Last Update : 07-June-2012, Thursday

 

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો

ભારત-ચીનની રિઝર્વ બેંક ધિરાણ નીતિ હળવી કરશે ઃ ઓટો ઇન્ડેક્ષ ૩૩૭, કેપિટલ ગુડઝ ૩૨૩, બેંકેક્ષમાં ૩૨૭ પોઇન્ટની તેજી

ઇસીબીની મીટિંગ પૂર્વે યુરોપમાં તેજી ઃ મનમોહન સિંહે અર્થતંત્રની દોર સંભાળી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં 'ફાસ્ટટ્રેક' તેજી ઃ સેન્સેક્ષ ૪૩૪ પોઇન્ટની છલાંગે ૧૬૪૫૪ઃ નિફ્ટી ૫૦૧૦ સ્પર્શયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
ભારતનું અર્થતંત્ર મંદીમાં ખૂપતું જતું હોવાના પાછલા દિવસોના આર્થિક વૃદ્ધિ, નિકાસો, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના નબળાં આકથી એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત પરનો વિશ્વાસ ગુમાવતા જઇ શેરોમાં સતત વેચવાલ બન્યા બાદ હવે વડા પ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રની દોર સંભાળી લઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોમાં વિલંબમાં પડેલા ૮૦૦૦ કિલોમીટરના રોડ પ્રોડેક્ટો અને અન્ય ઇન્ફ્રા. પ્રોજેક્ટોને ફાસ્ટ ટ્રેક પર લાવવા વિવિધ ખાતાના પ્રધાનોની ઉચ્ચસ્તરીય મીટિંગ બોલાવતા અને આંતરરાષ્ટ્રીય મોરચે યુરો ઝોનનું પતન અટકાવવા યુરોપીય સેન્ટ્રલ બેંકની (ઇસીબી) વ્યાજ દર મુદ્દે મીટિંગ યોજાતા પૂર્વ પોઝિટીવ સંકેત અને ભારત સાથે ચીનની રિઝર્વ બેંક (સેન્ટ્રલ) ધિરાણ નીતિ હળવી કરવાની તૈયારીમાં હોવાના નિર્દેશે શેરોમાં ઓલરાઉન્ડ ભભૂકતી તેજીએ સેન્સેક્ષે ૪૩૪ પોઇન્ટ અને નિફ્ટીએ ૧૩૪ પોઇન્ટની છલાંગ લગાવી હતી. ટ્રેડીંગનો આરંભ એશીયાના અન્ય દેશોના બજારોની મજબૂતી પાછળ પોઝિટીવ થઇ ઓટોસ કેપિટલ ગુડઝ- પાવર, બેંકિંગ, એફએમસીજી, મેટલ, રીયાલ્ટી પીએસયુ બધા ક્ષેત્રીય ઉદ્યોગોની ફ્રન્ટલાઇન કંપનીઓના શેરોમાં આક્રમક લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૦૨૦.૬૪ સામે ૮૦ પોઇન્ટ પર ગેપમાં ૧૬૧૦૦.૩૬ મથાળે ખુલીને એક તરફી તેજીની દોટ યુરોપના બજારો ઉછાળાએ ખુલ્યા બાદ આક્રમક બની મંદીવાળાને કોઇ તક નહી આપી સેન્સેક્ષ એક તબક્કે ૪૭૩.૮૬ પોઇન્ટની છલાંગ લગાવી ઉપરમાં સપ્તાહની ઊંચી સપાટીએ ૧૬૪૯૪.૫૦ સુધી જઇ અંતે ૪૩૩.૬૬ પોઇન્ટના ઉછાળે ૧૬૪૫૪.૩૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ઉછળી ૫૦૧૦ સ્પર્શી અંતે ૧૩૪ તેજીએ ૪૯૯૭ ઃ નિફ્ટીના ૪૭ શેરો વધ્યા
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૮૬૩.૩૦ સામે ૪૮૮૬.૬૫ મથાળે ખુલીને ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, જિન્દાલ સ્ટીલ, રિલાયન્સ ઇન્ફ્રા., અંબુજા સિમેન્ટ, સ્ટરલાઇટ, લાર્સન, જેપી એસોસીયેટસ, આઇડીએફસી, એનટીપીસી, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, બજાજ ઓટો, સ્ટેટ બેંક, કોટક બેંક, આઇટીસી, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનીલીવર સહિતમાં આક્રમક લેવાલી સાથે શોર્ટ પોઝિશન કપાવા લાગતા નિફ્ટી ૫૦૦૦ની સપાટી કુદાવી જઇ એક સમયે ૧૪૭.૧૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૫૦૧૦.૪૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીમાં ઉછાળે નફારૃપી વેચવાલી અને સાવચેતીમાં હળવા થવાના માનસે અંતે ૫૦૦૦ની સપાટી અંદર આવી ૧૩૩.૮૦ પોઇન્ટની તેજીએ ૪૯૯૭.૧૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૦૦૦નો કોલ ૪૯.૮૫થી ઉછળી ૧૦૩ ઃ ૪૮૦૦નો પુટ ૯૯.૭૦થી તૂટી ૫૪.૫૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૦૦૦નો કોલ ૩,૯૮,૫૪૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૧૨૪ કરોડના ટર્નઓવરે ૪૯.૮૫ સામે ૫૫.૧૦ ખુલી ઉછળી ઉપરમાં ૧૦૩ સુધી જઇ અંતે ૯૬.૬૦ હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૩,૩૪,૯૦૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૧૪૪ કરોડના ટર્નઓવરે ૯૯.૭૦ સામે ૮૫ ખુલી ૮૮.૭૦થી નીચામાં ૫૧.૨૦ સુધી ગબડી જઇ અંતે ૫૪.૫૦ હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૨૪.૪૫ સામે ૨૭.૮૦ ખુલી નીચામાં ૨૬.૮૫થી ઉપરમાં ૫૮.૭૫ સુધી જઇ અંતે ૫૪.૨૫ હતો.
ખેલંદાઓની નિરસતા- નિષ્ક્રિયતાએ નિફ્ટી જૂન ફ્યુચર ૫૦૦૦ કુદાવવા નિષ્ફળ ઃ ૨૫ પોઇન્ટ ડિસ્કાઉન્ટમાં
નિફ્ટી સ્પોટ સામે જૂન ફ્યુચર આજે ૫૦૦૦ની સપાટી કુદાવવા નિષ્ફળ રહી ૨૨થી ૨૫ પોઇન્ટ ડિસ્કાઉન્ટમાં હતો. ૩,૩૮,૫૪૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૩૬૧ કરોડના ટર્નઓવરે ૪૮૪૬.૩૦ સામે ૪૮૮૨.૬૫ ખુલી નીચામાં ૪૮૮૨.૬૫થી ઉપરમાં ૪૯૮૭.૮૦ સુધી જઇ અંતે ૪૯૭૫.૫૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૧૦.૯૦ સામે ૧૧.૬૫ ખુલી નીચામાં ૧૧.૬૦ થઇ ઉપરમાં ૩૦.૫૫ સુધી ઉછળીને અંતે ૨૭.૪૦ હતો. નિફ્ટી ૪૭૦૦નો પુટ ૬૭.૩૫ સામે ૬૦ ખુલી નીચામાં ૩૨.૭૫ સુધી પટકાઇ અંતે ૩૫ હતો. નિફ્ટી ૪૬૦૦નો પુટ ૪૪.૪૦ સામે ૩૬ ખુલી ૩૬.૦૫ થઇ નીચામાં ૨૦.૮૦ સુધી ગબડી જઇ અંતે ૨૨.૩૦ હતો.
૩, જાન્યુઆરી ૨૦૧૨ બાદ સેન્સેક્ષની ૪૦૦થી વધુ, નિફ્ટીની ૧૨૫ પોઇન્ટથી વધુ છલાંગ
આમ સેન્સેક્ષે ૩, જાન્યુઆરી, ૨૦૧૨ બાદ ૪૦૦થી વધુ પોઇન્ટની છલાંગ આજે લગાવી હતી. ૩, જાન્યુઆરીના સેન્સેક્ષ ૪૨૧.૪૪ પોઇન્ટની તેજીએ ૧૫૯૩૯.૩૬ હતો. જ્યારે નિફ્ટી સ્પોટમાં ૧૨૫ પોઇન્ટથી વધુ ઉછાળો પણ ત્રણ જાન્યુઆરી બાદ નોંધાયો છે. ૩, જાન્યુઆરીના નિફ્ટી સ્પોટ ૧૨૮.૫૫ પોઇન્ટની તેજીએ ૪૭૬૫.૩૦ રહ્યો હતો.
વડા પ્રધાનની ફાસ્ટ ટ્રેક પહેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં તેજી ઃ લાર્સન રૃા. ૫૮, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૨, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૨ ઉછળ્યાં
ઉડ્ડયન, પાવર, રોડ, સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને વેગ આપવા વડા પ્રધાનની સક્રીયતા અને ૮૦૦૦ કિલોમીટરના રોડ પ્રોજેક્ટોને ફાસ્ટ ટ્રેક પર લાવવા જરૃરી બધા પગલાં લેવા વિવિધ ખાતા-મંત્રાલયો સાથે મહત્વની મીટિંગના પોઝિટીવ સંકેતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેરોમાં તોફાની તેજી આવી હતી. લાર્સન એન્ડ ટુબ્રોએ રૃા. ૪૫૦૦ કરોડથી વધુ રકમના રોડ પ્રોજેક્ટો માટે સફળતા પૂર્વક બીડ કર્યાનું જાહેર થતાં શેર રૃા. ૫૭.૭૫ ઉછળીને રૃા. ૧૨૬૭.૨૫, જીએમઆર ઇન્ફ્રા. એવીયેશન ક્ષેત્રે એરપોર્ટ પ્રોજેક્ટોને વેગ આપવાના પોઝિટીવ સમાચાર સાથે કંપનીમાં ઇક્વિટી હોલ્ડિંગના વેચાણના અહેવાલે રૃા. ૨.૧૫ ઉછળીને રૃા. ૨૧.૫૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૩.૦૯, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૨.૨૦ ઉછળીને રૃા. ૪૭૦.૭૦ રહ્યા હતાં.
આરઇસી રૃા. ૯, એનટીપીસી રૃા. ૬, રિલાયન્સ પાવર રૃા. ૬ ઉછળ્યા ઃ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૨૩ પોઇન્ટ ઉછળ્યો
પાવર કેપિટલ ગુડઝ અન્ય શેરોમાં ફંડોની આક્રમક લેવાલીમાં આરઇસી રૃા. ૯.૪૫ ઉછળીને રૃા. ૧૬૮.૨૫, એનટીપીસી રૃા. ૫.૬૫ વધીને રૃા. ૧૫૨.૬૦, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૩.૬૦ વધીને રૃા. ૧૦૯.૩૫, ભેલ રૃા. ૫.૧૦ વધીને રૃા. ૨૧૫.૨૦, રિલાયન્સ પાવર રૃા. ૫.૮૫ વધીને રૃા. ૯૫.૯૦, ટોરન્ટ પાવર રૃા. ૮.૮૦ વધીને રૃા. ૧૯૬, અદાણી પાવર રૃા. ૧.૮૦ વધીને રૃા. ૪૭.૪૫, પીટીસી ઇન્ડિયા રૃા. ૨.૧૦ વધીને રૃા. ૫૮.૨૦, એબીબી રૃા. ૨૩.૦૫, સિમેન્સ રૃા. ૧૪.૯૦ વધીને રૃા. ૬૬૫.૧૫, લક્ષ્મી મશીન રૃા. ૩૩.૯૦ વધીને રૃા. ૧૫૮૬.૨૦ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૨૨.૮૭ પોઇન્ટની છલાંગે ૯૨૨૭.૭૭ રહ્યો હતો.
ક્રુડના ભાવ ફરી વધી ૧૦૦ ડોલર છતાં ઓવરસોલ્ડ ઓટો શેરોમાં મોટું શોર્ટ કવરીંગ ઃ ટાટા મોટર્સ રૃા. ૧૩ વધ્યો
ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં પણ પાછલા દિવસોમાં ઊભી થયેલી ઓવરસોલ્ડ પોઝિશન આજે ટાટા મોટર્સની આગેવાનીમાં મોટાપાયે કવર થઇ હતી. ટાટા મોટર્સ રૃા. ૧૨.૬૫ ઉછળીને રૃા. ૨૩૪.૨૦, અપોલો ટાયર્સ રૃા. ૫.૯૦ ઉછળીને રૃા. ૮૪.૦૫, હીરો મોટોકોર્પનું ઇન્વેસ્ટમેન્ટ એકમ-કંપની સાથે મર્જરને મંજૂરી અને કંપનીની બે નવા મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ ગુજરાત, રાજસ્થાનમાં સ્થાપવાની અને આર એન્ડડી સેન્ટર ઊભુ કરવાની મેગા યોજનાએ શેર રૃા. ૮૦.૦૫ ઉછળીને રૃા. ૧૯૪૫.૭૫, બજાજ ઓટો રૃા. ૪૯.૮૦ વધીને રૃા. ૧૫૪૪, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨૦.૯૫ વધીને રૃા. ૬૭૫.૭૦, મારૃતી સુઝુકી રૃા. ૩૦ વધીને રૃા. ૧૧૦૮.૭૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૩૩૬.૬૯ પોઇન્ટની તેજીએ ૯૦૬૬.૬૮ રહ્યો હતો. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ યુ.એસ.માં સ્ટોક ઘટયાના આંકડા અને રીકવરીના આશાવાદે બ્રેન્ટ ક્રુડ ઓઇલના બેરલ દીઠ ૧.૪૫ ડોલર ઉછળીને ૯૯.૯૧ અને નાયમેક્ષ ક્રુડના ૧.૧૩ ડોલર વધીને ૮૫.૪૨ રહ્યા હતા. વ્યાજ દરો ઘટવાની હૂંફે પણ ઓટો શેરોમાં તેજી હતી.
રિઝર્વ બેંક ૧૮, જૂને સીઆરઆર, રેપો રેટ એક ટકો ઘટાડશે? બીઓબી રૃા. ૩૦, કોટક બેંક રૃા. ૨૨, સ્ટેટ બેંક રૃા. ૭૯ ઉછળ્યા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સુબીર ગોકર્ણેએ ક્રુડ ઓઇલના પાછલા સપ્તાહમાં ઘટેલા ભાવ સાથે ફુગાવો ઘટયો હોઇ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો શક્ય હોવાના પોઝિટીવ નિવેદને આજે સતત ત્રીજા દિવસે બેંકિંગ શેરોમાં તેજી આવી હતી. બેંક ઓફ બરોડા રૃા. ૩૦.૪૦ ઉછળીને રૃા. ૭૨૦.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૨૨ ઉછળીને રૃા. ૫૬૭.૯૫, સ્ટેટ બેંક રૃા. ૭૯.૨૦ વધીને રૃા. ૨૧૫૯.૪૫, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૨૫ વધીને રૃા. ૮૮.૯૫, એચડીએફસી બેંક રૃા. ૧૭.૫૫ વધીને રૃા. ૫૧૯.૩૫, યુનીયન બેંક રૃા. ૬.૩૫ વધીને રૃા. ૨૦૦.૬૦, એક્સીસ બેંક રૃા. ૩૦.૧૫ વધીને રૃા. ૧૦૨૦.૩૫, યશ બેંક રૃા. ૮.૪૦ વધીને રૃા. ૩૩૦.૭૫, પીએનબી રૃા. ૧૬.૪૫ વધીને રૃા. ૭૬૭.૭૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૬.૮૫ વધીને રૃા. ૮૦૭.૧૦, પંજાબ એન્ડ સિંધ બેંક રૃા. ૩.૩૫ વધીને રૃા. ૬૮.૩૦, જેએન્ડ કે બેંક રૃા. ૪૧.૮૫ વધીને રૃા. ૯૪૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૩૨૭.૪૭ પોઇન્ટ વધીને ૧૧૨૧૮.૭૮ હતો.
મેઘરાજાની સવારી આવી પહોંચતા એફએમસીજી શેરો લીવર, ડાબર, આઇટીસી ઉછળ્યા
ચોમાસાનું કેરળમાં આગમન થઇ જતાં અને વિલંબ છતાં વેધશાળાની ચોમાસું સફળ રહેવાની આગાહીએ આજે એફએમસીજી શેરોમાં પણ તેજી આવી હતી. બીએસઇ એફએમસીજી ઇન્ડેક્ષ ૧૩૧.૮૪ પોઇન્ટ ઉછળીને ૪૬૦૩.૫૦ રહ્યો હતો. ડાબર ઇન્ડિયા રૃા. ૪.૩૫ વધીને રૃા. ૧૦૬.૪૦, આઇટીસી રૃા. ૮.૩૦ વધીને રૃા. ૨૩૪.૧૫ યુનાઇટેડ સ્પિરીટ રૃા. ૩૪.૬૫ વધીને રૃા. ૬૧૯.૫૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૧૨.૦૫ વધીને રૃા. ૪૨૦.૧૫ રહ્યા હતાં.
ચીનની ધિરાણ નીતિ હળવી થવાના સંકેતે મેટલ શેરોમાં તેજી ઃ જિન્દાલ શેરો ઉંચકાયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા પણ ધિરાણ નીતિ હળવી કરવાના સંકેતે આજે યુરોપ- લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં તેજી આવી હતી. જિન્દાલ સ્ટીલ રૃા. ૧૯.૧૦ વધીને રૃા. ૪૩૨.૦૫, સ્ટરલાઇટ રૃા. ૩.૬૫ વધીને રૃા. ૯૩.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૨.૬૦ વધીને રૃા. ૬૨૬.૬૦, હિન્દાલ્કો રૃા. ૩.૩૫ વધીને રૃા. ૧૨૦.૫૦, ટાટા સ્ટીલ રૃા. ૧૧.૧૫ વધીને રૃા. ૪૦૯.૬૫ રહ્યા હતાં. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૮૭.૫૩ પોઇન્ટની છલાંગે ૧૦૧૩૫.૬૧ રહ્યો હતો.
રીયાલ્ટી શેરોમાં મંદી અટકી ઃ યુનીટેક, શોભા ડેવલપર્સ, પ્રેસ્ટિજ એસ્ટેટસ ઉછળ્યા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ફાસ્ટટ્રેક પર લાવવા વડા પ્રધાનની સક્રીયતા અને રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાએ રીયાલ્ટી શેરોમાં પણ મંદીને બ્રેક લાગી ઉછાળો આવ્યો હતો. યુનીટેક રૃા. ૧.૨૦ વધીને રૃા. ૨૨.૦૫, શોભા ડેવલપર્સ રૃા. ૧૫.૪૦ વધીને રૃા. ૩૧૩.૬૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૫.૨૦ વધીને રૃા. ૧૧૫.૦૫, એચડીઆઇએલ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૬૬.૪૫, ડીએલએફ રૃા. ૪.૯૦ વધીને રૃા. ૧૮૮.૧૫ ડીબી રીયાલ્ટયી રૃા. ૧.૭૫ વધીને રૃા. ૮૯.૨૫ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૪૧.૧૪ પોઇન્ટ વધીને ૧૫૯૩.૩૧ રહ્યો હતો.
માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૧.૩૦ લાખ કરોડનો ઉછાળો
સેન્સેક્ષના ૪૩૪ પોઇન્ટના ઉછાળા સાથે આજે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કુલ મળીને રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઇઝેશન આજે એક દિવસમાં રૃા. ૧.૩૦ લાખ કરોડ વધીને રૃા. ૫૮.૬૪ લાખ કરોડ પહોંચ્યું હતું.
માર્કેટબ્રેડથ પોઝિટીવ છતાં ખરીદીમાં સાવચેતી ઃ ૧૮૪૭ શેરો વધ્યા ઃ ૨૦૧ શેરોમાં મંદીની સર્કિટ
'એ' ગુ્રપ-ફ્રન્ચલાઇન શેરો સાથે સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ તેજી આવી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૬ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૮૪૭ અને ઘટનારની ૮૯૫ રહી હતી. ૨૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૨૬૯ કરોડ, ડીઆઇઆઇની રૃા. ૪૮૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૬૯.૨૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૩૩૧૦.૨૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૩૦૪૧.૦૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૪૮૯.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.
ઇસીબીની મીટિંગ પૂર્વે યુરોપના બજારોમાં તેજી ઃ નિક્કી ૧૫૨, હેંગસેંગ ૨૬૨ વધ્યા
યુરો ઝોનને કટોકટીમાંથી ઉગારવા હવે છેલ્લી ઘડીના પ્રયાસમાં યુરોપીય સેન્ટ્રલ બેંક (ઇસીબી) દ્વારા સાંજે મીટિંગમાં વ્યાજ દર મુદ્દે નિર્ણય સાથે સ્ટીમ્યુલસ પેકેજના સંકેત અને ઓસ્ટ્રેલીયામાં આર્થિક વૃદ્ધિ અર્થશાસ્ત્રીઓની આગાહીથી બમણી નોંધાતા યુરોપના બજારોમાં ૬૦થી ૧૦૨ પોઇન્ટની તેજી હતી. એશીયામાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૫૧.૫૩ પોઇન્ટ ઉછળીને ૮૫૩૩.૫૩, હોંગકોંગનો હેંગસેંગ ૨૬૧.૫૦ પોઇન્ટ ઉછળીને ૧૮૫૨૦.૫૩, તાઇવાન વેઇટેજ ૫૫.૭૦ પોઇન્ટ વધીને ૭૦૫૬.૧૫ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved