Last Update : 06-June-2012, Wednesday

 
વિશ્વ-વિજેતા-નાથન્‌ આનંદ

આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની જીતનાં ઉજવણાં શમે એ પહેલાં શતરંજમાં વિશ્વનાથન્‌ આનંદના વિશ્વવિજયના સમાચાર આવ્યા. એ જુદી વાત છે કે આઇપીએલનાં પહેલા પાને મથાળાં બાંધનાર ઘણાંખરાં પ્રસાર માઘ્યમોએ વિશ્વનાથન્‌ આનંદની જીતના સમાચારોને રાબેતા મુજબ જ બહુ મહત્ત્વ આપ્યું નહીં. ક્રિકેટની રમતની ઘેલછાની સરખામણીમાં શતરંજ ઊર્ફે ચેસની રમતના રસિયા કેટલા હોય?

 

ક્રિકેટઘેલા દેશમાં શતરંજ કે બીજી કોઇ પણ રમત પસંદ કરવી, તેમાં આગળ વધવું, ટોચનું સ્થાન મેળવવું અને એ સ્થાને લાંબા સમય સુધી ટકી રહેવું- આ દરેક બાબત સ્વતંત્ર રીતે અશક્યની હદે અઘરી છે. પરંતુ વિશ્વનાથન્‌ આનંદ એ દરેકમાં સફળતા મેળવનાર અપવાદરૂપ ખેલાડીઓમાંના એક છે. ગયા સપ્તાહે વિશ્વનાથન્‌ આનંદ અને તેમના ઇઝરાઈલી હરીફ વચ્ચે ખેલાયેલી ફાઇનલ મેચ હકીકતમાં ટાઇબ્રેકર પ્રકારની હતી. અગાઉ પૂરા સમયની ૧૨ ગેમમાં આનંદ અને તેમના હરીફ બન્ને છ-છ ગેમ જીતી ચૂક્યા હતા. એટલે વિશ્વવિજેતાપદ નક્કી કરવા માટે ઓછા સમયની ચાર ગેમ રમાઇ. તેમાં જીત મેળવીને વિશ્વનાથન્‌ આનંદે વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો. આનંદની આ પાંચમી જીત છે.

 

કારકિર્દીના આરંભથી જ આનંદ પોતાની કાતીલ ઝડપ માટે જાણીતા છે. બાળપણમાં સાવ એક ઓરડાના ઘરમાં રહેતા આનંદ ઘણી વાર એકલા એકલા ચેસની પ્રેક્ટિસ કરતા હોય અને વચ્ચે વચ્ચે મમ્મી બજારમાં ધક્કોફેરો ખાવાનું કામ સોંપે એ પણ પૂરું કરતા હોય. છતાં તેમની એકાગ્રતા તૂટે નહીં. ચેસની દુનિયામાં પ્રવેશ પછી પણ તેમની ઝડપ એવી હતી કે સાડા ત્રણ કલાકની અવધિ ધરાવતી રમત તે માંડ એકાદ કલાકમાં તો આટોપી લે અને હરીફને મહાત કરી નાખે. એ ખાસિયતને લીધે ટાઇબ્રેકર મેચની ચાર ગેમમાં એક ડ્રો ગઇ અને બે ગેમ જીતીને આનંદે હવે તેમની આદત બની ચૂકેલો વિજય મેળવ્યો.

 

વિશ્વવિજેતા બનવા સુધીની આનંદની સફર લાંબી હતી. આ સિદ્ધિ પહેલી વાર તેમને ૩૦ વર્ષની વયે, વર્ષ ૨૦૦૦માં મળી. ત્યાર પછીનાં થોડાં વર્ષ સુધી તે વિશ્વવિજેતાપદ જાળવી શક્યા નહીં. પણ ૨૦૦૭માં ફરી તે એ સ્થાન મેળવી શક્યા. ભારત જેવા ક્રિકેટડૂબ દેશમાં વિશ્વનાથન્‌ આનંદ છેક ૧૯૮૭માં ભારતના પહેલા ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા, એ તેમની નોંધપાત્ર શરૂઆત હતી. એ વાતનાં પચીસ વર્ષ પછી પણ રમત માટે આનંદનો જોસ્સો કે રમતમાં એમની ધાર ઓછાં થયાં નથી. રશિયનોની બોલબાલા ધરાવતી ચેસની રમતમાં એક ભારતીય તરીકે આનંદ પોતાનો સિક્કો જમાવે અને વિશ્વભરના ખેલાડીઓમાં એમનો ચોથો ક્રમ ગણાતો હોય, તેની સરખામણી કરવી જ હોય તો રાહુલ દ્રવિડ જેવા કોઇ ક્રિકેટર સાથે જ થઇ શકે. ચેસવિશ્વમાં ૨૮૦૦ પોઇન્ટથી વઘુ મેળવવા એ સૌથી વઘુ સદી કે સૌથી વઘુ વિકેટના વિક્રમ જેવી સિદ્ધિ છે. હજુ સુધી ફક્ત ચાર જ ખેલાડીઓ ચેસમાં ૨૮૦૦થી વઘુ પોઇન્ટ મેળવી શક્યા છે. તેમાં બે રશિયાના, એક બલ્ગેરિયાનો અને ચોથા વિશ્વનાથન્‌ આનંદ છે.

 

ચેસની રમતમાં ભલે શારીરિક પ્રવૃત્તિ આવતી ન હોય, પણ તેના ખેલાડીઓ વિચારવાયુનો ભોગ બનીને ઘણી વાર એકાકી, અતડા કે વિચિત્ર વર્તણૂંક ધરાવતા બની જાય છે. આનંદ એ બાબતમાં અપવાદરૂપ ગણાય છે. રમતમાં અને રમત સિવાય પણ એ પોતાની શાલીન, સભ્ય વર્તણૂંક માટે અને હરીફો સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર માટે જાણીતા છે. મેદાની રમતોની જેમ ચેસમાં પણ ઉંમર વધે તેમ ચેમ્પિયનશીપ ટકાવી રાખવી અઘરી છે. તેમાં કોઇનાં રજવાડાં અમર તપતાં નથી. યુવાપ્રતિભાો સતત નીતનવા પડકારો સાથે ઊભરતી રહે છે. ચેમ્પિયનોની રમતનો અને તેમની ચાલનો અભ્યાસ કરીને, પૂરી સજ્જતા સાથે તેમને હંફાવવાની પૂરતી તકો ચેસમાં હોય છે. તેમ છતાં, વિશ્વનાથન્‌ આનંદ જેવા ખેલાડીઓ એમ હાર માની લેતા નથી. છેક ૧૯૯૮માં રશિયન ચેમ્પિયન ગેરી કાસ્પારોવે કહ્યું હતું કે નવી પેઢીના ખેલાડીઓ આનંદને સહેલાઇથી ઉખાડી નહીં શકે. એ જ કાસ્પારોવે હવે આનંદની રમતમાંથી જુસ્સો ઓસરી રહ્યો હોવાની ટીપ્પણી પણ કરી છે. છતાં, આનંદ એ તરફ ઘ્યાન આપ્યા વિના, સ્થિતપ્રજ્ઞતાપૂર્વક પોતાની રમત દ્વારા પોતાનો જવાબ આપી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved