Last Update : 07-June-2012, Thursday

 
પરિવારવાદનું નવું પાનું

ભારતીય રાજકારણમાં ક્ષેત્રીય અને કેન્દ્રીય બન્ને સ્તરે પરિવારવાદની બોલબાલા છે. રાજકારણમાં કુટુંબોનું વર્ચસ્વ હકીકતે ફક્ત ભારત પૂરતું જ સીમિત નથી. દક્ષિણ એશિયામાં તેની બોલબાલા જોવા મળે છે. ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગલાદેશ,પાકિસ્તાન જેવા દેશોમાં પેઢીગત નેતાગીરીનો દબદબો છે. ભારતમાં તેનું પ્રમાણ જરા વિશેષ છે. ભારત આ બધા દેશોની સરખામણીમાં મજબૂત લોકશાહી હોવાથી, તેના રાજકારણમાં રહેલો પેઢીવાદ વધારે ખૂંચે એ પણ હકીકત છે.


વંશપરંપરાના રાજકારણનો મુદ્દો અત્યારે યાદ કરવાનું કારણ છેઃ ઉત્તર પ્રદેશની કનૌજ બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહેલાં ડિમ્પલ અખિલેશ મુલાયમસંિઘ યાદવ. આમ તો ડિમ્પલ યાદવ લખવું પૂરતું ગણાય, પરંતુ જે જગ્યા માટે તે ઊભાં છે તેમાં તેમનું ડિમ્પલપણું ગૌણ છે અને અખિલેશ યાદવનાં પત્ની હોવું- મુલાયમસંિઘનાં પુત્રવઘુ હોવું તેમની મુખ્ય લાયકાત અને ઓળખ છે. કનૌજની વિધાનસભા બેઠક ડિમ્પલપતિ અખિલેશ ખાલી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત મેળવ્યા પછી સમાજવાદી પક્ષના નવલોહિયા નેતા તરીકે રાજ્યના મુખ્ય મંત્રી બનેલા અખિલેશ યાદવે પોતાની બેઠક પત્નીને ફાળવીને ભારતના પરિવારવાદી રાજકારણના લાંબા ઇતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. અલબત્ત, ડિમ્પલ યાદવનો આ પ્રવેશ પહેલી વારનો નથી.


અગાઉ ૨૦૦૯માં આ જ ડિમ્પલ યાદવ સમાજવાદી પક્ષનાં ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યાં હતાં. એ વખતે લગભગ દોઢ ડઝન ઉમેદવારોને બાજુએ રાખીને મુલાયમસંિઘે પુત્રવઘુ ડિમ્પલ યાદવને ટિકિટ આપી હતી. પરંતુ એ વખતે ઉત્તર પ્રદેશમાં સત્તાની સાઠમારી ચાલુ હતી. માયાવતીનું રાજ ચાલતું હતું. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનો નંબર લાગી જશે, એવું દરેક પક્ષને લાગતું હતું. કોંગ્રેસ-ભાજપને સુવાંગ સત્તાનાં નહીં તો ‘કંિગમેકર’ બનવાનાં શમણાં આવતાં હતાં. પરિવારવાદી રાજકારણના આધારસ્તંભ જેવી કોંગ્રેસે રાહુલ ગાંધીને મોટા ઉપાડે ઉત્તર પ્રદેશમાં ઉતાર્યા અને તેમને સ્વતંત્ર હવાલો સોંપ્યો. પહેલી વાર રાહુલ ગાંધીના માથે પરિણામ માટેના ઉત્તરદાયિત્વનો બોજ આવ્યો. પહેલી વાર તેમને ઉત્તર પ્રદેશનાં પરિણામ માટે સીધી રીતે જવાબદાર ઠરાવી શકાય એ રીતે, પૂરજોશમાં મેદાને ઉતારવામાં આવ્યા.


૨૦૦૯માં કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચેની તિરાડ સર્જાઇ ચૂકી હતી. એટલે ફિરોઝાબાદ બેઠક પર ડિમ્પલ યાદવ સામે કોંગ્રેસે હુકમના પત્તા જેવા ઉમેદવાર રાજ બબ્બરને ઊભા કર્યા. સામાન્ય સંજોગોમાં રાજ બબ્બર હવે વિસરાઇ ગયેલા ભૂતપૂર્વ અભિનેતા જેવા લાગે. પણ ઉત્તર પ્રદેશમાં અને તે પણ સમાજવાદી પક્ષનાં ડિમ્પલ યાદવ સામે બબ્બરનું વિશેષ માહત્મ્ય હતું. કારણ કે અમરસંિઘ આવ્યા તે પહેલાં સમાજવાદી પક્ષની જો કોઇ જાહેર ઓળખ હોય તો એ રાજ બબ્બર હતા. મુલાયમસંિઘના તે જૂના સાથી અને સમાજવાદી પક્ષનાં મૂળિયાં સાથે સંકળાયેલા હતા. ડિમ્પલ યાદવ સામે રાજ બબ્બરને ઉતારવાથી કોંગ્રેસને સમાજવાદી પક્ષમાં ચાલતી આંતરિક ફાટફૂટનો ભરપૂર લાભ મળે એમ હતો. એ ગણતરી સાચી પણ પડી. મુલાયમસંિઘ અને અખિલેશ યાદવે ડિમ્પલ યાદવની જીતને કૌટુંબિક આબરૂનો પ્રશ્ન બનાવ્યો હોવા છતાં, ડિમ્પલ રાજ બબ્બર સામે ચૂંટણી હારી ગયાં.


આ પરાજયનો કારી ઘા મુલાયમસંિઘ કરતાં પણ વધારે અખિલેશ યાદવને લાગ્યો. તેમણે પત્નીના પરાજયને પક્ષના પુનઃગઠન અને નવનિર્માણની તક તરીકે લીધો હોય એવા ઝનૂનથી કામ શરૂ કર્યું. અમરસંિઘ જેવા વિવાદાસ્પદ નેતાને સમાજવાદી પક્ષમાંથી પાણીચું અપાયા પછી અખિલેશ યાદવની સર્વોપરિતાનો માર્ગ મોકળો થયો. મુલાયમસંિઘની ઉંમર થઇ હતી. એ ચૂંટણી લડે તો પણ કમાન અને સુકાન અખિલેશ યાદવના હાથમાં રહે તે નક્કી હતું. શરૂઆતમાં પ્રસાર માઘ્યમો ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીના પ્રચારને ગાઇવગાડીને દર્શાવતાં હતાં, પણ ચૂંટણી નજીક આવી તેમ અખિલેશ યાદવનો ઘોડો મક્કમ ગતિએ આગળ નીકળતો જણાયો. માયાવતીએ છેલ્લી ઘડીએ ઉત્તર પ્રદેશના ચાર ભાગની દરખાસ્ત વિધાનસભામાં મંજૂર કરીને કોંગ્રેસને રાજકીય ધોબીપછાડ આપી. પરંતુ ચૂંટણીમાં તે શાસકવિરોધી લાગણી સામે ઊભાં રહી શક્યાં નહીં. અલબત્ત, તે સાવ એવાં પણ ફેંકાઇ ગયાં નહીં અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે તેમનું સ્થાન જળવાઇ રહ્યું, જ્યારે અખિલેશ યાદવ કોંગ્રેસની મદદ વિના શાનથી મુખ્ય મંત્રી બન્યા.


હવે એ જ ડિમ્પલ યાદવ ફરી વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે ત્રણ વર્ષ પહેલાં તેમને પરાજય આપનાર કોંગ્રેસે બદલાયેલી પરિસ્થિતિમાં નક્કી કર્યું છે કે ડિમ્પલ યાદવ સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખવો નહીં. થોડા સમય પહેલાં યુપીએનાં ત્રણ વર્ષનો સમારંભ યોજાયો ત્યારે મંચસ્થ બિનકોંગ્રેસી મહાનુભાવોમાં મુલાયમસંિઘ યાદવ સોનિયા ગાંધીની સૌથી નજીક હતા. વીતી ગયેલી દુશ્મનીને નહીં, આવનારી શક્યતાઓને વટાવવાની કળા કહો તો કળા ને તકવાદ કહો તો તકવાદ, એ જ (ભારતનું) રાજકારણ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved