Last Update : 07-June-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭-૦૬-૨૦૧૨, ગુરૂવાર
જેઠ વદ ત્રીજ (વદ ચોથનો ક્ષય) સંકષ્ટ ચતુર્થી
સૂર્ય મૃગશીર્ષમાં- વાહન ગધેડો
જૈન આ. બુદ્ધિસાગરજી મ.સા.ની પૂણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મ રાશિ ઃ આજે સવારના ૯ ક. ૪૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે ત્યારપછી જન્મેલા બાળકની મકર (ખ. જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઉત્તરાષાઢા રાત્રે ૨ ક. ૪૨ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સંિહ, બુધ - મિથુન, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન ચંદ્ર સવારના ૯ ક. ૪૦ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે સં. ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ લીર્.ક.ૅજ. ૧૭
માસ- તિથિ- વાર ઃ જેઠ વદ ત્રીજ ને ગુરૂવાર (વદ ચોથનો ક્ષય છે.) સંકષ્ટ ચતુર્થી સૂર્ય મૃગશીર્ષમાં રાત્રે ૧૧ ક. ૨૩ મિ.થી વાહન ગધેડો છે બુધ આદ્રામાં જેઠ વદ ચોથનો ક્ષય છે. જૈન આચાર્ય બુદ્ધિસાગરજી મ.સા.ની પુણ્યતિથિ દિવસ ચૌદમાં બધી ધાતુના ભાવ વધે જલમાં ઉત્પન્ન પદાર્થ, નારિયેળ, બધા પદાર્થો, રૂ, સુતર, રેશમી કપડા, કપૂર, ચંદન સુગંધિત પદાર્થ, ચણા, ઘાસ અનાજમાં ભાવ વધે ! ચતુષ્પદને હાનિ ! પવન વધારે ફૂંકાય, બહુ વરસાદ થાય, નદીઓમાં પૂર આવવાથી મકાનો પડી જાય, ભાદરવામાં મોંઘવારી વધે.
ચંદ્રોદય (અ) રાત્રે ૧૦ ક ૧૨ મિ. (સૂ) ૧૦ ક. ૦૬ મિ. (મું) ઃ રાત્રે ૧૦ ક. ૦૩ મિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૪ રોજ દીન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સરકારી રાજકીય- ખાતાકીય કામ અંગે કોઈને મળવાનું થાય, ચર્ચા- વિચારણા થાય.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી- ધંધાના કામમાં પ્રગતિ થતી જાય, મિલન- મુલાકાતમાં પ્રગતિ જણાય.

 

મિથુન ઃ બજારોની વધઘટમાં નુકસાન થઈ જાય, લોભ- લાલચમાં જોખમી નિર્ણય કરવો નહિ, કમરમાં દર્દ-પીડાથી સંભાળવું.

 

કર્ક ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા ધર્મકાર્યથી અનુભવાય, નોકરી- ધંધાના, ઘર પરિવારના કામની ચંિતા ઉકેલાતા હળવાશ- રાહત રહે.

 

સંિહ ઃ ધર્મકાર્ય થાય, નોકરી- ધંધાના કામમાં પ્રગતિ જણાય, સફળતા મળે આવક થાય, પત્ની- સંતાનનું કામ થઈ શકે.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમે હળવાશ રાહત અનુભવો, ધંધો આવક થાય, ચંિતા- મુંઝવણ ઓછી થાય.

 

તુલા ઃ નિકટના સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા અનુભવાય, વાતવાતમાં વિવાદ થઈ જાય કે ગેરસમજ થાય, વ્યગ્રતા રહે.

 

વૃશ્ચિક ઃ નોકરી- ધંધાના, ઘર- પરિવારના કામ અંગે બહાર જવાનું થાય, ખર્ચ- ખરીદી થાય, જાહેર સંસ્થાકીય કામમાં ઘ્યાન રાખવું.

 

ધન ઃ આપના રોજીંદા કામમાં સાનુકૂળતા રહે, નોકરી- ધંધામાં આવક થાય, કુટુંબ- પરિવારના કામની વ્યસ્તતા ચંિતા રહે.

 

મકર ઃ આપના વિચારોમાં દ્વિધા- શંકા રહે તેમ છતાં તમારે સાંસારિક પ્રશ્નમાં, નોકરી- ધંધાના પ્રશ્નમાં સંતાનના પ્રશ્નમાં વ્યસ્ત રહેવું પડે.

 

કુંભ ઃ આવક કરતા ખર્ચ વધારે થવાથી નાણાંકીય ચંિતા મુંઝવણ અનુભવો, નોકરી ધંધામાં થોડામાં સંતોષ- આનંદ રહે.

 

મીન ઃ આકસ્મિક કોઈ ફાયદો લાભ થાય, તમે નોકરી ધંધાના કામમાં આવક પ્રાપ્ત કરી શકો. પરિવારનું કામ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૭-૦૬-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરુ થતું આપનું જન્મવર્ષ પુત્ર- પૌત્રાદિકના જીવન- ઘડતર માટે પ્રગતિ સફળતાનું રહે. આપના નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં ફેરફારીના સંજોગો ગતિમાન થાય. જીવનનો એક તબક્કો બદલાય ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજિક કામ થાય

વિશેષમાં - - આ વર્ષ આપના ભાગ્યોદયનું બની રહે જેમના જન્મના ગ્રહો બળવાન હશે તેમને વિશેષ સારી તક પ્રાપ્ત થાય લાભ મળે.

- નોકરી ધંધામાં તમારી મહેનતનું સ્થાન પ્રાપ્ત કરી શકો યશ- પદ- ધનમાં સુખ સંપત્તિમાં વધારો થાય, આત્મવિશ્વાસ વધે.

- શારીરિક માનસિક સ્વસ્થતા, તમારી સ્ફૂર્તિ, તાજગી કાયક્ષમતામાં વધારો કરાવે.

- સ્ત્રી વર્ગને પતિ- સંતાન- પરિવાર- પિયરપક્ષથી આનંદ રહે, ધર્મકાર્ય થાય, યાત્રા-પ્રવાસ થાય. - વિદ્યાર્થી વર્ગને ભણવામાં વર્ષ પ્રગતિકારક રહે. સારી વિદ્યાસંસ્થા પ્રાપ્ત થાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને એના મિત્ર ચંદુએ પૂછ્‌યું, ‘‘તુ પેલી છોકરીને જોવા ગયેલો એનું શું થયું પછી ? તને ગમી ? એની સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું?’’
‘‘અરે, ત્યાં સુધી વાત જ ક્યાં થઈ શકે તેમ હતું ?’’ લલ્લુએ જવાબ આપ્યો.
‘‘કેમ શું થયું ?’’ ચંદુએ પૂછવાનું ચાલુ રાખ્યું. ‘‘ન ગમી ?’’
‘‘ના એવું નથી,’’ લલ્લુએ કહ્યું, ‘‘એ તો મને કહે કે એને કનૈયાલાલ મુનશી, ઘૂમકેતુ, બક્ષી, બહુ જ ગમે છે અને કાલિદાસ તો એટલો બધો ગમે છે કે એની સાથે એ જાણે પ્રેમમાં પડી હોય એવું લાગે !... હવે તું જ કહે આવી ચારિત્ર્ય વગરની છોકરી સાથે હું કઈ રીતે વિવાહની વાત કરું ?’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved