Last Update : 08-June-2012, Friday

 

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

આ વર્ષે ૧૮ લાખ ટનનાં પાકની કૃષિ મંત્રાલયનાં અંદાજ એક ખાનગી પાર્ટીની મિનીમમ સપોર્ટ ભાવ જેવી યોજના

મુંબઈ,તા.૭
ગયા વર્ષે ગુવાર-ગુવારગમમાં ભાવમાં જોવાયેલ આગ-ઝરતી તેજીથી અંજાઈ જઈને આ વર્ષે લોકો આ કોમોડિટીનાં વાવેતર તરફ દોડયા છે પણ ઉદ્યોગના વર્તુળોનું માનવું છે કે આ વર્ષે બજારમાં વધુ પડતાં પુરવઠાની સ્થિતિ થતાં ભાવમાં કડાકો પણ બોલી શકે છે.
રાજસ્થાનનાં એક ગુવારગમ પ્રોસેસરે રાજસ્થાનનાં અંદાજે બે-સવા બે લાખ ખેડૂતો સાથે કિલોદીઠ રૃ.૫૦ની લઘુત્તમ ભાવની ગેરંટી સાથેના પ્રાપ્તિનાં કરાર સાઈન કર્યાં છે. આ જ પાર્ટીનુંમ મોટું એક્સપોર્ટનું કામકાજ પણ છે. આમ તો આઈ ભાવ લોકલ બજારમાં પ્રવર્તમાન ભાવ કરતા છઠ્ઠા ભાગનો જ ભાવ છે તો પણ હરખઘેલા ઘણાં ખેડૂતોએ આવા કરારો પર સહી કરે છે. કેમ કે તેઓ માને છે કે ઉત્પાદન ખર્ચ કરતાં ૬૦થી ૭૦ ટકા જેટલો વધુ બેન્ચમાર્ક ભાવ મળેૈ થછે. કરારની શરતો મુજબ જો બજારમાં કરારના કિલોનાં રૃ.૫૦નાં ભાવથી વધુ ભાવ ચાલતો હોય તો તે ભાવે વેચવાની છૂટ પણ અપાઈ છે આમ એક બાજુ ૬૦થી ૬૦ ટકા વળતરની ખાત્રી પણ મળે છે અને બીજી તરફ બજાર ભાવ વધુ હોય તો ઊંચા ભાવે વેચવાની છૂટવાળાં આ કરારથી ખેડૂતો આકર્ષાયા છે.
છેલ્લા એક વર્ષમાં ગુવાર અને ગુવારગમનાં ભાવોમાં ૧૦૦૦ ટકાનો વધારો નોંધાયો છે. દરેક કૃષિ પેદાશોમાં થાય છે તેમ ગુવારમાં પણ વાવેતર હેઠળનો વિસ્તાર આવાં ભાવ જોઈને વધવાની ધારણા છે.ચ એક કાચા અંદાજ મુજબ વાવેતર હેઠળનાં વિસ્તાર અને ઉત્પાદન બન્ને દોઢા થવાની વકી છે. આનો અર્થ એવો પણ થઈ શકે કે બજારમાં માલ ભરાવો, મંદી અને ભાવ તોડીને વેચવાની સ્થિતિ રણ જોવા મળે.
ગઈ મોસમમાં ગુવારસીડનાં ભાવ વધવાની શરૃઆત કિલોએ રૃ.૪૦નાં ભાવથી થઈ હતી તેથી જ ઉક્ત કંપનીએ રૃ.૫૦નાં ભાવની ગેરંટી આપી છે. તે પાછળનું કારણ એવું જણાય છે કે ડીસ્ટ્રેસ સેલીંગ થાય તો પણ આ લેવલથી નીચેનાં ભાવે ખેડૂતો માલ વેચશે નહીં.
આમ તો ગુવારસીડને કેટલફીડ પશુઆહાર ગણવામાં આવે છે અને તેથી જ સરકાર તેનાં મિનીમમ સપોર્ટ ભાવ જાહેર કરતી નથી. બેન્ચ માર્ક ભાવનાં અભાવે આ કોમોડિટીનાં ભાવમાં અનાપ-સનાપ વધારો જોવાયો હતો. આ પશુઆહારમાં સીઝન પ્રમાણે નાંખી દેવાના ભાવ અને છપ્પરતોડ ભાવ જોવાતાં હોય છ.ે ગયા વર્ષે આ ગુવાર-ગમનો ઉફયોગ ઓઈલ એક્સપ્લોરેશનમાં થવા લાગ્યો અને તે વર્ષે પુરોગામી વર્ષે કરતાં ઉત્પાદન ઓછું હતું. તેથી પુરવઠા-ખેંચના જરે ભાવ ઊંચકાયા હતા.
ગુવાર સ્પલીટસ અને ગુવાર પાવડરનું પ્રોસેસિંગ કરી તેમનો ઉપયોગ પેટ્રોલિયમ, કાપડ, પેપર, ફુડ, ફાર્માસ્યુટીક્લ્સ તથા અન્ય ઉદ્યોગોમાં ડિરાઈવેટીવ્સ તરીકે થાય છે.

ગુવારનાં પાક અંગે એ ટુ ઝેડ
કૃષિ મંત્રાલયની માહિતી મુજબ ૨૦૧૦માં ૧૫ લાખ ટન અને ૨૦૧૧માં ૧૨.૫ લાખ ટન ગુવાર થઈ હતી તેની સામે આ વર્ષે ૧૮ લાખ ટન ગુવારનો પાક અંદાજાયો છે. નવેમ્બરમાં ઉતરનાર પાક માટે જુલાઈના અંતમાં વાવણી થાય છે. આમ તોે આ ૯૦ દિવસે વરસાદથી તૈયાર થતો ચોમાસુપ પાક છે. વરસાદ પણ ૮થી ૧૫ ઈંચ જ ૩-૪ તબક્કામાં જોઈએ છે. સારા પાક માટે બે વાર વરસાદ વાવણી પૂર્વે ૧ છોડની કૂંપળો બેસે ત્યારે અને ૧ વાર ફુલ બેસવાનાં શરૃ થાય ત્યારે જોઈએ. બસ ત્યાર પછી તો પાક સારો તૈયાર થવા માટે ભરપૂર તડકો અને સૂકી મોસમ પૂરતી છે. તે જ રીતે લણ્ણી વખતે પણ સારો તાપ હોય તો ગુવાર સૂકાઈને ઉદ્યોગનાં ઉપયોગ લાયક બની જાય છ.ે
ઉક્ત એક્સપોર્ટર કમ ગુવાર ગમ પ્રોસેસરે આ વર્ષે વાવણી માટે રૃ.૯૨ કરોડની કિંમતની ગુવારસડીનું ૩૦૦૦ ટન બિયારણ સવાબે લાખ ખેડૂતોને આપ્યું છે જેનું પાંચ લાખ હેકટરમાં વાવેતર થશે ગયા વર્ષે આ જ પાર્ટીએ માત્ર રૃ.૨ કરોડનું ૮૦૦ ટન બિયારણ જ આપ્યું હતું. આ એક્સપોર્ટરનો ૨,૫૦,૦૦૦ ટનની સ્થાપિત ક્ષમતાનો ગુવાર સીડ ક્રશીંગ પ્લાંટ છે. અને તેણે ગયા વર્ષે ૧,૪૦,૦૦૦ ટન સીડનું ક્રશીંગ કર્યું હતું. તેમને આ વર્ષે ફુલ્લ કેપેસીટીનાં વપરાશની આશા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved