Last Update : 06-June-2012, Wednesday

 

શુક્રસંક્રમણનો ઉપયોગ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટે થાય છે

યુરોપમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા વિજ્ઞાાની પેરેલેક્સની માન્યતા મુજબ પૃથ્વી સપાટ છે અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ધાર્યા કરતાં ઘણું ઓછું છે

આજે સવારે તમે આ છાપું વાંચી રહ્યા હશો ત્યારે પૂર્વાકાશમાં એક એવો નજારો મળશે, જેને આ પૃથ્વી ઉપરના લોકો પોતાના જીવનકાળમાં ફરીથી જોઈ શકશે નહીં. આ નજારો શુક્રના સૂર્યસંક્રમણનો હશે. આકાશમાં સૌથી તેજસવી ગ્રહ તરીકે જોવા મળતો શુક્ર સૂર્યની બહુ નજીક હોય છે. શુક્રને પ્રેમ અને વાસનાનો ગ્રહ પણ માનવામાં આવે છે. તા. છઠ્ઠી જૂનની સવારે ભારતમાં સૂર્યનો ઉદય થશે ત્યારે તેના ઉપર એક નાનકડી કાળી ટીલી હશે. આ ટીલો શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થતો હોવાને લીધે જોવા મળશે. શુક્રની આ સ્થિતિ આપણને નરી આંખે લગભગ છ કલાક સુધી જોવા મળશે, પણ તેની સામે સાવ નરી આંખે જોવામાં જોખમ છે. પાણીની બાલદીના સૂર્યનું પ્રતિબિંબ ઝીલીને અથવા કાળા કાચનાં ચશ્મામાંથી સૂર્ય ભણી જોઈને આ વિરલ અવકાશી દ્રશ્યની મજા માણવા જેવી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે શુક્રના આ સંક્રમણનો ઉપયોગ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નક્કી કરવા માટે કરવામાં આવે છે.
શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થાય તેવી ઘટના દર ૨૪૩ વર્ષ ચાર વખત બને છે. છેલ્લે આપણને શુક્રનું સંક્રમણ ઈ.સ. ૨૦૦૪ ના જૂન મહિનામાં જોવા મળ્યું હતું. અત્યારે આપણે શુક્રસંક્રમણની જે કોઈ તસવીરો જોઈએ છીએ એ લગભગ ૨૦૦૪ની સાલમાં પાડેલી તસવીરો છે. હવે પછીનું શુક્રસંક્રમણ આપણને ઈ.સ. ૨૧૧૭ની સાલમાં જોવા મળશે, જે જોવા માટે આપણામાંના લગભગ કોઈ જીવતા નહીં હોય. ઈ.સ. ૨૧૧૭ પછી ફરીથી આઠ વર્ષ ઈ.સ. ૨૧૨૫માં ફરીથી શુક્રસંક્રમણ જોવા મળશે. શુક્રસંક્રમણની આગાહી પહેલવહેલી વખત જોહાનિસ કેપલરે કરી હતી. તેની આગાહી મુજબ યુરોપમાં ઈ.સ. ૧૬૩૧ની સાલમાં શુક્રનું સંક્રમણ થવાનું હતું. જોકે યુરોપમાં વાદળછાયા હવામાનને કારણે આ સંક્રમણ જોઈ શકાયું નહોતું. ત્યારબાદ ઈ.સ.૧૬૩૯ની સાલમાં ફરીથી શુક્રનું સંક્રમણ થયું હતું. આ વખતે યુરોના જેરેમિયા હોરોક્સ નામના ખગોળશાસ્ત્રીએ શુક્રના સંક્રમણનો ઉપયોગ કરીને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જાણવાની કોષિશ કરી હતી. જોકે વિજ્ઞાાનીઓએ પાછળથી જે ગણતરીઓ કરી તેમાં એને પાછળના વિજ્ઞાાનીઓએ કરેલી ગણતરીમાં લાખો કિલોમીટરનો તફાવત હતો.
ઈ.સ. ૧૬૩૯ પછી ૧૨૧.૫ વર્ષ ઈ.સ. ૧૭૬૧માં અને ત્યાર બાદ આઠ વર્ષે ૧૭૬૯માં શુક્રસંક્રમણની બે ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટનાઓને અગાઉની ઘટનાઓ કરતાં ક્યાંય વધુ ધ્યાનાકર્ષણ મળ્યું હતું. કેપ્ટન જેમ્સ કૂકે આ ઘટનાને વધુ સમય સુધી નિહાળવા માટે દરિયાનો લાંબો પ્રવાસ ખેડયો હતો. તેવી રીતે બીજા અનેક કાફલાઓ આ ઘટના નિહાળવા વિવિધ દિશાઓમાં ગયા હતા. કેપ્ટન જેમ્સ કૂકે આ ઘટના તાહિતી નામના ટાપુ પરથી નિહાળી હતી. આ સ્થળ આજે પણ 'વિનસ પોઈન્ટ' તરીકે ઓળખાય છે. શુક્રસંક્રમણનું નિરીક્ષણ કરીને વિજ્ઞાાનીઓએ માત્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જ નહીં પણ સૂર્યમાળાનું કદ પણ નક્કી કરવાની પદ્ધતિઓ વિકસાવી છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે તેને એક સોલાર યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાળાના બાકીના ગ્રહોના અંતરો સોલાર યુનિટમાં જ માપવામાં આવે છે.
ઈ.સ. ૧૭૬૧માં અને ૧૭૬૯માં શુક્રસંક્રમણનું નિરીક્ષણ કરીને ખગોળશાસ્ત્રીઓએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ૧૫.૩ કરોડ કિલોમીટર હોવાનો અંદાજ બાંધ્યો હતો. ઈ.સ. ૧૮૭૪ અને ૧૮૮૨ના શુક્રસંક્રમણનો ઉપયોગ કરીને આ આંકડો ૧૪.૯૬ કરોડ કિલોમીટર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને આંકડાઓ વચ્ચે આશરે ૩૪ લાખ કિલોમીટરનો ફરક હતો. ઈ.સ. ૧૮૮૨ પછીની શુક્રસંક્રમણની ઘટના ઈ.સ. ૨૦૦૪ માં જોવા મળી હતી. હવે આપણે તા. છઠ્ઠી જૂને આ ઘટના જોઈ રહ્યા છીએ. આ રીતે નજીકના ભૂતકાળમાં આ છઠ્ઠી વખત જ આપણે શુક્રસંક્રસક્રમણની ઘટના જોવાના છીએ. આ વખતે શુક્રસંક્રમણની આ ઘટના પૂર્વના પ્રદેશોમાં વધુ સમય દેખાવાની છે અને પશ્ચિમના વિસ્તારોમાં ઓછો સમય દેખાવાની છે. જપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં આ ઘટના વધુ સમય દેખાવાની છે. બ્રિટનમાં લગભગ સૂર્યાસ્ત થતો હશે ત્યારે શુક્રસંક્રમણ દેખાશે. ભારતના અમુક વિજ્ઞાાનીઓ અને ખગોળપ્રેમીઓ આ ઘટના નિહાળવા ચીનના શાંઘાઈ જવાના છે.
પૃથ્વીથી સૂર્યનું અંતર માપવા માટે સૂર્યસંક્રમણનો ઉપયોગ કરી શકાય તેવો વિચાર જોહનિસ કેપલરને આવ્યો હતો. પૃથ્વી ઉપરનાં જુદા જુદા સ્થળો ઉપરથી શુક્રસંક્રમણનું અવલોકન કરતાં ખ્યાલ આવે છે કે તે સૂર્ય ઉપર અલગ અલગ બિંદુએ દેખાય છે. શુક્ર દરેક સ્થળે સૂર્યની ડિસ્ક ઉપર એક સમયે સ્પર્શ નથી કરતો અને તેનો સૂર્યની ડિસ્કથી છૂટા પડવાનો સમય પણ એક નથી હોતો. આ અસરને કારણે બે રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપી શકાય છે. પહેલી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બીજી પદ્ધતિમાં શુક્રસંક્રમણ દરમિયાન કોઈ એક ચોક્કસ ક્ષણે પૃથ્વી ઉપરના બે બિંદુઓ ઉપરથી સૂર્યની તસવીરો ખેંચવામાં આવે છે. આ બે તસવીરોને આધારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની ગણતરી કરવામાં આવે છે.
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે, એ બાબતમાં વિજ્ઞાાનીઓ કાયમ અવઢવમાં રહ્યા છે. ઈસવી સન પૂર્વે ત્રીજી શતાબ્દીમાં થઈ ગયેલા વિજ્ઞાાની એરિસ્ટારેક્સ ઓફ સમોસના અંદાજ મુજબ ચન્દ્ર પૃથ્વીથી જેટલો દૂર છે તેના કરતાં સૂર્ય ૨૦ ગણો દૂર હતો. આજની ગણતરીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૮૦ લાખ કિલોમીટર અંતર હતું. ટોલેમી, કોપરનિક્સ અને ટાયકો બ્રાહેએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પૃથ્વીની ત્રિજ્યાના ૧૨૧૦ ગણું હોવાનું અનુમાન લગાવ્યું હતું. આઝની ગણતરીએ આ અંતર પણ આશરે ૮૦ લાખ કિલોમીટર જેટલું થતું હતું. જોહાનિસ કેપલરને લાગ્યું કે જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલું ઓછું હોય તો શુક્રસંક્રમણની જેમ મંગળસંક્રમણ પણ દ્રષ્ટિગોચર થવું જોઈએ. પૃથ્વી ઉપરથી કદી મંગળનું સૂર્યસંક્રમણ દેખાતું ન હોવાથી કેપલરે અંદાજ બાંધ્યો કે કોપરનિક્સના અંદાજ કરતાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ત્રણ ગણું વધુ અથવા ૨.૪૦ કરોડ કિલોમીટર હોવું જોઈએ. ઈ.સ. ૧૬૩૯માં એડમન્ડ હેલીએ દૂરબીનનો ઉપયોગ કરીને શુક્રસંક્રમણ નિહાળ્યું અને અંદાજ બાંધ્યો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૧૧.૧૦ કરોડ કિલોમીટર હોવું જોઈએ. હેલીએ આગાહી કરી હતી કે હવે પછી ઈ.સ. ૧૭૬૧ માં અને ૧૭૬૯માં શુક્રસંક્રમણ થશે. આ વખતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર વધુ ચોકસાઈથી ગણી શકાશે, એવી હેલીની ધારણા હતી.
ઈ.સ. ૧૭૬૧માં ફરીથી શુક્રસંક્રમણ થયું ત્યારે યુરોપના અનેક દેશોના સાહસિકો આ સંક્રમણ નિહાળવા સ્ટીમરો લઈને દુનિયાના જુદા જુદા ભાગોમાં પહોંચી ગયા. આ સંક્રમણ દિક્ષણ આફ્રિકા, ઉત્તર અમેરિકા અને હિન્દ મહાસાગરમાં અમુક જગ્યાએ જ દેખાવાનું હતું. આ મુસાફરી બહુ કઠિન હતી. અનેક વિજ્ઞાાનીઓ તો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચ્યા વિના રસ્તામાં જ માંદા પડીને મરી ગયા. બીજા અનેક પાછા યુરોપમાં આવીને બીમાર પડયા. આ વિજ્ઞાાનીઓ જ્યાં જાય તે સ્થળના અક્ષાંસ અને રેખાંશ બહુ ચોકસાઈથી માપે એ પણ બહુ જરૃરી હતુ.ં આ બાબતમાં પાંખા સંદેશવ્યવહારના જમાનામાં પણ વિવિધ દેશોના વિજ્ઞાાનીઓ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું. આ માટે વિવિધ દેશોને લશ્કરની પણ મદદ લેવામાં આવી હતી. મોટા ભાગના વિજ્ઞાાનીઓ બ્રિટીશ અને ફ્રેન્ચ હતા અને એ સમયે જ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના સાત વર્ષના યુદ્ધનો અંત આવ્યો હતો. આ લડાઈ છતાં બંને દેશોના ખગોળશાસ્ત્રીઓને એકબીજાના પ્રદેશોમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી હતી.
ઈ.સ. ૧૬૩૯થી લઈને ઈ.સ. ૨૦૦૪ની સાલ સુધીમાં શુક્રસંક્રમણના આધારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની જે ગણતરી કરવામાં આવી હતી એ એવી પૂર્વધારણાને આધારે જ કરવામાં આવી હતી કે પૃથ્વી દડા જેવી ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે. ઈસુની ઓગણીસમી સદીમાં બ્રિટનમાં થઈ ગયેલા ખગોળવિજ્ઞાાની પરેલેક્સનો એવો દાવો હતો કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે અને તે સૂર્યની આજુબાજુ ફરતી નથી. પેરેલેક્સે બ્રિટનની બેડફોર્ડ નહેર ઉપર પ્રયોગો કરીને પોતાના દાવાના પુરાવાઓ આપ્યા હતા. આ થિયરીના આધારે પેરેલેક્સે શુક્રસંક્રમણની પદ્ધતિથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ગણ્યું તો તે આજના વિજ્ઞાાનીઓની ગણતરી કરતાં બહુ ઓછું હતું. પેરેલેક્સના માનવા મુજબ સૂર્યનું કદ પણ પૃથ્વીના કદ કરતાં ઓછું છે, પણ તે નજીક હોવાને કારણે જે મોટા દેખાય છે. જોકે આજના વિજ્ઞાાનીઓ આ થિયરી સ્વીકારતા નથી.
શુક્રનો ગ્રહ ફરી એક વખત સૂર્ય સાથે યુતિ કરી રહ્યો છે ત્યારે આકાશમાં મિની સૂર્યગ્રહણ જેવું દ્રશ્ય જોવા મળશે. આ કારણે સૂર્યનો પ્રકાશ પણ આશરે છ કલાક માટે જરાક ઝાંખો થઈ જશે. ભારતનાં વિવિધ શહેરોમાં આ મિની સૂર્યગ્રહણ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિમિત્તે આપણી નવી પેઢી ફેસબુક અને ટ્વિટરમાંથી થોડોક સમય કાઢીને આકાશમાં નજર નાંખે એ પણ જરૃર છે. ટીવી, ઈન્ટરનેટ અને મોબાઈલમાં જે મજા છે તેના કરતાં અનેક ગણી મજા આકાશદર્શન કરવામાં છે એ વાત આજની નવી પેઢીને સમજાવવાની ખાસ જરૃર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved