Last Update : 08-June-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૬-૨૦૧૨, શુક્રવાર
જેઠ વદ પાંચમ
આજે વાદળ-વિજળી-ગર્જના શુભ!
નાગપંચમી (બં.)

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શ્રવણ રાત્રે ૨ ક. ૦૩ મિ. સુધી પછી ઘનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃષભ, મંગળ-સંિહ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મૠતુ, રા.દિ.જે.૧૮
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ પાંચમને શુક્રવાર.
- વૈદ્યુતિ રાત્રે ૧૨ ક. ૧૭ મિ.થી શરૂ. નાગપંચમી (બં)
- આજે વાદળ, વિજળી, ગર્જના થાય તો વર્ષાૠતુમાં સારો વરસાદ થાય!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૫ રોજ આશીશવંધ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપને નોકરી ધંધાના કામમાં હળવાશ, રાહત રહે. વધારાનું કામકાજ કરી શકો. સગા સંબંધી-મિત્રવર્ગનું કામ થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય. કામની પ્રગતિ-સફળતાથી આનંદ ઉત્સાહ રહે.

 

મિથુન ઃ બેંકના કામમાં, નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં તેમજ કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા-રૂકાવટ-પીછેહઠ અનુભવો.

 

કર્ક ઃ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. જુના સંબંધો તાજા થાય. પત્નીથી સાનુકૂળતા રાહત રહે. બહાર જવાનું થાય.

 

સંિહ ઃ વિલંબમાં પડેલ કામ અંગે ચંિતા-વ્યસ્તતા રહે. નોકરી ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામ અંગે ખર્ચ થાય, કોઈને મળવાનું થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના, ઘર પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ધંધો આવક થાય. વધારાનું કામ ઉકેલાય.

 

તુલા ઃ હૃદય-મનની વ્યગ્રતા તમારા નિકટના સગા સંબંધી, મિત્રવર્ગના કારણે જણાય. નોકરી ધંધામાં ગાફેલ રહેવું નહીં.

 

વૃશ્ચિક ઃ જીદ્દ-મુમત-અહમ-ઉશ્કેરાટ-ગુસ્સો પરિવારમાં તેમજ નોકરી ધંધામાં મુશ્કેલી રખાવે. પત્ની-સંતાન સાથે વિવાદ થઈ જાય.

 

ધન ઃ આપના નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય કામમાં, બેંકના કામમાં, સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. આનંદ રહે.

 

મકર ઃ આપના અંગત કામમાં, ઘર પરિવારના, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. બહારનું કામ થાય. કોઈને મળવાનું થાય.

 

કુંભ ઃ નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં આવક કરતાં ખર્ચ વધારે રહેવાથી બચત જણાય નહીં. પરંતુ નોકરી-ધંધાનું કામકાજ કરી શકો.

 

મીન ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનું કામ થાય પરંતુ લોભ-લાલચમાં આવક થયેલી બિમારીમાં વપરાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૬-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ભાગ્યોદય, પ્રગતિનું રહે. તમારી મહેનતનું શુભ ફળ મળવાની શરૂઆત થાય. તમારી આવક, સુખ સંપત્તિમાં વધારો થાય. વિશેષમાં...

 

* જન્મવર્ષના પ્રારંભે મકાન-મીલ્કત-વાહનના પ્રશ્નમાં ચંિતા-ખર્ચ જણાય. સગા સંબંધી-મિત્રવર્ગની-માતૃપક્ષની ચંિતા રહે. પડવા વાગવાથી, બિમારીથી, વાહનથી જન્મનો પ્રથમ મહિનો સંભાળવો પડે.

 

* નોકરી-ધંધામાં તમારી મુશ્કેલી-રૂકાવટ દૂર થવાના કારણે, સારી તક પ્રાપ્ત થવાના કારણે તમારા હૃદય-મનની પ્રસન્નતા-આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક સુખ-સંપત્તિ વધે, ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય.

 

* પુત્ર પૌત્રાદિકની ચંિતા હળવી થાય. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં પ્રગતિ જણાય.

 

* સ્ત્રીવર્ગને ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પતિ-સંતાનની પ્રગતિથી પરિવારની સુખ-સંપત્તિ વધે.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સારી તક પ્રાપ્ત થાય. સ્થળાંતર થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને એના મિત્ર ચંદુએ પૂછ્‌યું, ‘‘તુ પેલી છોકરીને જોવા ગયેલો એનું શું થયું પછી ? તને ગમી ? એની સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું?’’
‘‘અરે, ત્યાં સુધી વાત જ ક્યાં થઈ શકે તેમ હતું ?’’ લલ્લુએ જવાબ આપ્યો.
‘‘કેમ શું થયું ?’’ ચંદુએ પૂછવાનું ચાલુ રાખ્યું. ‘‘ન ગમી ?’’
‘‘ના એવું નથી,’’ લલ્લુએ કહ્યું, ‘‘એ તો મને કહે કે એને કનૈયાલાલ મુનશી, ઘૂમકેતુ, બક્ષી, બહુ જ ગમે છે અને કાલિદાસ તો એટલો બધો ગમે છે કે એની સાથે એ જાણે પ્રેમમાં પડી હોય એવું લાગે !... હવે તું જ કહે આવી ચારિત્ર્ય વગરની છોકરી સાથે હું કઈ રીતે વિવાહની વાત કરું ?’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved