Last Update : 07-June-2012, Thursday

 

બે રૂપિયા તો બચાવ્યા છે!

 
પેટ્રોલના ભાવમાં અચાનક સાડા સાત રૂપિયાનો વધારો કરીને સરકારે આપણને હવે બે રૂપિયાની ‘રાહત’ આપી છે!
લોકો એમ સમજે છે કે સરકારે બે રૂપિયાની રાહત આપી છે પણ હકીકતમાં તો આપણા બબ્બે રૂપિયા બચાવ્યા છે!
* * *
સાડા સાત વધારીને
બે રૂપિયા ઘટાડ્યા છે!
જલ્સા કરો...
બે રૂપિયા તો બચાવ્યા છે!
* * *
પહાડ ઉપર ચડાવીને
ઊંધા માથે ગબડાવ્યા છે...
છતાં, બે પગ તો બચાવ્યા છે!
જલ્સા કરો...
બે રૂપિયા તો બચાવ્યા છે!
* * *
ફરતાં રહેતાં વાહનને
ઘરમાં જ પાર્ક કરાવ્યાં છે...
જુઓ, ઘરના ઠાઠ વધાર્યા છે!
જલ્સા કરો...
બે રૂપિયા તો બચાવ્યા છે!
* * *
કપડાં બધાં ઉતરાવીને
અમને લંગોટીમાં સજાવ્યા છે...
જુઓ ‘ઈજ્જતદાર’ બનાવ્યા છે!
જલ્સા કરો...
બે રૂપિયા તો બચાવ્યા છે!
* * *
એક વધારે એસટીડી કોલ,
એક વધારે ડિટર્જન્ટ પાઉચ...
એક વધારે પેનની રિ-ફીલ,
એક વધારે નાનું ટમેટું!
મઘ્યમવર્ગનાં નાનાં સુખને
ફૂગ્ગાની જેમ ફૂલાવ્યાં છે!
જલ્સા કરો...
બે રૂપિયા બચાવ્યા છે!
* * *
આપણા સૌની ગાડીઓ
હવે થોડા ફૂટ, થોડા મીટર
થોડાં ડગલાં ‘વઘુ’ ચાલશે!
જીવનની સફર તો લાંબી છે
પણ સરકારે ‘અંતર’ ઘટાડ્યાં છે!
જલ્સા કરો...
બેેે રૂપિયા તો બચાવ્યા છે!
* * *
ચાર થપ્પડ મારીને
ગાલ જરા પંપાળ્યાં છે...
જુઓ, હેત કેવાં વરસાવ્યાં છે!
જલ્સા કરો...
બેેે રૂપિયા તો બચાવ્યા છે!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved