Last Update : 06-June-2012, Wednesday

 

સરકાર પોતે જ ગંભીર દેખાતી નથી
પ્રજાની નજરે ફારસરૂપ કાળા નાણાં અંગે શ્વેતપત્ર

 

- રાજકીય પક્ષોને ચૂંટણી ભંડોળમાં બ્લેકમની મળે છે તે છૂપું નથી

 

બ્લેકમની અંગેના સરકારના શ્વેતપત્રને પ્રજા ફારસરૂપ એટલા માટે માને છે કે સરકાર પોતે જ બ્લેક મની બાબતે ગંભીર નથી. બ્લેકમની પર વ્હાઇટ ેપેપર એક પ્રકારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ સમાન બોલી ગયું છે. બ્લેકમની (કાળુ નાણું) માત્ર ભારતની ચંિતા નથી; વિશ્વના દરેક દેશો આ વાયરસથી પીડાય છે. ગેરકાયદે મેળવેલા નાણામાં ચીન પ્રથમ નંબરે છે તો ભારત તો ૧૫મા નંબરે છે. વિપક્ષો કહે છે કે, સરકારની દાનત બ્લેકમની અંગે ગંભીર નથી, તો બાબા રામદેવ જેવા કહે છે કે કાળા નાણાંના આ ધંધામાં રાજકારણીઓના હાથ કાળા છે જ્યારે પ્રજા કહે છે કે બ્લેકમનીના સૌથી મોટા સર્જક રાજકારણીઓ છે.

 

એક અંદાજ અનુસાર ૨૦૦૦થી ૨૦૦૯ દરમ્યાન ભારતમાંથી ૧૨૮ અબજ ડોલરનું કાળું નાણું વિદેશ તરફ મોકલાયું છે. આ અંગે બાબા રામદેવે તેમના દરેક યોગકોર્સમાં તેનો ઉલ્લેખ કરે છે અને જો આ કાળુ નાણું પાછું દેશમાં આવે તો શું થાય તેના લાભ બતાવે છે. પ્રજા પણ તેમની વાતો સાથે સંમંત છે. પ્રજા માને છે કે આ કાળુ નાણું પ્રજાના શોષણથી ઉભું કરાયેલું છે.

 

૨૦૦૦થી ૨૦૦૯ દરમિયાન ચીને ૨.૭૪ ટ્રિલિયન ડોલર કાળું નાણું બહાર રવાના કર્યું હતું. આ રકમની સરખામણી ભારત સાથે કરવામાં આવે તો ભારતના ૨૦૧૨-૧૩ના સંરક્ષણ બજેટ કરતાં તે ૭૦ ગણું વધારે છે. આશ્ચર્યની વાત તો એ છે કે કાળા નાણાંના સર્જક એશિયાઈ દેશો વઘુ છે અને તે નાણાં તે બહારની બેંકોમાં રોકે છે. વિકાસશીલ દેશોએ ૨૦૦૦- ૨૦૦૯ દરમ્યાન વિશ્વમાંના કાળા નાણાં પૈકી ૫૪.૭ ટકા કાળું નાણું સર્જ્યું છે અને અન્ય દેશોની બેંકોમાં સલામતી માટે ખસેડ્યું છે.

 

ઇન્ટરનેટ પર બ્લેક મની અંગે ઘણી માહિતી અપાઈ છે કેમ કે સ્વીસ બેંકમાં ભારતના ૨૯ ખાતાઓ છે જે આ યાદીમાં આમ તો કુલ ૨૦૦૦ નામો છે. તેમાંના મોટા ભાગના ભારતના લોકો ધરાવે છે. બે સીડીમાં તેને સમાવાયા છે. ભારતનું આ કાળું નાણું વાયા પાકિસ્તાન સ્વિત્ઝર્લેન્ડ પહોંચ્યું હતું. ૨૦૦૭થી આવી ડિપોઝીટ મોકલવી શરુ થઈ હતી. વીકીલીક્સે ભારતના બીજા ૯૮૫ ખાતાઓનો ઉલ્લેખ કર્યો છે. કાળા નાણાંનો મુદ્દો રાજકીય સ્તરે પણ ચગ્યો હતો ભાજપે આ મુદ્દો ઉઠાવીને સરકારને ભીંસમાં લીધી હતી. કાળા નાણાંને નાથવા ભારત સરકારે કશું જ કર્યું નથી એમ કહી શકાય એમ નથી. સ્વિત્ઝર્લેન્ડ અને જર્મની સહિત ૪૮ દેશો સાથે બ્લેકમની પાછા મોકલવાની પ્રોસેસ માટે સંમતિ સધાઈ છે સ્પેન સહિતના અન્ય ૪૨ દેશો પણ તેમાં જોડાયા છે. વડાપ્રધાન મનમોહનસંિહ તાજેતરમાં ય્-૨૦ ની બેઠકમાં ભાગ લેવા ગયા ત્યારે તેમણે સાથી દેશોને કહ્યું હતું કે, જે દેશમાં ભારતના સૌથી વઘુ બ્લેકમની રોકાય છે તેવી બેંકોએ આર્થિક ક્ષેત્રે ગુનાખોરી અટકાવવા બેંકના ખાતાની માહિતીની આપ-લે કરવી જોઈએ.

 

એક અહેવાલ અનુસાર ભારત અને ચીન વચ્ચે બેંકના ખાતાની માહિતી લેવાની સિસ્ટમ લગભગ બમણી બની ગઈ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતે ૧૯ જેટલા ડબલ ડેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટસ (ઘ્‌છછજ) જ્યારે ૧૭ ન્યુ ટેક્સ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટ (્‌ૈંઈછજ) પર ચર્ચા કરી હતી. જ્યારે હાલના ૨૨ જેટલા ઘ્‌છછજ પર ફેરમંત્રણા કરી હતી. ફાયનલ એક્શન ટાસ્કફોર્સ જેવી વૈશ્વિક ઇકોનોમીક બોડીના ફૂલટાઇમ સભ્ય બનીને ભારતે પોતાની બ્લેકમની સામેની લડતને મજબૂત બનાવી હતી. વિદેશ મોકલાતા કાળા નાણાં (બ્લેકમની) સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જેવી ટેક્સ એન્ફોર્સમેન્ટ એજન્સીને વઘુ મજબૂત બનાવી હતી. વિદેશ મોકલાતા બે નંબરી નાણાંને ઝડપી લેવા ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ઉભું કરવામાં આવ્યું છે. કમનસીબીભરી વાત તો એ છે કે અનેક કૌભાંડોમાં સરકારના પ્રધાનો અને સાથી પક્ષો સંડોવાયેલા છે. સત્તા પર રહેનાર રાજકારણી કે અધિકારી વર્ગ વત્તે ઓછે અંશે ભ્રષ્ટાચારથી પૈસા કમાય છે અને પછી તેને સગગેવગે કરે છે. બે નંબરી નાણાં મોટા પાયે ઉભા કરનારા વિદેશમાં પૈસા મૂકવાનું સલામત સ્થળ શોધતા હોય છે.

 

બ્લેક મની અંગેના વિવાદમાં ભડકો તો ત્યારે થયો હતો કે જ્યારે સ્વિસ બેન્કંિગ એસોસીએશને ભારતના નાગરિકોએ વિદેશમાં કરેલા રોકાણ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. જુલીયન અસાંજે વીકીલીક્સે પણ આ બ્લેકમની અંગે વિગતો આપી હતી. ભારતના બ્લેકમનીની વાત આવે એટલે આપણને માત્ર સ્વિત્ઝર્લેન્ડ યાદ આવે છે પરંતુ લક્ઝરબર્ગ, સીસીલીસ, મોરેશિયસ, મકાઉ વગેરેને પણ ભૂલવા ન જોઈએ. બ્લેકમની- કાળુ નાણું ઉભું થવાનો મુખ્ય સોર્સ ઝવેરાત, આઇપીઓ, રીયલ એસ્ટેટ, સોના- ચાંદી માર્કેટ અને એનજીઓ વગેેેરે મારફતે કાળુ નાણું ઉભું થાય છે. આપણે બ્લેકમની- કાળુ નાણું બે નંબરનો પૈસો વગેરેને એક સમાન ગણીએ છીએ. આવો પૈસો ક્રિકેટમાં મોટા પાયે ઉભો થાય છે.

 

સરકારને ખબર છે કે આ બે નંબરી નાણું ક્યાંથી ઉત્પન્ન થાય છે અને ક્યાં ફરે છે રાજકીય પક્ષો મોટી કંપનીઓ પાસેથી ચૂંટણી ભંડોળ તરીકે જે નાણું ઉઘરાવે છે તે બે નંબરનું હોય છે સરકાર કડક બનતી નથી કેમ કે ઘણાં કિસ્સામાં તેના હાથ બંધાયેલા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved