Last Update : 07-June-2012, Thursday

 

છેલ્લા પાંચ વર્ષમાં
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો

મોટાભાગના ઉત્પાદકોની કારનું વેચાણ વોલ્યુમ વાૃધતા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો

નવી દિલ્હી, બુધવાર
છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં કારના ભાવમાં જેટલો વધારો નથી થયો એટલો વધારો અન્ન અને ઈંધણના ભાવમાં થયો છે. કારના ભાવ યા તો સ્થિર રહ્યા છે અથવા તો ડયૂટીમાં વધારાને કારણે તેમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. દરેક કોમોડિટીઝ માટેના હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસમાં એપ્રિલ ૨૦૦૭થી એપ્રિલ ૨૦૧૨ની વચ્ચે ૪૨.૪૪ ટકા ઉછાળો થયો છે. આજ સમયગાળામાં ઊતારુ વાહનોના ભાવમાં ૧૩.૯૪ ટકા વધારો થયો છે, જ્યારે સંપૂર્ણ ઓટોમોટિવ ક્ષેત્ર માટે આ વધારો ૧૯.૮૬ ટકા રહ્યા હતો. આમ કારના ભાવ કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણાથી વધુ વધારો થયો છે.
કારના ભાવમાં વધારો નહીં થવા પાછળના કારણોમાં એક કારણ કારના વેચાણ વોલ્યુમમાં થયેલો વધારો છે. વોલ્યુમ વધવાને કારણે ઉત્પાદકો કાચા માલ પાછળના ખર્ચને ગ્રહણ કરી શકે છે. ૨૦૦૬-૦૭થી ૨૦૧૧-૧૨ની વચ્ચે ઊતારુ વાહનોના વેચાણમાં ૯૦ ટકા વૃદ્ધિ થઈ છે. ૨૦૦૬-૦૭માં ઊતારુ વાહનોનું વેચાણ જે ૧૩.૭૦ લાખ કાર હતું તે ૨૦૧૧-૧૨માં વધીને ૨૬.૧૦ લાખ કાર રહ્યું હતું. આમ ઉત્પાદનમાં વધારાને કારણે તે પાછળનો ખર્ચ નીચો રાખવામાં કંપનીઓને સરળતા રહી છે.
કારના ભાવ વધી ગયા છે એવો ભય હકીકત કરતા અલગ છે. તેમનો આ ભય ઈંધણ તથા વ્યાજદરમાં થયેલા વધારાને કારણે ઊભો થયો છે. કાર ઉત્પાદક કંપનીઓના મોડેલ પોર્ટફોલિઓમાં પણ વ્યાપક વધારો થયો છે. ઊંચા વોલ્યુમને કારણે સરેરાશ પ્રોફિટ ઊંચો રાખવામાં પણ સફળતા મળી છે. બીજી બાજુ ભારતના ગ્રાહકો ભાવ પ્રત્યે ઘણાં જ જાગૃતિ ધરાવે છે અને સ્પર્ધામાં વધારાને કારણે નવા ખેલાડીઓ બજારમાં પગપેસારો કરવા ભાવ નીચા રાખી રહ્યા છે. આ ઉપરાંત ફેકટરીમાં ઓટોમેશનથી ઉત્પાદનક્ષમતા વધી છે અને બગાડ ઘટયો છે જેને પરિણામે ઉત્પાદન ખર્ચ નીચો રહે છે.
જ્યારે આની સામે અન્ન અને ઈંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર અનેક પરિબળો કામ કરતા હોય છે. ભારતમાં અનાજનું ઉત્પાદન ચોમાસા પર આધાર રાખે છે. આ ઉપરાંત પરિવહન અને જાળવણી ખર્ચ પણ અનાજના ભાવને અસર કરે છે. ભારત પેટ્રોલ તથા ડિઝલ જેવા ઈંધણની ૭૦ ટકા જરૃરિયાત આયાત મારફત પૂરી કરે છે. પેટ્રોલ તથા ડિઝલના ભાવ તેની વૈશ્વિક માગ અને પૂરવઠાની સ્થિતિ પ્રમાણે કામ કરે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved