Last Update : 07-June-2012, Thursday

 

ચાલુ કેલેન્ડર વર્ષમાં સૌથી મોટો ઊછાળો
સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

વડાપ્રધાનના અર્થતંત્રને વેગ આપતા પગલાંને ગુલાબી તેજી સાથે આવકારતું શેરબજાર

અમદાવાદ, તા.૬
વિવિધ પ્રતિકૂળતાઓને પગલે કથળેલા ભારતીય અર્થતંત્રને વેગીલું બનાવવા વડાપ્રધાન મનમોહનસિંહે હાથ ધરેલા નક્કર પગલા તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલી નવી ઝડપી લેવાલીએ શેરોની જાતેજાતમાં સુધારો નોંધાતા ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સમાં સૌથી મોટો ૪૩૪ પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. તો બીજી તરફ વૈશ્વિક તેજીના પગલે સ્થાનિક બજારોમાં પણ નવી લેવાલી નીકળતા કોલકાતા બુલીયન બજારમાં સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણાની તેમજ વૈશ્વિકસ્તરની પ્રતિકૂળતાઓને લઈને ભારતીય અર્થતંત્રએ પીછેહઠ નોંધાવી હતી. અર્થતંત્રની ગાડી પુનઃ પાટે ચઢે તે હેતુસર વડાપ્રધાન મનમોહનસિંહે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિલંબમાં મૂકાયેલા મેગા પ્રોજેક્ટોને ફાસ્ટ ટ્રેક પર લાવવા કવાયત હાથ ધરી હોવાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.
વૈશ્વિકસ્તરે પણ યુરોઝોનનું પતન ટાળવા યુરોપીયન સેન્ટ્રલ બેન્ક સક્રિય થવાના અહેવાલોની વૈશ્વિક બજારો પર સાનુકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક પણ આગામી સપ્તાહે ધિરાણ નીતિ હળવી કરશે. તેવા પ્રબળ આશાવાદે બજારને હૂંફ પૂરી પાડી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સુધારાની ચાલ એકધારી આગળ વધતા સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૧૬૪૯૫ને સ્પર્શી કામકાજના અંતે ૪૩૩.૬૬ પોઈન્ટ ઊછળી ૧૬૪૫૪.૩૦ની સપાટીએ મજબુત રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી આંક પણ ૧૩૩.૮૦ પોઈન્ટ ઊછળી ૪૯૯૭.૧૦ની સપાટીએ મજબુત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટકેપ.) રૃા. ૧.૩૦ લાખ કરોડનો ઊછાળો નોંધાતા તે રૃા. ૫૮.૬૪ લાખ કરોડે પહોંચ્યું હતું. યુરોઝોનનું ભંગાણ ટાળવા સેન્ટ્રલ બેંક ચોક્કસ પગલા ભરશે તેવા આશાવાદ પાછળ વૈશ્વિક બજારોમાં સોનામાં નવેસરથી નીકળેલી લેવાલીના પગલે તે વધીને ૧૬૩૮.૨૦ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. તેની પાછળ ચાંદી ૨૯.૭૬ ડોલરની સપાટીએ મક્કમ રહી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ નીકળેલી નવી ઝડપી લેવાલીએ કોલકાતા બુલીયન બજાર ખાતે સોનું ઉછળીને રૃા. ૩૦૪૧૫ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે દિલ્હી બુલીયન બજાર ખાતે તે રૃા. ૩૦,૪૦૦ની સાપટીએ મજબુત રહ્યું હતું. અમદાવાદ ખાતે સોનું રૃા. ૩૦૨૦૦ની સપાટીએ મજબુત રહ્યું હતું. જ્યારે મુંબઈ બુલીયન બજાર ખાતે સોનું રૃા. ૧૩૦ વધીને ૨૯૯૪૦ અને સોનું (૯૯.૯) રૃા. ૩૦૦૭૫ની સપાટીએ મજબુત રહ્યું હતું. જ્યારે ચાંદી રૃા. ૧૩૩૦ ઊછળીને રૃા. ૫૫૧૯૫ની સપાટીએ મક્કમ રહી હતી.
યુરોપમાં ગ્રીસ અને ઈટાલી પછી આજે ઓસ્ટ્રિયામાં પણ નબળાઈ દેખાઈ હતી. રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા આજે જર્મનીની છ બેંકોના તથા ઓસ્ટ્રિયાની ચાર બેંકોના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા હતા. ડોલરના ભાવો આજે વિશ્વ બજારમાં નીચા આવ્યા હતા. આ બધા કારણો વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં સલામત રોકાણ માટે હેજફંડોની ખરીદી વધતાં સોનાના ભાવો વિશ્વ બજારમાં ઔંશના ૧૬૨૧થી ૧૬૨૧.૫૦ ડોલર વાળા ઉછળી ૧૬૪૦થી ૧૬૪૧ થઈ છેલ્લે ૧૬૩૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધતાં દેશમાં ઈમ્પોર્ટ કોસ્ટ ફરી આસમાને પહોંચી હતી, મુંબઈ બજારમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૧૫૦૦ વધી રૃ.૩૫૦૦૦૦ની સપાટીને પાર કરી છેલ્લે રૃ.૩૫૧૦૦૦ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૫૪૫૮૫ વાળા ઉછળી રૃ.૫૬૦૦૦ને પાર કરી મોડી સાંજે રૃ.૫૬૪૦૦થી ૫૬૫૦૦ બોલાઈ રહ્યા હતા. આમ ચાંદી આજે રૃ.૧૮૦૦થી ૧૯૦૦ જેટલી વધી ગઈ હતી. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૨૮.૪૫ ડોલર વાળા ઉછળી ૨૯ ડોલરને પાર કરી છેલ્લે ૨૯.૭૮થી ૨૯.૭૯ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૬૪થી ૫૫.૬૫ વાળા ઘટી રૃ.૫૫.૩૧ થઈ છેલ્લે રૃ.૫૫.૩૬ રહ્યા હતા. ડોલરના ભાવો આજે ઘરઆંગણે નીચા ન આવ્યા હોત તો સોનાના ભાવો ઘરઆંગણે આજના રેકોર્ડ ભાવ કરતાં હજી વધુ ઉંચા જતા રહ્યા હોત એવું જાણકારોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved