Last Update : 07-June-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
1) ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે પણ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. નેતાની પત્ની પણ ચૂંટણી જંગમાં ઉતરે એ કદાચ નવી વાત નથી પણ ડિમ્પલના કિસ્સામાં ઘણું નવું જોવા મળ્યું છે! ઉત્તરપ્રદેશના મુખ્ય વિરોધપક્ષ બસપાએ ડિમ્પલ સામે ઉમેદવાર ઊભો નહીં રાખવાનું નક્કી કર્યું છે. ભાજપે પણ પહેલાં આવું જ નક્કી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલીને જગદેવ યાદવને મેદાનમાં ઉતાર્યા તો ખરાં પરંતુ તેઓ ઉમેદવારીપત્ર ભરવા માટે સમયસર પહોંચી જ શક્યા નહીં! ટૂંકમાં ડિમ્પલને હવે ઉત્તરપ્રદેશમાં મોકળું મેદાન મળ્યું છે!
2) રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નાણાપ્રધાન પ્રણવ મુખરજીના નામને હવે આરએલડીના વડા અને નાગરિક ઉડયનપ્રધાન અજિત સિંહનો પણ ટેકો મળ્યો છે. જોકે રાષ્ટ્રપતિપદ માટે મુખરજીને 'યોગ્ય' ગણાવતા સિંહ અન્ય ઉમેદવારો માટે પણ આવું જ મંતવ્ય ધરાવે છે!
3) ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે નાણા, કિંમતી વસ્તુઓ અને દારૃની રેલમછેલ કરવા માટે પંકાયેલા આંધ્રપ્રદેશમાં ૧૨મી જુનના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આજે તંત્રએ ૩૨ કરોડની રોકડ અને નવ કરોડના દાગીના સહિત ૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત ૧.૭૪ લાખ લિટર જેટલો દારૃ પણ હાથ લાગ્યો છે.
4) નીતિશકુમારના વડપણ હેઠળની સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ પડી ભાંગી હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. બિહાર કોંગ્રેસના કેટલાક નેતાઓ આ મુદ્દે ત્વરિત હસ્તક્ષેપની માગણી સાથે વડાપ્રધાન મનમોહનસિંહને પણ મળ્યા હતાં. માગણીઓ મુજબ પગલાં ભરવાના બદલે બિહારની સરકાર દેખાવો કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરતી હોવાની રજૂઆત પણ પ્રતિનિધિમંડળે કરી હતી.
5) નેશનલ પેન્થર્સ પાર્ટીએ રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના પીઢ નેતા કરણસિંહનું નામ સૂચવ્યું છે. પક્ષના મતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીના તમામ ઉમેદવારોમાં કરણસિંહ સૌથી વધુ 'વજનદાર' છે! પક્ષના વડા ભિમસિંહે સોનિયા ગાંધી અને એલ કે અડવાણી સહિતના તમામ પક્ષના નેતાઓને પત્રો લખીને કરણસિંહને સમર્થન આપવાની વિનંતી કરી છે.

આંતરરાષ્ટ્રીય.
1) શાળામાં રજા પાડીએ એટલે શિક્ષકના ઠપકાથી બચવા માટે રજા ચિઠ્ઠિ આપવી પડે... પરંતુ તમે અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વ્યસ્ત હોવાના કારણે શાળામાં ગેરહાજર રહ્યા હોવ તો... ? વોશિંગ્ટન ખાતે પાંચમાં ધોરણનો વિદ્યાર્થી ટેલર સુલિવન સાથે પણ કંઇક આવું જ બન્યું હતું. ગોલ્ડન વેલી ખાતે તે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને મળવા ગયો એટલે શાળાએ ન ગયો ! જોકે તેની વિનંતીના પગલે ઓબામાએ લખી આપ્યું 'શ્રીમાન આર્કેમેન, ટેલરને માફ કરશો. તે મારી સાથે હતો !'
2) ઇતિહાસ પણ ક્યારેક પરિવર્તન પામે છે ! ચીનની ધ ગ્રેટ વોલની લંબાઇ ૮૮૫૦ કિ.મી. જેટલી હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ ચીનના સરકારી માધ્યમોએ આ ઐતિહાસિક 'તથ્ય' માં ફેરફાર કરીને નવી લંબાઇ જાહેર કરી છે. તે મુજબ વિશ્વનું સૌથી મોટુ માનવનિર્મિત માળખું એટલે 'ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના'ની લંબાઈ ૨૧,૧૯૬.૧૮ કિ.મી. છે !
3) પોતાની પ્રેમિકાની હત્યા બાદ તેના શરીરના કટકાં કર્યા હોવાના શકમંદ કેનેડિયન પોર્ન સ્ટારના કેસમાં નવો વળાંક આવ્યો છે. વાનકુંવરની બે શાળા ખાતેથી માનવ અંગો ભરેલી કોથળી મળી આવી છે. જેમાં માનવ હાથ અને પગનો સમાવેશ થતો હોવાનું કેનેડિયન પોલિસનું કહેવું છે. જોકે આ ઘટનાને લુકા રોકો મગ્નોટા સાથે જોડવાનું તેમણે ટાળ્યું છે.
4) બ્રાઝિલમાં બે સપ્તાહ પહેલા સાયબર ક્રાઇમને લગતાં બિલ અંગે મતદાન કરવા જતાં એક સાંસદની બેગમાંથી મહિલાના અંતઃવસ્ત્રોની જોડી બહાર પડતા સૌ ચોંકી ગયા હતાં. જો કે આટલા દિવસ પછી પણ આ 'જોડી'ની માલિક ન મળતાં અંતે આજે તેને સળગાવી દેવાઇ હતી.
5) અબજોની સંખ્યામાં નવા ઇન્ટરનેટ એડ્રેસ શકય બને તેવી નવી પદ્ધતિ અપનાવીને નોર્વે એ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ગૂગલ અને ફેસબુક સહિતની ઇન્ટરનેટ સેવા આપતી મોટી કંપનીઓએ 'વર્લ્ડ આઇપીવી ૬ લોંચ ડે' નિમિત્તે આ નવી પ્રણાલી અપનાવી છે. આ નવો પ્રોટોકોલ અગાઉના આઇપીવી ૪ નું સ્થાન લેશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved