Last Update : 07-June-2012, Thursday

 
એક દિવસના ઉપવાસ માટે આટલો બધો પ્રચાર ! અને આટલી બધી દોડધામ ?
- સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ભૂખ્યા રહેવાને એ ઉપવાસ કહે છે
- એક સારી પ્રવૃત્તિની એના જ જન્મદાતાઓના હાથે જ હત્યા !
- અણ્ણા હઝારે એન્ડ તમને જનતાએ આપેલા રૂપિયા ૨,૯૪,૦૦૦નો હિસાબ શુ ?
- જે અણ્ણા હઝારે ટ્રેનમાં હરફર કરતા હતા એ હવે વિમાનોમાં ઉંડે છે અને મોટરમાં હરેફરે છે.
- કોંગ્રેસ, ભાજપ વગેરે બધા જ પક્ષોની જેમ રામદાસ અને અણ્ણા ટીમ જનતાને ઉલ્લુ જ બનાવ્યા કરે છે

લાબું નહીં વિચારતી આપણી ભોળી પ્રજા કેવી ભોળી છે કે... લોકપાલ, ભ્રષ્ટાચાર, વિદેશોમાંનું કાળું નાણું વગેરે વાતો સાંભળીને એવી વાતો કરનારના ખોળામાં જઈને પોતાની મહેનતના રૂપિયા ઠાલવી આવી ! દા.ત. ૨૦૧૧ માં મે-જૂનમાં દિલ્હીના રામલીલા મેદાનમાં લોકપાલ અને ભ્રષ્ટાચાર વિરૂઘ્ધના (દંભી) આંદોલનનો પ્રારંભ અણ્ણા હઝારે નામના ભોળા ગામડીયાનો સહારો લઈને ઠગ બાદશાહ અરવંિદ કેજરીવાલે કરેલો એ વખતે એક જ અઠવાડિયામાં ૨૫,૦૦૦ ભોળા લોકોએ અને રૂપિયા ૧,૧૬,૦૦,૦૦૦ આપેલા !
એ કેજરીવાલ વિદેશી કાળા નાણાં વડે એન.જી.ઓ. સંસ્થા ચલાવે છે જેના નેજા નીચે પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા એ ઠગ ચલાવે છે. જેથી પેટા સંસ્થા ઈન્ડિયા યંગન્સ્ટ કરપ્શન એણે ઊભી કરીને જનતાને ઉલ્લુ બનાવવાનું એણે શરૂ કરેલું. પેલું જે દાન (ડોનેશન) ની રકમ મળેલી એ એણે પોતાની પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનમાં જમા કરાવેલી.


રામલીલાના કાર્યક્રમ પછી પેલા ઠગના પ્રચારના કારણે એવી હવા ઊભી થયેલી કે, હવે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ જશે. (‘‘નેટવર્ક’’ ત્યારે પણ સ્પષ્ટ હતું. કેજરીવાલની સાચી ઓળખ ત્યારે કે જ્યારે કેજરીવાલની વાહવાહ થઈ રહી હતી ત્યારે આપેલી. કેટલાકને એ નહીં પણ ગમેલું !) આથી છ જ મહિનામાં કેજરીવાલ પાસે રૂપિયા ૨,૯૪,૦૦,૦૦૦ જનતાએ આપેલા ડોનેશનના કારણે થઈ ગયેલા એમાં રૂપિયા પાંચ લાખથી રૂપિયા પચ્ચીસ લાખનું ડોનેશન આપનારા પણ હતા. દા.ત. સીતારામ જિન્દાલ ફાઉન્ડેશને રૂપિયા ૨૫ લાખ આપેલા.
એમાં રૂપિયા ૪૨,૦૦,૦૦૦ કેજરીવાલે ડોનેશન આપનારના નામ નહીં. હોવાથી પણ મોકલી દીધેલા.
રામલીલા મેદાનમાં આપણી ભોળી જનતાએ જે ડોનેશન આપેલું એમાં દાન આપનાર ૨૫,૦૦૦ હતા એમાં ૪૦૦ જણ દાની એવા હતા કે જેમણે રૂપિયા ૧૦,૦૦૦ આપ્યા હોય અને જેમણે રૂપિયા ૧૦૦૦ કરતાં ઓછા આપ્યા હોય એવા ૨૩,૧૩૮ ભોળીયા લોકો હતા.


દાનની આ રકમનો ખર્ચનો હિસાબ જોઈએ તો...
(૧) અણ્ણા જંતરમંતર પર, રાજઘાટ પર અને રામલીલા મેદાન પર ઉપવાસ ઉપર ઉતરેલા ત્યારે તંબુ, મંડપ, માઈક, જમીનનું ભાડું, જાહેરસભા વગેરે પાછળ થયેલો ખર્ચ રૂપિયા ૫૩,૩૭,૦૦૦.
(૨) દેશભરમાં કેજરીવાલ એન્ડ ટીમે ૩૦,૦૦,૦૦,૦૦૦ એસ એમ એસ મોકલ્યા તેમજ મીસ્ડ કોલ સિસ્ટમનો ઉપયોગ કરીને હઝારેના ઉપવાસનો પ્રચાર કર્યો એમાં... રૂપિયા ૪૫,૫૦,૦૦૦.
(૩) પેમ્પલેટ અને ચોપડીઓ વહેંચવા પાછળનો ખર્ચ રૂપિયા ૨૬,૫૫,૦૦૦
(૪) સેવકોના પ્રવાસ અને રહેવા જમવાની સગવડ પાછળનો ખર્ચ રૂપિયા ૧૦,૦૦,૦૦૦
(૫) ટી.વી. ઉપર પ્રચાર કરવા માટે રૂપિયા ૪,૬૨,૦૦૦
(૬) ટેલિફોન અને ઈન્ટરનેટ માટે રૂપિયા ૨,૬૮,૦૦૦
આમ અણ્ણા ટીમે જનતાએ આપેલા દાનનો ઉપયોગ કર્યો એ ઉપરથી લાગે છે કે... ભલે અણ્ણા ટીમે ભ્રષ્ટાચાર સામે જનતામાં એક પ્રકારની જાગૃત્તિ લાવી આપી પરંતુ એ પછી ટીમ અણ્ણાના સભ્યો એ દિશામાં આગળ વધવાના બદલે અણ્ણાના નામનો ઉપયોગ કરીને પોતાની મહત્વકાંક્ષાઓ પાર પાડવાની કાવાદાવા કરવા લાગ્યા.


લોકપાલ બીલનો રાષ્ટ્રીય મુદ્દો જે રીતે આખા દેશમાં લોકપ્રિય થયેલો એ ટીમ અણ્ણાના કારણે નહીં થયેલો પણ અણ્ણા હઝારેના કારણે થયેલો.
ઉત્તરપ્રદેશ સરકારના નગરવિકાસ પ્રધાન મોહમ્મદ આજમખાંએ નોએડા (દિલ્હી) માં કેજરીવાલ ઉપર ગંભીર આરોપ મૂકેલો. એ ઉપરાંત મુલાયમસંિહ યાદવ, કપિલ સિબ્બલ, લાલુપ્રસાદ યાદવ વગેરેએ પણ ટીમ અણ્ણા ઉપર રાજકીય હુમલો કરેલો.
કેજરીવાલ અને અણ્ણા ટીમના બીજા સભ્યોએ પણ જનલોકપાલ બીલની આડમાં સંસદસભ્યો ઉપર શબ્દોનો હુમલો કર્યો. એમણે સંસદ સભ્યો વિષે જે કહ્યું તે સાચું પણ એમનું એ કામ નહોતું. એમણે તો અત્યાર સુધી એક પણ નેતાએ જેને સ્પર્શ નહીં કરેલો એ વિષયને પકડીને આગળ વધવાની જરૂર હતી.
આમ, એક સારા કામના જન્મદાતાએ પોતાની મહત્વાકાંક્ષા માટે એ સારા કામનો જ ભોગ લઈને એની જ હત્યા કરી.


પરિણામે એ ક્યાં અત્યારે ખોવાય ગયા છે એ જ કોઈને સમજાતું નથી.
અણ્ણા સમજી ગયા કે કેજરીવાલ અને બીજા સભ્યો એનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ અને મહત્વાકાંક્ષા પાર પાડવા માંગે છે. એમને કોઈને ભ્રષ્ટાચાર કે લોકપાલ બીલની પડી નથી. એટલે અણ્ણાએ પેલા યોગના ધંધાદારી અને આયુર્વેદના ઉદ્યોગપતિ તથા ચૂંટણી લડવાની તૈયારી કરનાર બાબા રામદેવ તરફ નજર નાંખી. બાબા રામદેવમાં પણ અણ્ણા હઝારેને ડાઘાડુઘી દેખાયા.


અણ્ણા હઝારેના સાથીઓ (કોર કમીટી) પહેલાંથી જ પોતાના કરતુતોના કારણે ડાઘાવાળા હતા જ અને મોં છૂપાવતા ફરતા હતા. અરવંિદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, કિરણ બેદી જેવા મોટા નામવાળા બોદા નીકળ્યા. એમની ઉપર અપ્રમાણિકતાની છાપ લાગેલી હોવા છતાં બેશરમ થઇને તેઓ ફરતા હતા. (જનતા ભ્રષ્ટ નેતાઓથી ત્રાસી ગઈ છે. એ જનતા સ્વચ્છ વ્યક્તિને ઈચ્છે છે. અણ્ણા ટીમમાં એણે સ્વચ્છ વસ્ત્રો જોયા પણ એ સ્વચ્છ વસ્ત્રોની નીચે ડાઘ છે એ જ્યારે એ જનતાએ જાણ્યું ત્યારે જનતા વઘુ નિરાશ થઈ.) છતાં એવું લાગતું હતું કે અણ્ણા હઝારેનું ભ્રષ્ટાચાર વિરૂઘ્ધનું યુઘ્ધ આવા સ્પીડ બેકરોને કારણે અટકી નહીં જાય. પરંતુ એવું ન બન્યું, દા.ત. ભારતીય જનતા પાર્ટી અને એનો જન્મદાતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આર.એશ.એસ.) બન્નેની ચાલ, ચરિત્ર અને ચહેરો કોંગ્રેસથી જરા પણ જૂદા નથી... ભ્રષ્ટાચાર ધાબા ભાજપ ઉપર જે લાગેલા છે એ કોંગ્રેસ કરતાં વઘુ ઘેરા છે... તો પણ એ બન્ને પોતાની ઉપરના ડાઘ અણ્ણાના નામે ધોવાઈ જશે અને પોતે ઉજળા દેખાવા લાગશે એમ માનીને શરૂમાં અણ્ણાની પાછળ ઊભા રહ્યા પરંતુ જ્યારે એમણે જોયું કે અણ્ણા તો લોકપાલની વાત જ નહીં પણ લોકપાલનો ખરડો સંસદમાં પસાર કરાવવા માંગે છે અને કોંગ્રેસ એમાં સુધારો વધારો કરીને એ વિષેનો ખરડો સંસદમાં પસાર કરાવવા રજૂ કરી રહી છે એટલે એણે પણ લોકપાલ બીલ પસાર કરાવવાની આડા રોડા નાંખ્યા અને બન્ને અણ્ણાથી દૂર થઈ ગયા.


જનતાનો અને રૂપિયાનો પ્રવાહ જોઈને અણ્ણાને શૂરામત ચઢી ચુક્યુ હતું. જે ટ્રેનમાં અને રીક્ષા ટેક્સીમાં આવજા કરતા હતા એ વિમાનમાં અને મોટરોમાં ફરવા લાગ્યા.
કેજરીવાલ અને ટીમ અણ્ણાને તેઓ ઓળખી ગયા હતા અને પોતાના નામે ટીમ અણ્ણા ડાઘવાળા વસ્ત્રો સાથે ચરી ખાવા માંગે છે એ પણ સમજી ગયા હતા. એટલે એમણે ટીમ અણ્ણાને છોડીને એમણે ધર્મ, યોગ અને આયુર્વેદના નામે ખર્વો રૂપિયાનો વેપાર કરનાર ટીમ અણ્ણા કરતાં પણ વઘુ લુચ્ચા ભગવાધારી બાબા રામદાસ તરફ નજર દોડાવી.


ભોળા ગામડીયા પણ બુઘ્ધિશાળી અણ્ણા હઝારેને બાબા રામદેવનો પણ કડવો અનુભવ થયો. કારણ કે બાબા રામદેવ પાસે પોતાના યોગ અને આયુર્વેદના વેપારના કારણે દેશભરમાં ફેલાયેલું સંગઠન છે તેમજ પોતાની અલગ લોકપ્રિયતા છે. એ ભ્રષ્ટાચાર વિરોધ અને વિદેશોમાંના કાળાનાણાંના નામે સંપત્તિ અને સત્તા મેળવવા માંગે છે...એટલે અણ્ણાની એને પડી નથી. અણ્ણા આવતા હોય તો ભલે આવે... બાકી અણ્ણા વગર પોતે તરી શકે તેમ છે એ રામદેવ જેવો શઠ માણસ ન સમજે એવું તો નહોતું. અણ્ણા સમજી ગયા કે રામદેવ પાસે પોતે ખોવાઇ અને ખવાઇ જશે એટલે અણ્ણાએ રામદેવને ‘‘રામરામ’’ કરીને પોતાના મહારાષ્ટ્રના શિવસેનાના બાળ ઠાકરે અને એના ભત્રીજા મનસાના રાજ ઠાકરે તરફ નજર દોડાવી. અણ્ણાની રામદાસ પાસેથી નેમ જેમ રામદાસના સંગઠન અને સંપત્તિની હતી એમ ઠાકરે બંઘુઓ પાસેેેથી પણ એ જ નેમ હતી. કારણ કે અણ્ણા સંગઠનની દ્રષ્ટીથી એકલા જ છે.


ભ્રષ્ટાચાર વિરોધી અને જન લોકપાલ બીલનું પોતાનું ટટ્ટુ ઊભું રાખવા અણ્ણાએ સાંઈબાબાના ગામ શિરડીનો ઉપયોગ કર્યો અને બાબા રામદેવ જૂનમાં એક દિવસનો ઉપવાસ કરવાનું તૂત ઊભું કરી રહ્યા છે એમાં એટલા પરંતુ જોડાવાની જાહેરાત કરી.
આ ઉપવાસ એટલે જૈનોનાં ઉપવાસ જેવા આગલા દિવસની સાંજથી ખાવાનું સદંતર બંધ કરીને પછીના આગલા દિવસની સવાર સુધીના ઉપવાસ નહીં કે વૈષ્ણવો કરે છે એવા ફરાળી ઉપવાસ નહીં પણ પેલા ‘‘સદ્‌ભાવનાના ઉપવાસ’’ જેવા છેતરપંિડીયા ઉપવાસ ! એ ‘‘સદ્‌ભાવના ઉપવાસ’’ ની જેમ સવારના ૯ વાગે શરૂ થાય અને સાંજના ૫ વાગે પૂરા થાય ! જે ‘‘ઉપવાસ’’ હું તમે અને આખી દુનિયા વર્ષોથી રોજ કરે છે.
એવા ડીંડકીયા ઉપવાસમાં જોડાવા માટે ટી.વી. ચેનલોને લાખો રૂપિયા આપીને રામદેવ પ્રચાર ચલાવી રહ્યા છે.


આમ, એક સારી પ્રવૃત્તિને એના જન્મદાતાઓએ જ પોતાની મહત્વકાંક્ષાઓ અને સ્વાર્થ સાધવા માટે મારી નાંખી. અને કોંગ્રેસ ભાજપ, જનતાદળ, શિવસેના વગેરેથી નિરાશ થયેલી જનતાને વઘુ એક નિરાશા મળી.

ગુણવંત છો. શાહ

 

બહુ કે’વાહ !

ચીનમાં યોગ કોલેજ !


આંતરરાષ્ટ્રીય ફેશન મેગેઝીનની તંત્રી રહેલી ચીની યુવતી બિન યાને ઃૠષિકેશના યોગ ગુરૂ મનમોહનસંિહ ભંડારી સાથે લગ્ન કરેલા છે.
એ ચીની યુવતિએ ચીનમાં પહેલી યોગ કોલેજ શરૂ કરી છે. હઠયોગનું જે સૂત્ર હતું કે ‘‘શ્રઘ્ધા સમૃઘ્ધિ અને પ્રજ્ઞા’’ આ યોગ કોલેજનું પણ સૂત્ર છે.
એ યોગ કોલેજમાં પ્રવેશ આપવવાનું શરૂ પણ થઈ ગયું છે.

 

શું વાત કરો છો?

દહીંથી સંતાનોત્પતિની ક્ષમતા વધે છે


દહીં અને ઘી આપણી ભારતીય સંસ્કૃતિની જ શોધ અને નીપજ છે. દુનિયામાં કયાંય દહીં, છાસ કે ઘી બનાવવાનું જ્ઞાન જ નહોતું. ૨૦-૨૫ વર્ષ પહેલાં યુરોપના દેશોમાં દહીં જ બનતું કે ખવાતું નહોતું અને હવે એ દેશોને દહીંની સમજ પડી છે એટલે વિવિધ પ્રકારના દહીં બનાવવા માંડ્યા છે.

 


તો પણ એ દેશોને હજી છાસ કે ઘીનું જ્ઞાન નથી. આપણા ઘરોમાં આપણા દાદી અને દાદીના દાદા-મામા વગેરે સવારના મળસ્કામાં ઘમ્મર વલોણું કરતા અને પછી માખણ ઉતારતા એ સંસ્કૃતિ ત્યાં કે ક્યાંય નથી. કૃષ્ણને ‘માખણ ચોર’ તથા ‘દેવું કરીને પણ ઘી પીઓ’ કહેનાર સંસ્કૃતિ આપણી જ છે અને એમ કહેવા પાછળ આપણા આરોગ્યનું તત્ત્વજ્ઞાન છૂપાયેલું છે. જેઓ પશ્ચિમના અજ્ઞાન દેશોના વાદે ઘી, દહીં, છાસ જેવા અમૃત છોડી દે છે એ લાંબા સમય પછી ઢીંચણ કેડ કરોડ વગેરેના દુઃખાવાથી માંડી બીજા ઘણા રોગોના ભોગ બને છે. ત્યારે એમ થવાનું કારણ શોધવાના બદલે ડોક્ટરો અને વૈદ્યો દવાઓ આપે છે અથવા ઓપરેશન કરાવે છે.

 


દરેક વ્યક્તિના જીવનમાં દહીં કેટલું મહત્ત્વનું છે એ વિશે હમણાં મેસાચ્યુસેટ્‌સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ સંશોધન કરીને જણાવ્યું છે કે... દહીં નિયમીત દરરોજ બપોરના ભોજન વખતે (મલાઈ કાઢ્‌યા વિનાના દૂધનું દહીં જોઈએ) લેવાથી વર્ષો પછી સંતાનોત્પતિની ક્ષમતામાં વધારો થાય છે. (આ બધા ઉપાયો બે-ત્રણ વર્ષે પરિણામ આપતા હોય છે એટલે ઉતાવળનો વિચાર ન કરશો... ધીરજથી ચાલુ રાખવું.)
આ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દહીં દરરોજ વર્ષો સુધી લેવાથી પુરૂષોના શુક્રાણુઓનું ઉત્પાદન વધારી દે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved