Last Update : 08-June-2012, Friday

 

મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

૨૦૧૧-૧૨માં વીજ વિતરણ કંપનીઓની સંયુક્ત ખોટ રૃપિયા બે લાખ કરોડ રહી હતી

નાણાં ખેંચનો સામનો કરી રહેલી વીજ વિતરણ કંપનીઓએ (ડિસ્કોમ્સ) ખુલ્લી બજારમાંથી મોંઘી વીજ ખરીદી પર ભારે કાપ મૂકયો છે. ડિસ્કોમ્સના આ નિર્ણયને કારણે દેશમાં લોડ શેડિંગમાં વધારો થશે એટલું જ નહીં દેશનો આર્થિક વિકાસ દર જ્યારે નવ વર્ષની નીચી સપાટીએ છે ત્યારે ઔદ્યોગિક એકમોના કામકાજ પર પણ આની અસર પડશે. ડિસ્કોમ્સ ઔદ્યોગિક એકમો જેઓ ખુલ્લી બજારમાંથી વીજ ખરીદે છે તેમના તરફથી માગ ઘટી ગઈ છે ત્યારે મરચંટ પાવર એકમો અને ટ્રેડરોની આ વર્ષના એપ્રિલ તથા મે દરમિયાન વેચેલી વીજની આવકમાં ગયા વર્ષની સરખામણીએ પ્રતિ યુનિટ ૧૧ ટકા ઘટાડો થશે.
વીજની અછતનો સામનો કરતા હોવા છતાં ડિસ્કોમ્સે ખુલ્લી બજારમાંથી વીજ ખરીદવાનું ઘટાડી નાખતા વીજ ઉત્પન્ન કરતા વેપારી પ્લાન્ટસના વોલ્યુમમાં ઘટાડો થયો છે, એમ આ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. બે મોટા ટ્રેડરો પીટીસી ઈન્ડિયા અને એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ (એનવીવીએન)ના વોલ્યુમ અને આવકમાં ઘટાડો થયો છે. દેશમાં વેપારી ધોરણે વીજના થતાં વેચાણમાં પચાસ ટકાથી વધુ હિસ્સો આ બે ટ્રેડરોનો છે. એપ્રિલ તથા મે ૨૦૧૧ દરમિયાન પીટીસીએ ૧૬૬.૮૦ કરોડ અને ૧૭૪.૮૦ કરોડ યુનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષના આ બે મહિનામાં ૧૬૫.૮૦ કરોડ અને ૧૫૮.૩૦ કરોડનું વેચાણ કર્યું હતું.
ગયા વર્ષના એપ્રિલમાં પ્રતિ યુનિટ રૃપિયા ૪.૬૦થી ૫ અને મેમાં રૃપિયા ૪.૫૦થી પની આવક કરી હતી જે ચાલુ વર્ષે રૃપિયા ૪.૨૫થી રૃપિયા ૪.૫૫ અને રૃપિયા ૪થી ૪.૨૫ કરી હતી. આજરીતે દેશની બીજી મોટી પાવર ટ્રેડર કંપની એનવીવીએને એપ્રિલ તથા મે ૨૦૧૧ દરમિયાન ૪૫ કરોડ અને ૭૨કરોડ યુનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષના આ બે મહિનામાં ૪૪.૫૦કરોડ અને ૫૧ કરોડનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષના એપ્રિલમાં પ્રતિ યુનિટ રૃપિયા ૪.૬૮ અને મેમાં રૃપિયા ૫.૫૨ની આવક કરી હતી જે ચાલુ વર્ષે રૃપિયા ૪.૩૫ અને રૃપિયા ૪.૨૦ કરી હતી.
ડિસ્કોમ્સની નબળી નાણાંકીય સ્થિતિને કારણે ઊભા થયેલા ભયને પરિણામે વોલ્યુમમાં ઘટાડો થયો હોવાનું એનવીવીએનના સૂત્રોએ જણાવ્યું હતું. વ્યાપારી પ્લાન્ટસ અને ટ્રેડરો દ્વારા ખુલ્લા બજારમાં વેચાતી વીજ બજારમાં વેચાતી કુલ વીજના ૧૦ ટકા જેટલી થવા જાય છે. બાકીની બજાર નિયમનકારી બજાર છે. નિયામકો દ્વારા ટેરિફમાં હકારાત્મક અભિગમને કારણે તાજેતરમાં ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકાયો છે. આમ વીજ ગ્રાહકો પછી તે ઘરેલું, ઔદ્યોગિક કે પછી વેપારગૃહ હોય તેમણે દરેક રીતે સહન કરવાનું રહેશે એમ પણ આ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
૨૦૧૧-૧૨માં વીજ વિતરણ કંપનીઓએ સંયુક્ત રીતે રૃપિયા બે લાખ કરોડની ખોટ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ડિસ્કોમ્સના વીજ ખરીદી ખર્ચમાં ચાલીસ ટકા વધારો થયો છે જેમાંથી તે પચાસ ટકા જ ગ્રાહકો પર પસાર કરી શકે છે. ભારતમાં ૨૦૦૦ની સાલમાં વીજ ક્ષેત્ર ખુલ્લું મુકાયું છે, સુધારાના અભાવે અને નબળા માળખાને કારણે તેનું વોલ્યુમ હજુ ઘણું જ ઓછું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ બજારનો વાર્ષિક ૩૫ ટકાના દરે ચક્રવૃદ્ધિ વિકાસ થયો છે. રાજ્ય વીજ બોર્ડોની નાણાંકીય સ્થિતિ ઘણી જ નબળી છે, માટે વીજની અછત હોવા છતાં તેઓ બજારમાંથી વીજ ખરીદવાનું ટાળે છે.
પોતાની ખોટને પહોંચી વળવા ડિસ્કોમ્સ બેન્કો પાસેથી શોર્ટ ટર્મ લોન્સનો ઉપયોગ કરતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રિઝર્વ બેન્કે ડિસ્કોમ્સને લોન્સ આપવામાં સાવચેત રહેવા ગયા સપ્ટેમ્બરમાં બેન્કોને સૂચના આપી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved