Last Update : 07-June-2012, Thursday

 
 

યોકોવિચે ચાર મેચ પોઇન્ટ બચાવીને સોંગાને હરાવ્યો
યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

ગત વર્ષે યોકોવિચને ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં ફેડરરે હરાવ્યો હતો

ફેડરરે પાંચ સેટના મેરેથોન મુકાબલામાં ડેલ પોટ્રોને હરાવ્યો

 

પેરિસ, તા.૬
સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે તેની જબરજસ્ત લડાયક ક્ષમતાનો પરિચય આપતાં ફ્રાન્સના સોંગા સામેની હારની બાજીને પાંચ સેટના મેરેથોન મુકાબલામાં જીતમાં ફેરવી બતાવી હતી. યોકોવિચે ચાર મેચ પોઇન્ટ બચાવીને સોંગાને ૬-૧, ૫-૭, ૫-૭, ૭-૬, ૬-૧થી હરાવીને ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના ફેડરર સામે થશે.
૧૬ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા ફેડરરને પણ આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામેની ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવવા માટે પરસેવો પાડવો પડયો હતો. ફેડરરે ૩-૬, ૬-૭, ૬-૨, ૬-૦, ૬-૩થી વિજય મેળવતા આગેકૂચ કરી હતી.
નોંધપાત્ર છે કે ગત વર્ષે પણ ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં યોકોવિચ અને ફેડરર ટકરાયા હતા અને ત્યારે ફેડરરે યોકોવિચને હરાવ્યો હતો. હવે આ વખતે યોકોવિચે ગત વર્ષની હારનો બદલો લેવાના ઇરાદા સાથે રમવા ઉતરશે.
ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચ અને સોંગા વચ્ચેની ક્વાર્ટર ટેનિસના ઇતિહાસના યાદગાર મેચોમાંની એક બની હતી. યોકોવિચે પોઝીટીવ શરૃઆત કરતાં પ્રથમ સેટ જીતી લીધો હતો. જો કે ત્યાર બાદ સોંગાએ બીજા અને ત્રીજા સેટમાં જોરદાર દેખાવ કરતાં ૭-૫, ૭-૫થી વિજય મેળવ્યો હતો.
ચોથા અને મહત્વના સેટમાં સોંગાને ચાર વખત મેચ પોઇન્ટ મળ્યો હતો. હાથવેંતમાં વિજયને જોનારા સોંગાને યોકોવિચે તેની ક્લાસિક ગેમને સહારે તેનાથી વંચિત રાખ્યો હતો. દરેક વખતે યોકોવિચ વિજેતા બનીને બહાર આવ્યો હતો અને સોંગાના હાથ વેંતમાંથી વિજય સરી ગયો હતો. યોકોવિચે ભારે તનાવભરી સ્થિતીમાં ચોથો સેટ ટાઇબ્રેકરમાં ૮-૬થી જીતી લઇને મેચ પોતાના તરફ વાળી હતી. પાંચમા અને આખરી સેટમાં સોંગા થાકેલો અને માનસિક રીતે હતાશ જણાતો હતો, તેનો ફાયદો ઉઠાવતા યોકોવિચે પાંચમો અને આખરી સેટ જીતી લઇને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
અન્ય ક્વાર્ટર ફાઇનલમાં પણ ડેલ પોટ્રોએ ફેડરરને પાંચ સેટનો સંઘર્ષ ખેલવા માટે મજબુર કર્યો હતો. પોટ્રોએ શરૃઆતના બે સેટ ૬-૩, ૭-૬થી જીતી લેતા ફેડરર પર ભારે દબાણ સર્જાયું હતુ. જો કે ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચુકેલા ફેડરરે તેની કુશળતા દર્શાવતા ત્રીજા સેટથી પુનરાગમન કર્યું હતુ અને ત્યાર બાદ ૬-૨, ૬-૦, ૬-૩થી વિજય મેળવીને આગેકૂચ નોંધાવી હતી.
ટેનિસમાં યોકોવિચ અને ફેડરર ૨૬મી વખત કોઇ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ટકરાશે.ફેડરર યોકોવિચ સામેની ૨૫માંથી ૧૪ મેચ જીતી ચુક્યો છે અને ૧૧ હારી ચુક્યો છે. જો કે યોકોવિચે તેની સામેની છેલ્લી બે મેચ જીતી હતી. યોકોવિચ ફ્રેન્ચ ઓપન જીતવાની સાથે ટેનિસના ઓપન એરામાં રોડ લીવર બાદ ૪૩ વર્ષ પછી સળંગ ચાર ગ્રાન્ડ સ્લેમ જીતનારા પ્રથમ ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવવા માટે આતુર છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved