Last Update : 07-June-2012, Thursday

 

પ્રાદેશિક શેરબજારને સરકારની ચિમકી
ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

નવા ધોરણો મુજબ રિજનલ સ્ટોક એકસવેન્જો માટે ટકવું મુશ્કેલ સત્તાવાળાઓની એક થઈને કોમન ટ્રેડીંગ પ્લેટફોર્મની ભલામણ

મુંબઈ, તા. ૬
સરકારે પ્રાદેશિક શેર બજારોને સ્પષ્ટ જણાવી દીધું છે કે કન્સેશનો અને રિઝર્વેશન્સની માગણીઓ છોડીને એકબીજા સાથે મળીને તેમણે ટકાવી રહેવાની કોશિષ કરવી જોઈએ. લગભગ બંધ થવાનાં આરે પડેલ રિજનલ સ્ટોક એક્સચેન્જોને સરકારે આમ જણાવ્યું હતું.
અમદાવાદ, વડોદરા, દિલ્હી અને કલકત્તા સહિત દેશમાં સંખ્યાબંધ પ્રાદેશિક શેરબજારો છે. આમાંથી છ બજારોમાં તો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ સોદા થયા નથી. અને બાકીની ઘણીમાં ભાગ્યે જ કામકાજ થાય છે. એક સમયે કંપનીઓ માટે પ્રાદેશિક શેર બજારમાં નોંધણી ફરજિયાત હતી. જોકે એક દાયકાપૂર્વે આ જોગવાઈ પાછી ખેંચાઈ હતી. પરિણામે આવા બજારો પર કોઈ નવી કંપનીની નોંધણી થઈ નથી. આવા બજારોમાં કામકાજ લગભગ કમ હોવાથી આવા બજાર પર ટ્રેડેડ શેરમાં નુકસાને પણ રોકાણકારો વેચીને નીકળી જઈ શકતા નથી.
સેબીએ આવા પ્રાદેશિક શેરબજારોને અમુક સ્ટાન્ડર્ડ સુધી આવવા માટે બે વર્ષનો સમય આપ્યો છે અને તેમ ન થઈ શકે તો તેમની એક્સચેન્જો બંધ કરવાની તૈયારી રાખવાની ચીમકી આપી છે. ગયા મહિનાના અંતે એક સરક્યુલર મોકલાવીને સેબીએ રિજનલ સ્ટોક એક્સચેન્જોને સ્વૈચ્છિક બંધ કરવાનું અને તેમ ન કરે તો બે વર્ષમાં વાર્ષિક રૃા. ૧૦૦૦ કરોડનું ટર્નઓવર અને રૃા. ૧૦૦ કરોડનું નેટવર્થ હાંસલ કરવાનું જણાવ્યું છે. આ લક્ષ્ય હાંસલ નહીં કરે તો આવા શેરબજારોને ધંધો નહીં કરવા દેવામાં આવે, જો રિજનલ શેર બજારોએ વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ શરતો પૂરી કરવાની સ્થિતિમાં તેઓ નથી.
ગયા મહિને પ્રાદેશિક શેરબજારો, એફએમસીનાં પ્રતિનિધિઓ અને કેન્દ્રના કન્ઝયુમર્સ અફેર્સ ખાતાની એક બેઠક મળી હતી. મોટા ભાગનાં પ્રાદેશિક બજારો હમણાં કોમોડિટીઝમાં વધુ કામ કરે છે અને એફએમસી કન્ઝયુમર્સ અફેર્સ મિનીસ્ટ્રીને રિપોર્ટ કરે છે. તેથી આવી બેઠક યોજાઈ હતી. રિજનલ સ્ટોક એક્સચેન્જોએ એવી દલીલ કરી હતી કે કેટલીક કોમોડિટીઝને એક્સક્લુઝીવલી તેમનાં પ્લેટફોર્મ પર જ ટ્રેડ કરવા દેવામાં આવે (રિઝર્વેશનની વાત) અને રૃા. ૧૦૦ કરોડની માન્ય મૂડીની શરત હળવી બનાવવામાં આવે.
સરકાર તેમની આ વાત સાથે સંમત થઈ ન હતી. સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે બે વૈકલ્પિક સજેશનો આપવામાં આવ્યા હતા. પ્રથમ સજેશન તેમણે ફંડ બધી પ્રાદેશિક એક્સચેન્જો પાસેથી એકઠું કરી કોમન સોફટવેર બનાવી સૌને લીંક કરી દે. પછી કોઈપણ પ્રાદેશિક શેર બજારનો સામ્ય સીમલેસ સ્વરૃપે કોમોડિટીમાં ઓનલાઈન સોદા કરી શકે અને પ્રત્યેક રિજનલ સ્ટોક એક્સચેન્જ વિશેષ કોમોડિટીમાં પોતાની નિપુણતા જાળવી પણ શકે. આ રીતે ફંડ પુલ કરીને કોમન ટ્રેડીંગ પ્લેટફોર્મ બનાવે તો ભારતભરમાંથી કોઈ પણ સભ્ય દલાલ રિજનલ સ્ટોક એક્સચેન્જની નિપૂણતા વાળી કોઈ પણ કોમોડિટીમાં સોદો કરી શકે. આ વિકલ્પોમાં રિજનલ સ્ટોક એક્સચેન્જોનાં નેટ વર્થની મર્યાદા ઘટાડયાનાં સવાલ જ ઉપસ્થિત થતો નથી કેમ કે રિજનલ બજારોને નેશનલ નથી બનાવવાનાં અને ફાંસતો ભેગા કરીને પુલ કરી શકાય.
આ અધિકારીઓએ જણાવ્યું હતું કે રિજનલ સ્ટોક એક્સચેન્જો માટે કોમોડિટીઝ ટ્રેડીંગ અનામત રાખી શકાય નહીં કેમ કે રાષ્ટ્રીય શેર બજારો (બીએસઈ અને એનએસઈ)ને તમામ કોમોડિટીઝનાં ટ્રેડીંગ મેન્ડરે અપાયું છે.
મિનીસ્ટ્રી માને છે કે કોમોડિટી સ્પેશીપીક લોકલ ટેલન્ટને જાળવી રાખવા માર્ટ રિજનલ સ્ટોક એક્સચેન્જને મહત્ત્વ આપવું જોઈએ પણ તે માટે એપએમસી હવે વહીવટ કડક બનાવી અન્યવિધિઓ પણ સુધારી આવા બજારોમાં કમ્ફર્ટેબલ બને તે જોઈ રહી છે.
થોડા મહિના પૂર્વે એફએમસીએ રિજનલ સ્ટોક એક્સચેન્જોનું ઓડીટ તેણે નિમેલા ઓડિટર દ્વારા ફરજિયાત બનાવ્યું હતું. પૂર્વે રિજનલ સ્ટોક એક્સચેન્જો તેમનાં પોતાના ઓડિટરો દ્વારા ઓડિટ કરાવી અહેવાલ દર વર્ષે એફએમસીને મોકલાવતા હતા.
અમદાવાદ શેરબજાર પ્રોપર્ટી વેચી મૂડી વધારો
શેર બજારો માટેની લઘુતમ રૃા. ૧૦૦ કરોડની નેટ વર્થ પૂરી કરવા અમદાવાદ ખાતેની પોતાની પ્રોપર્ટી વેચી એ એસઈ રૃા. ૫૦ કરોડ ઊભા કરશે. લગભગ બંધ પડેલ આ શેર બજારમાં ડાયરેકટર્સે તેમની બેઠકમાં આ માટે એક ઠરાવ પસાર કર્યો છે. એસઈ હવે તેની સ્થાવર મિલ્કતો વેચી શકશે. બોર્ડે એસિસબ્રીજ વિસ્તારમાં તથા માણેકચોકમાં આવેલ બિલ્ડીંગો વેચવાની પરવાનગી આપતો નિર્ણય લીધો છે. ફંડસની જરૃરીયાત મુજબ આ બન્ને પ્રોપર્ટી કે બેમાંથી એક હવે વેચાણમાં આવશે એવું ચેરમેન હેમેન્દ્ર સિંહ ઝાલાએ જણાવ્યુ ંહતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved