Last Update : 06-June-2012, Wednesday

 

કાદરી બાપુની કાલ્પનિક આગાહીઓ !

 
રવિવારની પૂર્તિમાં તમે વાંચ્યું હશે કે આપણા પત્રકાર-કોલમિસ્ટ ભવેન કચ્છીને એક ચમત્કારી કાદરી બાપુએ કહેલું કે ‘‘તમારા કાન પાસેથી બુલેટ પસાર થઈ જશે પણ તમને ખબર પણ નહિ પડે!’’
જો એ બાપુ આજની હસ્તિઓને મળ્યા હોત તો કેવી કેવી અજાયબ લાગતી (અને છતાંય સાચી પડેલી) આગાહીઓ કરી હોત ?...
* * *
કાદરી બાપુએ બાબા રામદેવને કહ્યું હોત ‘‘બાબા, ભલે તમે દાઢી-મૂછો અને જટા વધારીને ફરતા હો, એક દિવસ તમારે બૈરાંનાં કપડાં પહેરીને ભાગવું પડશે !’’
* * *
શરદ પવારનું ત્રાંસુ થઈ ગયેલું જડબું જોઈને કાદરી બાપુએ આગાહી કરી હોત કે ‘‘વડીલ, આ તો કંઈ નથી. એક સરદારજી તમારા ગાલ પર એવો લાફો મારશે કે આખું ઈન્ડિયા જોશે !’’
* * *
કાદરી બાપુએ એન.ડી. તિવારીને નજીક બોલાવીને કાનમાં ધીમેથી કહ્યું હશે ‘‘મિસ્ટર, તમારા શુક્રાણુઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે એનું ઘ્યાન રાખજો! શક્ય છે કે એ લાખોમાંનું એક તમને સુપ્રિમ કોર્ટમાં લઈ જાય!’’
* * *
આર્મી ચીફ કે.વી. સંિહ જ્યારે ૨૯ વરસના હશે ત્યારે કાદરી બાપુએ ભેદી રીતે આગાહી કરી હશે કે ‘‘જવાન! બરોબર ૩૦ વરસ પછી તારાં ૩૧ વરસ વધી જશે...’’
* * *
મનમોહનસંિહ પણ જવાન હશે ત્યારે કાદરી બાપુએ એમને ખભે હાથ મુકીને સલાહ આપી હોત ‘‘સરદારજી! જિતના બોલના હો અભી-અભી બોલ લો... બાદમેં ૧૦ સાલ તક મુંહ નહીં ખોલ પાઓગે !’’
* * *
કેશુભાઈ પટેલને તો આજથી ૩૦ વરસ પહેલાં સમજાયું જ ના હોત કે કાદરી બાપુ કહેવા શું માગે છે? કારણ કે બાપુએ કહ્યું હોત ઃ ‘‘બાપા સાચવજો! પાછલી ઉંમરે તમે ‘ભયભીત’ થઈને કોઈ રાક્ષસનો ‘પોપટ’ શોધવા નીકળશો !!’’
* * *
રતન ટાટા આગળ કાદરી બાપુએ સાવ મોઘમ આગાહી કરી હોત ‘‘ડિકરા, દારૂ કે તાડીનો કોઈ વાંધો નથી, પણ ‘નીરા’થી આઘો રહેજે!’’
* * *
કાદરી બાપુને જો રાહુલ ગાંધી બાળપણમાં મળ્યા હોત તો રાહુલનો સોહામણો રાજકુમાર જેવો ચહેરો જોઈને બાપુએ આશીર્વાદ-કમ-શ્રાપ જેવી આગાહી કરી હોત કે ‘‘બેટા, તું ભારતનો સૌથી મોટી ઉંમરનો લોકપ્રિય કુંવારો બનીને જીવતો રહેશે...’’
* * *
- અને કંઈ કેટલાય વરસો પહેલાં કાદરી બાપુએ અમદાવાદની પોલીસને ચેતવણી આપી હોત કે ‘‘ભાઈઓ, જાગતા રહેજો! એક દિવસ એવો આવશે કે જ્યારે તમારે ‘નહીં થયેલી’ ચોરીઓના ચોર શોધવા નીકળવું પડશે !!’’
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved