Last Update : 07-June-2012, Thursday

 

એક મ્યાનમાં બે તલવાર રાખવા કોશિશ
અણ્ણા અને બાબા રામદેવની ટીમ વચ્ચે મતભેદો; પ્રતિષ્ઠા ડૂબે છે

 

- એક સહી ઝુંબેશ કરશે; બીજા આમરણ ઉપવાસ કરશેની જાહેરાત

 

બાબા રામદેવ અને અણ્ણા હજારેએ ગયા રવિવારે કરેલા સંયુક્ત પ્રતિક ઉપવાસના કારણે બંને પક્ષે ઘણાં મતભેદો ઉપસી આવ્યા છે. બાબા રામદેવ સહી ઝુંબેશ શરૂ કરવાના છે તો અણ્ણા આમરણ ઉપવાસ પર બેસવાના છે. અણ્ણાની ટીમને બાબા રામદેવનો ડર એટલા માટે લાગે છે કે બાબાના સમર્થકો તખ્તો આંચકી લે છે. એટલે જ રવિવારનો શો બાબા રામદેવ સ્પેશ્યલ બની ગયો હતો. રામદેવને પ્રસિદ્ધિનો મોહ મોટા પાયે છે.


આ બંને ટીમ કોઈને કોઈ કારણોસર વિવાદમાં છે. આ બંને તલવાર એક મ્યાનમાં રહી શકે એમ નથી. તેમ છતાં માહોલ એવો ઊભો કરાય છે કે બંને એક સાથે રહીને કામ કરે છે. અણ્ણા ટીમની કમનસીબી એ છે કે તે ઉપરાછાપરી વિવાદોમાં સપડાય છે અને બદનામ થાય છે.


અણ્ણા હજારેની બહુ બોલકી ટીમ તેના ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના પાયા પર હથોડા મારીને હચમચાવી રહી છે. અણ્ણાની ટીમના સભ્ય પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહનસંિહને શિખંડી સાથે સરખાવીને પોતાની ઇમેજને ધક્કો પહોંચાડ્યો છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં નહી આવતા મહાભારતના શિખંડી સામે યુદ્ધ કરવા કૌરવ સેનાના સેનાપતિ ભિષ્મે ના પાડી દીધી હતી. ભીષ્મએ શિખંડી સામે શસ્ત્રો હેઠા મૂક્યા કે તરત જ અર્જુનના તીરોએ બાકીનું કામ પૂરું કરી નાંખ્યું હતું. શિખંડી મોરચા પર રહીને યુદ્ધ કરતો હતો અને કૌરવો સામે પાંડવોને યુદ્ધ જીતાડ્યું હતું.


અણ્ણા હજારેની ટીમ તૂટી રહી છે એક તરફ જ્યારે અણ્ણા હજારે ખુદ એમ કહેતા હોય કે વડાપ્રધાન પ્રમાણિક છે. તરત બીજા દિવસે તે કહે છે કે મને આ વડાપ્રધાનમાં વિશ્વાસ નથી. જ્યારે તેમની જ ટીમના પ્રશાંત ભૂષણ કહે છે કે વડાપ્રધાન શિખંડી છે. અણ્ણા હજારેની ટીમ સમાચારોની દુનિયામાં રહેવા માટે તેજાબી નિવેદનો કરે છે પરંતુ એમ કરવામાં ને કરવામાં તે પ્રજાની નજરમાંથી નીચે ઉતરી રહી છે. એક સમય એવો હતો કે અણ્ણા હજારેનો પડ્યો બોલ લોકો માથે ચઢાવતા હતા. પરંતુ એટલા ઓછા સમયમાં આ ટીમે આબરૂ ગુમાવી છે કે હવે તેમની વાતને પસ્તી સમાન સમજવા લાગ્યા છે.


એક વાત નિશ્ચિત છે કે યુપીએ-ટુ સરકાર ભલ કૌભાંડી હોય પરંતુ વડાપ્રધાન મનમોહનસંિહની છાપ આજે પણ પ્રજામાં પ્રમાણિક વડાપ્રધાન તરીકેની છે. વડાપ્રધાનને ટાર્ગેટ બનાવવા કે તેમના વિરુદ્ધ બોલવું એક ફેશન બની ગઈ છે. રાજકીય ગતિવિધિ અંગે લખનારાઓ વડાપ્રધાનને ‘મૌની બાબા’ કહે છે. ગયા અઠવાડિયે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ‘નિર્મલ બાબા’ સાથે સરખાવ્યા હતા પછી તરત જ બીજા દિવસે પ્રશાંત ભૂષણે તેમને ‘શિખંડી’ કહી દીધા !


વડાપ્રધાન યુપીએ સરકારના વડા છે, જોડાણવાળી સરકાર ચલાવવી એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. આ સ્થિતિમાં વડાપ્રધાનની કેટલીક મર્યાદાઓ હોય છે. યુપીએ સરકારની ઉણપો મોટા પાયે છે એટલે તેની કેટલીક સિદ્ધિઓ ઢંકાઈ જાય છે. જેમ કે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ આ એક્ટે પ્રજાના હાથમાં સાચી વસ્તુ જાણવા માટેનું એક શસ્ત્ર મૂકી દીઘું છે. યુપીએ સરકારની અન્ય સિદ્ધિ એ પણ છેક તેણે ટેક્સ દ્વારા આવક ઉભી કરીને તેને ગ્રામ્ય વિસ્તારોમાં વહેંચી છે. રાઇટ ટુ વર્ક પ્રોગ્રામ અને ભારત નિર્માણ તેમજ રૂરલ ડેવલપમેન્ટ સ્કીમ જેવા પ્રોજેક્ટોએ ગામડામાં ચમત્કારો સર્જ્યા છે.


યુપીએ સરકારમાં ટેલિકોમ એ સામાન્ય રીતે કૌભાંડ સાથે સંકળાયેલો શબ્દ બની ગયો છે. પરંતુ ટેલિફોન વપરાશકારોની સંખ્યા પાંચ ગણી થઈ છે તે તો ઠીક પણ વિશ્વમાં સૌથી સસ્તા કોલ ભારતમાં શક્ય બન્યા છે. જે દર્શાવે છે કે સરકારની ટેલિકોમ પોલીસીથી પ્રજાને લાભ થયો છે. ભારતના બ્રોડબેન્ડ સેટ અપે તો ૨,૫૦,૦૦૦ પંચાયતોને ઓપ્ટીકલ ફાઇબરથી જોડવાનું નક્કી કર્યું છે. ૨૦ મહિનામાં આ કામ પૂરું થશે આવી સિદ્ધિઓ કોઈએ અણ્ણા ટીમને કહેવાની જરૂર છે.


વડાપ્રધાનને શિખંડી કહેનાર અણ્ણા ટીમે એ પણ યાદ રાખવું જોઈએ કે શિખંડી પાંડવોને લાભ કરી આપ્યો હતો. ભીષ્મને મારવા કોઈ રીતે શક્ય નહોતું પરંતુ શિખંડી નામના પરિબળે ભીષ્મને આસાનીથી પરાસ્ત કર્યા હતા. આમ શિખંડી મહાભારતનું ઉપયોગી અને મહત્ત્વનું પાત્ર છે મહાભારતના યુદ્ધમાં અણ્ણા હજારેની ટીમને રાતોરાત લોકપ્રિયતા મળી હતી. લોકોને અણ્ણા હજારેમાં સત્ય- નિષ્ઠાનું કોઈ તત્ત્વ દેખાયું હતું લોકો અણ્ણા કેપ પહેરીને ફરવામાં ગૌરવ સમજતા હતા પરંતુ આજે બધા તેમની દાનત સામે શંકાથી જોવા લાગ્યા છે. અણ્ણાની ટીમે દેશમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે આશાનું નવું કિરણ ઉભું કર્યું હતું. પ્રજાએ તેનું જોશભેર સ્વાગત કર્યું હતું. અણ્ણાની ટીમ બાબા રામદેવની બ્લેક મનીની મુવમેન્ટમાં જોડાવા તૈયાર થઈ હતી પરંતુ ટીમની અંદર ચાલતા મતભેદોએ વિશ્વસનીયતા ડુબાડી હતી.


હકીકત તો એ છે કે વડાપ્રધાનના હોદ્દાની ગરીમા આ લોકો જાળવતા નથી. નરેન્દ્ર મોદી વિરોધ પક્ષની ભૂમિકામાં છે પરંતુ અણ્ણાની ટીમના કોઈ સભ્ય રાજકીય રીતે વિરોધની ભૂમિકામાં નથી તેમણે તો પોતાની ટીમને જ વિપક્ષની ટીમ બનાવી દીધી છે. ઘણીવાર અતિશયોક્તિભર્યા નિવેદનો પ્રજામાં આવકાર્ય નથી હોતા. અણ્ણાની ટીમે અંદરોઅંદરના વિખવાદના કારણે ઇમેજ ગુમાવી હતી. અઘૂરામાં પૂરું હોય એમ શિખંડીના વિવાદે તેમની પ્રતિષ્ઠા તળિયે બેસાડી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved