Last Update : 07-June-2012, Thursday

 

મોંઘવારી અને પેટ્રોલ ભાવ વધારા મુદ્દે
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

મોંઘવારી મુદ્દે જેલ ભરો આંદોલનનું આહ્વાન

મુંબઈ, તા. ૬
ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે મુંબઈમાં જણાવ્યું હતું કે ''મોંઘવારી પેટ્રોલનો ભાવવધારો અને કેન્દ્રની તેલ તથા મોંઘવારી-માફિયાઓ સાથેની સાંઠગાંઠના વિરોધમાં ભાજપ સાતમી જૂનથી દેશભરમાં જનસંઘર્ષ અભિયાન શરૃ કરશે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન ૨૨મી જૂન સુધી ચાલશે. દેશભરમાં બીજેપીના તમામ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો આ ચળવળમાં જોડાશે . ૨૨મી જૂને જેલ ભરો આંદોલનસાથે આ ચળવળનો અંતં આવશે. જોકે આ અભિયાન માત્ર બીજેપીનું છે અને એનડીએના ઘટકપક્ષોને એમાં જોડવામાં આવ્યા નથી.'
ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે 'ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં થઈ રહેલા અવિરત વધારાને પગલે દેશ સંકટમાં છે, પરંતુ તેનું કારણ કુદરતી આફત નથી. આ માટે બેઇમાનોની સરકારની કામગીરી જવાબદાર છે. વડા પ્રધાન બેઇમાનોની સરકારના બાદશાહ છે. સોનિયા ગાંધી ભ્રષ્ટ રાજના સંરક્ષક છે.'
તેમણે પેટ્રોલ-ડિઝલ કે રાંધણગેસના ભાવવધારા બાબતે સરકારની ચાલબાજી ઉઘાડી પાડતા કહ્યું હતું કે 'સરકાર પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ ચોરીછૂપીથી વધારે છે. આવા નિર્ણયો વિશે સંસદમાં ચર્ચા થવી જોઇએ, પરંતુ એવું ન થાય એ માટે તે દર વખતે સંસદીય સત્ર પુરુ થયા પછી જ ભાવ વધારે છે.ત્યાર બાદ સરકારી કંપનીઓના કરોડો રૃપિયા ખર્ચી સરકાર જનતા સમક્ષ સ્પષ્ટતા કરે છે. સરકાર પ્રજા પાસેથી પેટ્રોલ-ડિઝલ પર પ્રતિવર્ષ રૃ.૧,૫૦,૦૦૦ કરોડનો ટેક્સ વસૂલે છે. એમાં તે એક રૃપિયાનો ટેક્સ ઘટાડવા તૈયાર નથી.'
તેમણે કહ્યું હતું કે 'અત્યારે સરકાર ૮૫ ટકા ખનિજ તેલ બહારથી આયાત કરે છે. કેન્દ્રમાં જ્યારે બીજેપીનું શાસન હતું ત્યારે અમે બાયોગેસ અને ઇથેનોલ જેવા વૈકલ્પિક બળતણો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેના લીધે ખનિજતેલની આયાત ઘટીને ૬૫ ટકા થઈ ગઈ હતી. અત્યારે વૈકલ્પીક બળતણોના ઉત્પાદનમાં ૦ ટકાની ગતિએ વિકાસ થઈ રહ્યો છે. આવું કરીને સરકાર તેલ માફિયાઓ અને મોંઘવારી માફિયાઓને મદદ કરી રહી છે. જ્યારે મોંઘવારીનો મુદ્દો ઉછળે ત્યારે સરકાર સાદગીનું નાટક કરે છે. સાદગીસેશનના નામે હકીકતમાં તેઓ ફોટોસેશન કરે છે, જેની પાછળ તેઓ દસ ગણો ખર્ચ કરે છે.'
નકવીએ કોન્ગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ(યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) સરકારને સાણસામાં લેતા કહ્યું હતું કે 'હમણા દેશના રાજ્યોમાં કેન્દ્રીય પ્રધાનોની બારાત ફરી રહી છે. ભ્રષ્ટાચારના જાનૈયાઓ સરકારનો બચાવ કરે છે. જેટલું ધ્યાન તે ભાજપ પર પ્રહારો કરવામાં આપે છે એટલા પ્રયાસો તેમણે મોંઘવારી અને ભ્રષ્ટાચાર બંધ કરવા પાછળ કર્યા હોત તો દેશની વધુ ભલાઈ થઈ હોત.બીજેપી સડક પર આંદોલન કરશે. વિરોધપ્રદર્શનો કરશે. સભાઓ યોજશે અને જેલભરો આંદોલન કરશે. જ્યાં સુધી સરકાર મોંઘવારી પર કાબૂ ન મેળવે, પેટ્રોલના ભાવ ન ઘટાડે અને પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ ન ઘટાડે ત્યાં સુધી આંદોલન ચાલું રાખવામાં આવશે.'

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved