Last Update : 08-June-2012, Friday

 

ચીને વ્યાજ દર ઘટાડયા ઃ હવે આરબીઆઇ દ્વારા મોટા ઘટાડાની અપેક્ષાએ
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
વડા પ્રધાન મનમોહન સિંહે દેશના અર્થતંત્રની દોર સંભાળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ફાસ્ટટ્રેક પર મૂકવા વિવિધ મંત્રાલયોને ડેડલાઇન આપતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીઆરઆર, રેપો રેટમાં તોળાતા મોટા ઘટાડાની પોઝિટીવ અસર સતત બીજા દિવસે થઇ સેન્સેક્ષે આજે બેવડી સદી ફટકારી હતી. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦૦ ડોલર નજીક પ્રવર્તી રહ્યા છતાં ડોલર સામે મજબૂત બનતો જતો રૃપિયો દેશની ખાધની ચિંતા હળવી કરશે અને હવે ફુગાવો ઘટતો જતાં રિઝર્વ બેંક અને સરકારે આર્થિક વૃદ્ધિ પર ફોકસ કરતા તેમ જ આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીબી) ગઇકાલે યુરો ઝોનના દેશોની ચિંતા છતાં વ્યાજ દર એક ટકા સ્થિર રાખતા અને સ્પેન- ગ્રીસને ઉગારવાના સ્ટીમ્યુલસ પેકેજના પોઝીટીવ સંકેતે અને ચીને વર્ષ ૨૦૦૮ બાદ પ્રથમ વખત વ્યાજ દરોમાં ઘટાડો કરતા વૈશ્વિક બજારોની રીકવરીનો ટેકો પણ મુંબઇ શેરબજારોને સાંપડયો હતો. જેમાં કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચાર વર્ષમાં રૃા. ૧ લાખ કરોડના મૂડીખર્ચ-રોકાણ થકી બિઝનેસોના વિસ્તારની યોજના મુકેશ અંબાણીએ આજે એજીએમમાં જાહેર કરતા રિલાયન્સ, બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, મેટલ, પાવર, કેપિટલ ગુડઝ શેરોના સથવારે સેન્સેક્ષ ૨૧૩.૭૭ પોઇન્ટ ઉછળીને ૧૬૬૬૮.૦૭ અને નિફ્ટી ૫૨.૫૫ પોઇન્ટ વધીને ૫૦૪૯.૫૫ બંધ રહ્યા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૪૫૪.૩૦ સામે ૧૬૫૭૮.૦૧ મથાળે ખુલીને આરંભમાં ૧૬૫૧૯.૮૯ નીચામાં થઇ એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, મારૃતી સુઝુકી, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇન્ફોસીસ, સ્ટરલાઇટ, ડીએલએફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન, ભેલ, એનટીપીસી, ટાટા પાવરમાં આકર્ષણે એક સમયે ૨૧૩.૮૩ પોઇન્ટની તેજીએ ઉપરમાં ૧૬૬૬૮.૧૩ સુધી જઇ અંતે ૧૯૪.૭૫ પોઇન્ટ વધીને ૧૬૬૪૯.૦૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૦૬૦ની ઉંચાઇએ ઃ ટેક્નીકલી ટૂંકાગાળાનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૪૯૭૫ નીચામાં મહત્વની સપાટી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૯૭.૧૦ સામે ૫૦૩૫.૩૫ મથાળે ખુલીને નીચામાં ૫૦૦૭.૭૫ થઇ એક્સીસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઇન્ફ્રા, જેપી એસોસીયેટસ, સ્ટરલાઇટ, સેસાગોવા, ઇન્ફોસીસ, ટાટા પાવર, કેઇર્ન ઇન્ડિયા, લાર્સનની તેજીએ ઉપરમાં ૫૦૫૯.૬૫ સુધી જઇ અંતે ૫૨.૫૫ પોઇન્ટ વધીને ૫૦૪૯.૬૫ બંધ રહ્યો હતો. નિફ્ટીના ખેલંદાઓ માટે ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ હોવાનું અને નિફ્ટી સ્પોટ ૪૯૭૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ ટ્રેન્ડ બદલાશે.
નિફ્ટી ૫૧૦૦નો કોલ ૫૬.૧૦થી ઉછળી ૭૨.૫૦ બોલાયો ઃ જૂન ફ્યુચર ૫૦૩૭ સ્પર્શ્યો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૧૦૦નો કોલ ૩,૨૬,૨૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૪૨૪ કરોડના ટર્નઓવરે ૫૬.૧૦ સામે ૬૪.૯૦ ખુલી નીચામાં ૫૬.૧૦ થઇ પાછો ફરી ઉપરમાં ૭૨.૫૦ સુધી જઇ અંતે ૬૯.૩૫ હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૨,૭૯,૭૦૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૯૪૮ કરોડના ટર્નઓવરે ૮૦.૯૦ સામે ૬૫ ખુલી ઉપરમાં ૮૧.૩૫થી પાછો ફરી નીચામાં ૫૬ સુધી ગબડી જઇ અંતે ૫૬.૭૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૨૮.૮૦ સામે ૩૨ ખુલી નીચામાં ૨૭.૮૦થી ઉપરમાં ૩૭.૩૫ સુધી જઇ અંતે ૩૪.૭૦ હતો.
ચીને વર્ષ ૨૦૦૮ બાદ પ્રથમ વખત વ્યાજ દર ઘટાડયા ઃ બેંક નિફ્ટી ૯૬૭૧થી ઉછળી ૯૮૫૯
બેંક નિફ્ટી જૂન ફ્યુચર ૮૭૦૫૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૧૨૭ કરોડના ટર્નઓવરે ૯૬૭૧.૨૫ સામે ૯૭૫૦.૧૦ ખુલી નીચામાં ૯૬૯૧.૨૫થી ઉપરમાં ૯૮૭૪.૮૦ સુધી ઉછળી જઇ અંતે ૯૮૫૯ હતો. ચીન દ્વારા ધિરાણ નીતિને હળવી બનાવીને આર્થિક- ઔદ્યોગિક વૃદ્ધિને વેગ આપવા અંતે વ્યાજ દરોમાં વર્ષ ૨૦૦૮ બાદ પ્રથમ વખત ઘટાડો જાહેર કરતા વૈશ્વિક બજારો પર પોઝિટીવ અસર જોવાઇ હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૮, જૂનના મળનારી ધિરાણ નીતિ સમીક્ષાની મીટિંગ સીઆરઆર, રેપો રેટમાં પોણાથી એક ટકાનો ઘટાડો અપેક્ષીત હોઇ બેંકિંગ શેરો સાથે બેંક નિફ્ટીમાં ફંડોની મોટાપાયે લેવાલી નીકળી હતી.
હવે આરબીઆઇ ૧૮, જૂને વ્યાજ દરો પોણાથી એક ટકો ઘટાડશે? બેંકેક્ષ ૨૪૬ પોઇન્ટ ઉછળ્યો
ચીન બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૮, જૂનના રેપો, સીઆરઆરમાં પોણાથી એક ટકાનો ઘટાડો અપેક્ષીત હોઇ બેંકિંગ શેરોમાં તોફાની તેજી આવી હતી. એચડીએફસી બેંક રૃા. ૧૮.૮૫ વધીને રૃા. ૫૩૮.૨૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૭.૦૫ ઉછળીને રૃા. ૮૩૪.૧૫, એક્સીસ બેંક રૃા. ૩૯.૬૫ વધીને રૃા. ૧૦૬૦, યુનીયન બેંક રૃા. ૫.૨૦ વધીને રૃા. ૨૦૫.૮૦, યશ બેંક રૃા. ૮ વધીને રૃા. ૩૩૮.૭૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૭.૧૫૪ વધીને રૃા. ૩૧૭, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૪.૮૫ વધીને રૃા. ૩૪૭.૦૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૪૫.૮૯ પોઇન્ટની તેજીએ ૧૧૪૬૪.૬૭ રહ્યો હતો.
વ્યાજ દર ઘટવાની અપેક્ષાએ રીયાલ્ટી શેરો એચડીઆઇએલ, ફિનિક્સ મિલ, ડીએલએફ વધ્યા
રિઝર્વ બેંકની ધિરાણ નીતિ સમીક્ષામાં મોટા ઘટાડાની અપેક્ષાએ રીયાલ્ટી શેરોમાં પણ તેજી આવી હતી. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૩૫.૩૪ પોઇન્ટ વધીને ૧૬૨૮.૬૫ રહ્યો હતો. ફિનિક્સ મિલ રૃા. ૮.૩૫ વધીને રૃા. ૧૯૧.૯૫, એચડીઆઇએલ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૬૮.૯૦, ડીએલએફ રૃા. ૬.૧૫ વધીને રૃા. ૧૯૪.૩૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૃા. ૨.૪૦ વધીને રૃા. ૧૧૭.૫૦, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૫.૦૫ વધીને રૃા. ૨૫૭ રહ્યા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાંચ વર્ષમાં રૃા. ૧ લાખ કરોડ રોકાણની યોજના ઃ શેર રૃા. ૭ વધીને રૃા. ૭૨૧
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે યોજાયેલી ૩૮મી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની આગામી પાંચ વર્ષમાં રૃા. ૧ લાખ કરોડથી વધુ રોકાણ થકી ઓપરેટીંગ નફો બમણો કરવાની યોજના હોવાનું જાહેર કરતા શેર રૃા. ૭૧૪.૧૦ સામે રૃા. ૭૨૦.૨૫ ખુલી નીચામાં રૃા. ૭૧૬.૨૫થી ઉપરમાં રૃા. ૭૩૧.૯૦ સુધી જઇ અંતે રૃા. ૬.૬૦ વધીને રૃા. ૭૨૦.૭૦ રહ્યો હતો. મુકેશ અંબાણીએ કેજી ડી૬ ખાતે દૈનિક વધારાના ૩૦૦ લાખ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન કરી શકવાની અપેક્ષા બતાવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧, ફેબુ્રઆરી ૨૦૧૨થી શરૃ કરેલા અને ૧૯, જાન્યુઆરી ૨૦૧૩ના બંધ થનારા શેર બાયબેક પ્રોગ્રામ હેઠળ રૃા. ૧૯૨૯ કરોડના ૨.૭ કરોડ શેરો બાયબેક કર્યા છે. કંપનીને મહત્તમ રૃા. ૮૭૦ ભાવ સુધી રૃા. ૧૦૪૪૦ કરોડના ૧૨ કરોડ શેરો ઓપન માર્કેટમાંથી બાયબેક કરવાની યોજના છે.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં ફરી તેજીનો ઝંઝાવાત ઃ રિલાયન્સ કેપિટલ રૃા. ૨૩ ઉછળ્યો
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આક્રમક લેવાલીએ રિલાયન્સ કેપિટલ રૃા. ૨૨.૫૫ ઉછળીને રૃા. ૩૩૭.૧૦, રિલાયન્સ ઇન્ફ્રા રૃા. ૧૦.૯૦ વધીને રૃા. ૪૮૧.૬૦, રિલાયન્સ પાવર રૃા. ૧.૪૫ વધીને રૃા. ૯૭.૩૫, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૬૬ રહ્યા હતાં.
ક્રુડ ઓઇલ વધીને ૧૦૧.૨૮ ડોલર ઃ ડીઝલમાં તોળાતો ભાવ વધારો છતાં ઓટો શેરોમાં તેજી
ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં આરબીઆઇની રાહતની અને ઓટો લોન સસ્તી બનવાની અપેક્ષા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોડ પ્રોજેક્ટોને ફાસ્ટટ્રેક પર લાવવાની વડા પ્રધાનની સક્રિયતાએ આકર્ષણ રહ્યું હતું. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૨૦.૫૧ પોઇન્ટની તેજીએ ૯૧૮૭.૧૯ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૃા. ૨૬.૯૦, મારૃતી સુઝુકી રૃા. ૩૩.૬૦ વધીને રૃા. ૧૧૪૨.૩૦, હીરો મોટોકોર્પ રૃા. ૩૮.૩૫ વધીને રૃા. ૧૯૮૪.૧૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૧૨૭.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૨.૮૦ વધીને રૃા. ૬૮૮.૫૦, ટાટા મોટર્સ રૃા. ૧.૮૦ વધીને રૃા. ૨૩૬ રહ્યા હતા. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના વધીને ૧૦૧.૨૮ ડોલર થઇ ગયા હોઇ ડીઝલના ભાવમાં તોળાતા વધારા છતાં ઓટો શેરોમાં રિઝર્વ બેંકની વ્યાજ દર ઘટાડાની અપેક્ષા અને વડા પ્રધાનની ઇન્ફ્રા. પ્રોજેક્ટોને આગળ વધારવાની સક્રીયતાએ તેજી હતી.
શેરોમાં ઉછાળે વેચવાલી વધી ઃ ૧૫૨૭ શેરો વધ્યા ઃ ૧૧૭૨ ઘટયા ઃ ૧૮૨ શેરોમાં તેજીની સર્કિટ
'એ' ગ્રુપ, બી ગુ્રપના શેરોમાં આજે સતત બીજા દિવસે આકર્ષણ છતાં ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી નીકળતા ગઇકાલની તુલનાએ માર્કેટબ્રેડથ નબળી રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૪ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૨૭ અને ઘટનારની ૧૧૭૨ રહી હતી. ૧૮૨ શેર ોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
યુરોપમાં ૩૦થી ૭૫ પોઇન્ટની તેજી ઃ નક્કી ૧૦૬, હેંગસેંગ ૧૫૭ પોઇન્ટ વધ્યા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૦૬.૧૯ પોઇન્ટ વધીને ૮૬૩૯.૭૨, હોંગકોંગનો હેંગસેંગ ૧૫૭.૭૬ પોઇન્ટ વધીને ૧૮૬૭૮.૨૯, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૬.૪૩ પોઇન્ટ વધીને ૨૨૯૩.૧૩, તાઇવાન વેઇટેજ ૨૪.૧૬ પોઇન્ટ વધીને ૭૦૮૦.૩૧, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૪૬.૧૦ પોઇન્ટ વધીને ૧૮૪૭.૯૫ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ ૩૦થી ૭૫ પ ોઇન્ટની તેજી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved