Last Update : 07-June-2012, Thursday

 
દિલ્હીની વાત
 
શંકરસિંહ આડે મમતા આવશે
નવી દિલ્હી, તા.૬
ઈન્ડિયન ટુરીઝમના વડા તરીકે નિમણૂંક પામવાનો રેકોર્ડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાને ફાળે જાય છે. આઈટીડીસીમાં અત્યાર સુધીમાં અધિકારી વર્ગમાંથી જ વડા નિમાતા હતા. કેબીનેટની રેન્કની આ પોસ્ટનો હવાલો આગામી આઠવાડીયા દરમ્યાન સંભાળવાનું વાઘેલાએ જણાવ્યું હતું. પરંતુ રાજકીય સર્કલ હવે સરકારના મહત્વના સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસ શું કરે છે તે પર નજર રાખી રહ્યું છે. કેમ કે તૃણમુલ કોંગ્રેસ આ નિમણૂંકનો વિરોધ કર્યા છે. પ્રશ્ન એ પૂછાઈ રહ્યો છે કે પહેલું કોણ ત્રાટકશે ? કોંગેસ કે ટીએમસી !! વાઘેલાનું ભાવિ હવે ટીએમસીના નેતા સુલતાન એહમદના હાથમાં છે. તે ટુરીઝમ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન છે અને ટીએમસીના વડા મમતા બેનરજીની નજીકના હોવાનું મનાય છે. સુલતાન એહમદે વડાપ્રધાનને કાગળ લખીને વાઘેલાની નિમણૂંકનો વિરોધ કર્યો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આ નિમણૂંક અંગે શા માટે ટીએમસીનો સંપર્ક નહોતો કરાયો અને એક તરફ સરકાર કરકસરના પગમાંની વાત કરે છે ત્યારે કેબીનેટ રેન્કની પોસ્ટ ઉભી કરવાની શી જરૃર હતી ?
એફડીઆઈ અંગે પણ મતભેદો
કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે વાઘેલાની નિમણૂંકના મુદ્દે મતભેદ છે એમ રીટેલક્ષેત્ર અનેનાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઈ બાબતે પણ ટસલ ચાલે છે. કોમર્સ પ્રધાન આનંદ શર્મા કહે છે કે ટીએમસી વિરોધ કરે છે માટે રીટેલમાં એફડીઆઈ શક્ય નથી એવું જ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે છે. ટોચના કેન્દ્રીય પ્રધાનો એફડીઆઈ માટે સંમત છે પણ સરકાર મમતા બેનરજીનો ટેકો મેળવવામાં નિષ્ફળ ગઈ છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન ગયા મહિને આ મુદ્દે મમતા બેનરજીને મળ્યા હતા પણ તેમનો ટેકો મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
કુરેશીની અનુગામીની ફાઈલ ખોવાઈ
હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશીની જગ્યાએ બે ચૂંટણી કમિશ્નરો પૈકી બી.એસ. સંપથનુું નામ બોલાય છે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે સામાન્ય રીતે આવા ઉંચા દોદ્દાપર કોઈ નિવૃત્ત થાય તેના કેટલાક સમય અગાઉ અનુગામીના નામની જાહેરાત થઈ જાય છે. પરંતુ કાયદા મંત્રાલયની અંદરના સૂત્રો કહે છે કે આ નિમણૂંક જાહેર કરવામાં મોડું એટલા માટે થયું છે કે કાયદા મંત્રાલયમાં આ નવી નિમણુંકની ફાઈલ ખોવાઈ ગઈ હતી. તરત જ નવી ફાઈલ તૈયાર કરાઈ હતી. છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય એટલે હવે કોઈપણ સમયે સંપથની નિમણૂંકની જાહેરાત થશે.
નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર કોણ કરશે ?
નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર આવશે એ નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા તેની જાહેરાત કરશે અહીં રસપ્રદ વાત એ છે કે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી આખી કંટાળાજનક કવાયત સમાન છે. આ આખી કવાયત હાલના ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશીને કરવી પડશે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ પ્રોસેસ દરમ્યાન કુરેશી નિવૃત્ત થઈ જશે અને નવા રાષ્ટ્રપતિની જાહેરાત નવા ચૂંટણી કમિશ્નર કરશે.
દિલ્હીમાં ફિલ્મ પ્રોડક્શનના પ્રયાસ
ડાયરેક્ટર-પ્રોડયુસર કૌશિક દિલ્હી ફિલ્મ કાઉન્સીલ ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ન્યુયોર્ક ફિલ્મ એકેડમી અને યુકેના પ્રોડક્શન સ્ટુડીઓ સાથે ટાઈ-અપ કર્યું હોવાના અહેવાલ મળ્યા છે. મ્રેેટર નોઈડાના ગ્રેટ એડ્વેન્ચર મોલ ખાતે દિલ્હી ફિલ્મ કાઉન્સીલની ઓફીસ ઉભી કરાશે એમ મનાય છે. જો કૌશિકના પ્રયાસોને સફળતા મળશે તો દિલ્હીના ફિલ્મ પ્રોડયુસરોને શુટીંગથી માંડીને પોસ્ટ-પ્રોડક્શન સુધીની સવલતો માટે મુંબઈ જવું નહીં પડે. કેમ કે આ સવલતો દિલ્હીમાં જ ઉપલબ્ધ બનશે.
ગાંધી ટોપી- ધોતી- વિચાર...
ભાજપના પ્રમુખોના ઈતિહાસ પર નજર કરીએ તો બધામાં એક સામ્યતા એ હતી કે બધા ધોતી પહેરતા હતા, છેલ્લે રાજનાથસિંહે પણ ધોતીને ડ્રેસ બનાવ્યો હતો. પરંતુ હાલના પ્રમુખ નીતિન ગડકરી પૂંજા સિવાય ક્યારેય ધોતી નથી પહેરતા. તેમને સફારી પ્રિય છે. આમ પણ, ભારતના રાજકારણીમાંથી પહેલાં ગાંધી ટોપીએ વિદાય લીધી હતી, હવે ગાંધી ધોતી વિદાય લઈ રહી છે જોકે ગાંધી વિચારતો ક્યારનોય આથમી ગયો હતો...
-ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved