બદલ દિલ્હીની અદાલતે શહેર પોલીસ કમિશનર પાસે ખુલાસો માગ્યો છે અને ફરિયાદ નોંધવા કહ્યું છે એફઆઇઆર તથા કાયદાકીય કારણોસર તેની વિગતો પણ માગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૭૦ વર્ષીય વૃદ્ધ પ્રોપર્ટી ડીલર અને અન્ય કેટલાક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા એક વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા.
(5) દેશના ગ્રામીણ વિસ્તારમાં સેનિટેશન (સ્વચ્છતા) માટે આયોજન પંચે ૧૨મી પંચર્ષીય યોજનામાં ૩૬ હજાર કરોડની ફાળવણી કરી છે. અગાઉની યોજનામાં આ આંકડો માત્ર ૭૮૦૦ કરોડ હતો આ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હવે 'નિર્મળ ભારત અભિયાન' તરીકે ઓળખાશે. ઉલ્લેખનીય છે કે, આયોજન પંચના મુખ્ય મથક યોજના ભવન ખાતે બે જાજરૃના સમારકામ પાછળ પંચ ૩૫ લાખનો ધુમાડો કરી શકતું હોય ત્યારે તેની સરખામણીએ દેશભરના ગામડાઓને ચોખ્ખા કરવા માટે ફાળવાયેલી આ રકમ ઘણી નાની કહેવાય !

આંતરરાષ્ટ્રીય

(1) લંડનમાં થેમ્સ નદી પર યોજાયેલી રાણી એલિઝાબેથ દ્વિતીયના શાહી સમારોહમાં એક એનઆરઆઈની હાજરીથી હોબાળો મચી ગયો હતો. હરબિંદર સિંહ રાણા નામનો આ બાવન વર્ષીય એનઆરઆઈ અગાઉ જાતિય અપરાધ બદલ ૧૯૮૦માં જેલવાસ ભોગવી ચુકેલો હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ આ ઘટનાએ શાહી સમારોહમાં આમંત્રિત લોકોની તપાસ અને સમારોહની સલામતી સામે અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં પ્રિન્સ ચાલ્સ ભારત આવ્યા ત્યારે હરબિંદર પણ તેમની સાથે હતાં.
(2) બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં મહિનાના અંતે યોજાનારી 'અર્થ સમિટ'માં ટકાઉ વિકાસના મુદ્દે રજૂઆત કરતી વખતે ભારત સમાનતા અને વહેંચાયેલી જવાબદારીની બ્રાઝિલના સિદ્ધાંતની હિમાયત કરશે. પર્યાવરણ પ્રધાન જયંતિ નટરાજને જણાવ્યું હતું કે આમ કરવાથી વિકાસશીલ દેશો પણ વિકાસમાં સહભાગી થઇ શકશે તેવું ભારત માને છે. ઉલ્લેખનીય છે કે ટકાઉ વિકાસ ત્રણ પાયા પર આધારિત છે. જેમાં અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણનો સમાવેશ થાય છે. આ સંમેલન ૨૦ થી ૨૨ જુન દરમિયાન યોજાશે.
(3) કોંગ્રેસે ૧૯૮૪ના એટલે કે ૨૫ વર્ષ જુના શીખ વિરોધી રમખાણના સંદર્ભે અમેરિકામાં પોતાની સામે થયેલા કેસને રદ્ કરવાની માગણી કરી છે. આ માગણી પાછળ કોંગ્રેસે વિલંબનું કારણ આગળ ધર્યું છે. અમેરિકી જજ ૨૭મી જુનના રોજ ન્યૂયોર્ક ખાતે આ માગણીના સંદર્ભે સુનાવણી હાથ ધરશે.
(4) પાકિસ્તાની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઇફિતખાર ચૌધરીએ આજે તેમના પુત્ર અસલિન ઇફતખાર સામેના કેસથી પોતાને દૂર કરી લીધા છે. સર્વોચ્ચ અદાલતમાં કેસોમાં વગ વાપરવા બદલ મલિક રિયાઝ હુસૈન પાસેથી ૪૦ કરોડ રૃપિયા લીધા હોવાનો અસલિન પર આરોપ છે.
(5) ચીનની પીપલ્સ બેંક (પીસીઓસી) એ વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. નવા ૬.૩૧ ટકાના દરો ૮મી જુનથી અમલમાં આવશે. આ ઉપરાંત બેંકે ડીપોઝીટ દરમાં પણ ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved