Last Update : 07-June-2012, Thursday

 

ખેલાડીઓને સ્પોન્સર્સના કાર્યક્રમો પડતા મુકવા આદેશ
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

આવતીકાલથી યુરો કપનો પ્રારંભ

લંડન,તા.૬
યુરોપીયન ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ ટુર્નામેન્ટ - યુરો-૨૦૧૨નો ૮મી જુનથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. યુરોના રેન્કિંગમાં ચોથા ક્રમની ઈંગ્લેન્ડની ટીમમાં સ્ટાર ડિફેન્ડર રિયો ફર્ડીનાન્ડને પડતો મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઈંગ્લેન્ડના નવા કોચ રોય હોગ્સને ફર્ડીનાન્ડને પડતો મુકવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી જ ઈંગ્લેન્ડના ટોચના ખેલાડીઓ તેમજ ચાહકોમાં ભારે નારાજગી ફેલવા પામી છે.
યુક્રેન અને પોલેન્ડમાં સંયુક્ત રીતે યોજાનારા યુરો કપ -૨૦૧૨ના પ્રારંભનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ચુક્યું છે અને મોટાભાગની ટોચની ટીમોનું આગમન શરૃ થઇ ચુક્યું છે. ઈંગ્લેન્ડની ટીમ યુરો કપ રમવા માટે રવાના થઇ ચુકી છે. આ વખતે પણ ગત વર્ષના ચેમ્પિયન સ્પેનને જ ટાઇટલ જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે. થોડા સમય અગાઉ જ્યારે જોન ટેરી ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો કેપ્ટન હતો ત્યારે તેની પર એક ખેલાડી અંગે વંશીય કોમેન્ટ કરવાનો આક્ષેપ મુકાયો હતો. જે પછી ટેરીને કેપ્ટનપદેથી દૂર કરવામાં આવ્યો હતો. ફૂટબોલ એસોસિએશનના નિર્ણયથી નારાજ તે સમયના કોચ ફાબિયો કપેલોએ પણ રાજીનામું ધરી દીધું હતુ. ત્યાર બાદ હોગ્સનને કોચની કામગીરી સોંપવામાં આવી હતી. ફૂટબોલ વર્તુળોમાં ચર્ચા છે કે ટેરીએ જે ખેલાડીનું વંશીય અપમાન કર્યું હતુ તે ફર્ડીનાન્ડનો ભાઇ એન્ટોન છે. જે અંગેની ટેરિ સામેની ટ્રાયલ આવતા મહિને શરૃ થવાની છે. જો કે તે પહેલા જો એક જ ટીમમાં ટેરી અને ફર્ડીનાન્ડ હોય તો ટીમમાં ટકરાવની સ્થિતી સર્જાઇ શકે છે અને તેના જ કારણે હોગ્સને ફર્ડીનાન્ડને પડતો મુક્યો હોવાનું મનાય છે.
અલબત્ત, હોગ્સને ફર્ડીનાન્ડને પડતો મુકતાં ઈંગ્લેન્ડની રક્ષા પંક્તિ નબળી પડી જશે તેમ મનાય છે. ફર્ડીનાન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો સભ્ય રહી ચુક્યો છે. હોગ્સને ઇંગ્લેન્ડના ખેલાડીઓને સ્પોન્સર્સના કાર્યક્રમો પડતા મુકવાનો વિવાદીત આદેશ કર્યો છે.
ફૂટબોલ જગતની નારાજગી અને મીડિયાના ભારે દબાણ છતાં ઈંગ્લેન્ડના ફૂટબોલ કોચ હોગ્સને હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી. યુરો કપમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સોમવારે મેચ રમાવાની છે, જે અગાઉ હોગ્સન પત્રકારો સાથે વાતચીત કરશે.
જર્મનીના ખેલાડીઓ રિલેક્સ
યુરો કપ તેમજ વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ અગાઉ ટીમોના કોચીસ તેમના ખેલાડીઓના બહાર હરવા-ફરવા પર, સેક્સ માણવા પર, પત્ની તેમજ બાળકોને મળવા પર પણ પ્રતિબંધ મુકી દેતા હોય છે.
જો કે જર્મનીના કોચ યોકીમ લોએ તેમના ખેલાડીઓને રિલેક્સ રાખવા માટે નવો પ્રયોગ અજમાવ્યો છે. તેમણે ખેલાડીઓને બહાર હરવા-ફરવા તેમજ તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડને ટુર્નામેન્ટ દરમિયાન સાથે રાખવાની છુટઆપી છે. લો માને છે કે આના કારણે ખેલાડીઓ વધુ રિલેક્સ થશે અને તેમનો દેખાવ વધુ સારો બનશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved