Last Update : 06-June-2012, Wednesday

 
ગુજરાતના આર્ષદ્રષ્ટા લેખક રમણલાલ વસંતલાલ દેસાઈએ એમની નવલકથા ‘‘પ્રલય’’માં ૧૯૫૦માં જે ભાખેલું એ ગિલગીટનો કબજો ચીનને સોંપીને પાકિસ્તાન આપણા દેશ સામે સંરક્ષણનો મુદ્દો ઊભો કરી રહ્યું છે
- ગિલગીટ શું છે
- એનું લશ્કરી મહત્ત્વ કેટલું?
- ભારતને વઘુ ઘેરવાની ચીનની એક ચાલ
- આપણી સરકાર બેફીકર થઈને ઊંઘે છે!

ગુજરાતના એક આર્ષદ્રષ્ટિ લેખક રમણલાલ વસંતલાલ દેસાઇ થઇ ગયા. એમણે ૧૯૫૦માં ‘‘પ્રલય’’ નામની એક નવલકથા લખેલી. (એમણે કુલ નવલકથાઓ ૨૯ લખેલી અને એ જમાનામાં એમની પાત્રોના નામો પરથી ગુજરાતી મા-બાપો પોતાના સંતાનોના નામો પાડતા હતા. દા.ત. જયંત, શિરીષ, કોકીલા, પૂર્ણિમા વગેરે. એમણે નાટકો, ટૂંકી વાર્તા, કાવ્ય, નિબંધો, અભ્યાસો, સંશોધનો વગેરે થઇને કુલ ૭૯ પુસ્તકો લખ્યા છે. તેઓ ૧૯૫૪માં અવસાન પામ્યા ત્યારે એમની ઉંમર ૬૨ વર્ષ જ હતી.)
એ ‘‘પ્રલય’’ જેવી નવલકથા હજી સુધી ગુજરાતીમાં કોઇએ લખી જાણી નથી. પ્રલય નવલકથાની શરૂઆતથી જ એમણે ‘‘ત્રીજું વિશ્વયુઘ્ધ પૂરું થઇ ગયું છે’’થી કરી છે... એ તો ઠીક પણ આપણે જેનો સંદર્ભ લેવાનો છે એ ગિલગીટના પ્રદેશનો એમણે ચિતાર આપીને એનું લશ્કરી મહત્ત્વ દર્શાવેલું.
આ પ્રકારની નવલકથા ગુજરાતીમાં તો નહીં પણ કદાચ બીજી ભાષામાં પણ નથી.

 

આવા આપણા આર્ષદ્રષ્ટા લેખકે જેનો ઉલ્લેખ કર્યો છે એ ગિલગીટ આપણા દેશના સંરક્ષણનો એક મહત્વનો મુદ્દો બની ગયું છે. ગિલગીટ-બાલ્ટીસ્તાનનો પ્રદેશ કાશ્મીરની ટોચ ઉપર આવેલો પ્રદેશ છે. આપણને આઝાદી ૧૯૪૭માં મળી કે તરત જ પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કરીને જે ભાગ જીતી લીધેલો અને જેનો પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કરેલો એ ભાગમાં આ ગિલગીટ આવે.
ગિલગીટ એવા વ્યૂહાત્મક સ્થાન ઉપર છે કે એની ઉપર ચીન, રશિયા અને અમેરિકાની નજર મંડાયેલી છે. એની ઉપર પોતાનો જ કબજો રહે એવી કોશિષ એમની રહેતી. જાણીતી કારાકોરમની પર્વતમાળા આ ગિલગીટ- બાલ્ટિસ્તાનમાં છે. અગાઉ આ પ્રદેશ ભારત એટલે બ્રિટિશરો અને એ પહેલાં રણજીતસંિહ વગેરે શાસકો દ્વારા સુરક્ષિત હતો.

 

એ પછી પાકિસ્તાને એની ઉપર ૧૯૪૮થી ગેરકાયદેસર કબજો કર્યો. પાકિસ્તાને ચીન સાથેની દોસ્તી રાખવા તેમજ ચીન પાસેથી અણુવિજ્ઞાનની મદદ મેળવવા ચીનને પહેલાં ૧૯૭૮માં કારાકોરમ હાઇવે બાંધવા દીધો જે ચીને આટલી ઊંચાઇ પર આઘુનિક ટેકનીકનો ઉપયોગ કરીને બાંધેલો. એ રસ્તો બાંધેલો નહીં ત્યારે ચીનને મઘ્ય એશિયાના દેશોમાં જવું હોય તો સમુદ્રના રસ્તે ફરીફરીને જવું પડતું. એ જ રીતે મઘ્ય એશિયાના દેશોને ચીન જવું હોય તો દરિયાઇ માર્ગે ફરીફરીને જવું પડતું. એ રસ્તો ઘણો લાંબો પડતો હતો. એમાં મહિનાઓ લાગી જતા.
હવે આ માર્ગ ચીને બાંઘ્યા પછી થોડાંક જ દિવસોમાં જઇ આવી શકાય છે. અફઘાનિસ્તાનમાં કેટલાક વર્ષોથી યુઘ્ધ ચાલ્યા કરે છે ત્યારે બધા દેશો માટે ગિલગીટ બાલ્ટીસ્તાનનું મહત્ત્વ વધી ગયું છે.
વળી પાકિસ્તાનને ચીન અને ઉત્તર કોરિયામાંથી શસ્ત્રો લાવવાનું, અણુશસ્ત્રોની મદદ મેળવવાનું સાવ સુગમ થઇ ગયું છે. પાકિસ્તાને આ પ્રદેશ ઉપર કબજો મેળવ્યા પછી આપણે ભારતે મઘ્ય એસિયામાં જવું આવવું હોય તો બધા માર્ગો અટકાવી દીધા છે. જ્યારે બીજી તરફ ચીનને બલુચિસ્તાન તથા આરબ દેશો જવાનું પાકિસ્તાન થઇને સહેલું કરી દીઘું છે. બલુચિસ્તાનના ગ્વાદરમાં પાકિસ્તાને જે નૌકાદળનું નવું મથક ઊભું કર્યું છે એ ચીનની મદદથી તૈયાર કર્યું છે. એ બંદર ગલ્ફ ઓફ ઓમાનની નજદીક છે. એના બદલામાં ચીન પાકિસ્તાનને શસ્ત્રો પહોંચાડી રહ્યું છે જે આપણા માટે સાવચેત રહેવા જેવું અને જોખમી ગણાય.

 

આ ગિલગીટ-બાલ્ટીસ્તાનને પાકિસ્તાન પહેલાં ‘‘ઉત્તર વિસ્તાર’’ કહેતું હતું. પાકિસ્તાને ચીન પાસે અણુ વિજ્ઞાન અને અણુ શસ્ત્રો ઉપરાંત બીજી મદદો મેળવવાના બદલામાં ૧૯૬૩માં એનો ૫,૧૮૦ ચોરસ કી.મી. પ્રદેશ ચીનને સોંપી દઇને ગુંચવાડો વઘુ ગુંચવ્યો. કારણ કે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો હતો પણ પાકિસ્તાને લુચ્ચાઇ કરી. ચીનને એથી ભારતને અને પાકિસ્તાનને ઘેરવામાં અનુકૂળતા રહી.
ચીનનો જે હાઇવે તિબેટના લ્હાસા- કાશ્ગાર તરીકે અથવા ઝિનઝિયાંગ હાઇવે તરીકે જાણીતો છે એ ઝંિગઝિયાંગને તિબેટ સાથે જોડે છે. એ બન્ને વચ્ચેનું અંતર ૩,૧૦૫ કી.મી. છે. આ માર્ગ ઘણી ઊંચાઇ પર બાંધવાનો હોવાથી અને હવામાનની મુશ્કેલીઓના કારણે એ ૧૩૦૦ કી.મી. લાંબો કારકોરમ હાઇવે પૂરો બાંધતા લગભગ ૨૦ વર્ષ ચીન જેવાને લાગ્યા હતા.

 

૧૯૪૮થી પાકિસ્તાને આપણે આ જે પ્રદેશ ગિલગીટ- બાલ્ટીસ્તાન પચાવી પાડેલો એને હવે પાકિસ્તાન ચીનને પટ્ટા ઉપર વેચી દેવા તૈયાય થયું છે જે આપણા દેશ ભારત માટે નવું ભયજનક જોખમ ઊભું કરી શકે છે. કારણ કે ચીન અને પાકિસ્તાન બન્ને દેશો એનો ઉપયોગ ભારતની વિરૂઘ્ધ કરી શકે છે. એ પ્રદેશમાં ચીની સૈનિકોની હાજરી અત્યારથી થવા લાગી હોવાના અહેવાલ આપણા માટે ચંિતાજનક છે. ચીની લશ્કર ત્યાં બેરેકો બાંધી રહ્યું છે એને મનમોહન સરકારે ઉવેખવું નહીં જોઇએ અથવા હળવાશમાં લેવું જોઇએ નહીં. ચીની લશ્કરના સૈનિકો ત્યાં બીજા પણ બાંધકામ કરી રહ્યા છે.
અંગ્રેજો આ પ્રદેશના વ્યુહાત્મક મહત્ત્વને સમજતા હતા. એટલે એમણે એ પ્રદેશ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખેલું.

 

એ પ્રદેશમાં ચીનનું વર્ચસ્વ થવા લાગતા અમેરિકા પણ સજાગ થઈ ગયું છે. હમણાં આ પ્રદેશમાં ચીન અને પાકિસ્તાનના લશ્કરે સંયુક્ત કવાયત પણ કરેલી. ચીન આ ક્ષેત્ર ઉપર પોતાની મૂળભૂત પકડ રાખવા માંગે છે. એ દ્રષ્ટિએ જ તિબેટને ગિલગીટ સાથે જોડતો રેલવે માર્ગ પણ ચીન બાંધી રહ્યું છે. એ રેલ માર્ગ પાકિસ્તાનના રેલ માર્ગના નેટવર્કને જોડતો આગળ ગ્વાદાર સુધી જશે. ચીની સૈનિકોને સ્થાયીપણે રહેવા માટે એ પ્રદેશમાં રહેઠાણો (બેરેક) પણ બંધાઇ રહ્યા છે. ચીની સૈનિકો બાંધો, પૂલો, એક્સપ્રેસ વે અને બીજી યોજનાઓ પણ બાંધી રહ્યા છે.
ચીન અને પાકિસ્તાન બન્નેની નજર કાશ્મીર ઉપર છે. કાશ્મીર પચાવી પાડવા પાકિસ્તાન ૨૫-૩૦ વર્ષથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. એમાં ચીન પણ ભળ્યું છે પણ ચીન મુસત્દ્દીગીરી વાપરે છે. એ પાકિસ્તાનની પાછળ ઊભું રહીને એના ઓછાયે પોતાની રમત રમે છે. પાકિસ્તાન ખુલ્લો દુશ્મન છે જ્યારે ચીન છૂપો દુશ્મન છે.

 

ચીને આ સાથે તિબેટમાં મોટા પાયે લશ્કરની જમાવટ કરી છે. એ વિસ્તારમાં ચીને ૫૦,૦૦૦ કી.મી.ના રસ્તા બાંધી નાંખ્યા છે. દા.ત. આપણે નાથુલા જઇએ તો આપણી સરહદની વાડની પડખે જ ચીનની સરહદ અને ચીનના સૈનિકો હોય છે. નાથુલા સુધી જનારા ગુજરાતી કે બીજા પ્રવાસીઓ તેઓ સાથે હસ્તઘુનન કરે ત્યારે એની સરહદમાં નજર કરવામાં આવે તો... આપણા ત્યાંના રસ્તા ચીનની સરખામણીમાં ભિખારી જેવા લાગે. આપણા સૈનિકો ત્યાં ઊભા હોય એમનામાં જોમ લાગે પણ બિચારા લાચાર પણ લાગે.
આપણી ભાજપની બાજપેયીની સરકાર હોય કે કોંગ્રેસની મનમોહનસંિહ અથવા નરસંિહરાવની સરકાર હોય પણ ચીન સામે એ શંિયા વીયાં થઇ જાય છે. આપણી બધી જ સરકાર ચીનને વિરોધપત્ર લખીને સંતોષ માને છે. દા.ત. ચીને આપણી સરહદમાં અવારનવાર ધુસ મારી છે પણ આપણી એક પણ સરકારે કદી પણ એની સરહદમાં ‘‘જેવા સાથે તેવા’’ના ન્યાયે ધુસ મારી નથી કે કડક ભાષામાં ચેતવણી પણ આપી નથી. ચીને ૨૦૧૦માં ૨૨૮ વખત, ૨૦૧૧માં ૨૧૩ વખત અને ૨૦૧૨માં એપ્રિલ સુધીમાં ૬૪ વખત સરહદ ભંગ કરેલો છે. એ હિસાબે ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૫૦૦ વખત ચીને સરહદભંગ કર્યો છે.

 

ચીન પોતાના લશ્કરને ‘‘પીપલ્સ લાઈબ્રેશન આર્મી’’ ‘‘લોકમુક્તિ સેના’’ એવા છેતરામણા નામે ઓળખાવે છે. ચીનની એ ‘‘મુક્તિ સેના’’ એટલે લશ્કર લગભગ ૩૦,૦૦,૦૦૦ જેટલું આપણા બન્ને દેશ વચ્ચેની સરહદ ઉપર રાખે છે જે આપણા માટે ચંિતાનો વિષય છે પણ આપણી સરકાર એને હળવાશથી લે છે.
આપણા વડાપ્રધાન જેવા ‘‘સજ્જન’’ એટલે માસ્તર માટે ય નહીં અને ભણાવે નહીં એવા છે તો આપણા સંરક્ષણ પ્રદાન એ.કે. એન્થની એમના કરતાં ચાર આંગળા ચઢી જાય તેવા છે. ચીનના આ પગલાં સામે આપણા સંરક્ષણ પ્રધાન કહે છે કે, ‘‘આપણા સૈનિકો પણ સરહદ ઉપર ચોકી પહેરો કરે જ છે... એમાં શું?’’

 

જ્યારે ચીન દ્વારા કરાયેલા સરહદભંગને તેઓ ‘‘એમના સૈનિકો ભૂલથી ધુસી જાય છે’’ કહીને ચીનની વકીલાત કરે છે.
જ્યારે વાસ્તવિકતા એ છે કે... એમ કરીને ચીન આપણા પ્રદેશ ઉપર દાવો એ રીતે મજબૂત કરવા માંગે છે. દા.ત. ચીન લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, અરૂણાચલ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરેના ભાગો ઉપર પોતાનો દાવો કરતું રહ્યું છે. દા.ત. અરૂણાચલ પ્રદેશમાં ચીને ૨૦૧૧માં તવાંગના યાન્ગત્સે વિસ્તારમાં ૨૦૦ ફીટ લાંબી પથ્થરની દિવાલને આપણી સરહદમાં આવીને તોડી પાડેલી. જેનો ભારત સરકારે સખત વિરોધ કરેલો પણ એ દિવાલ પછી આપણા લશ્કરે ફરી બાંધી લીધેલી!

 

એ જ રીતે આપણા લડાખમાં પેન્ગોગ નામનું સરોવર છે જે વ્યૂહાત્મક સ્થળ ઉપર આવેલું છે. એમાં ચીન બોટો દ્વારા પેટ્રોલીંગ ૨૦૦૯ની સાલથી કરે છે અને આપણી સરકાર વિરોધપત્રો મોકલ્યા કરે છે જેને ચીન કચરા ટોપલીમાં ફેંકી દે છે.
એ જ રીતે ચીન તિબેટ અને સિક્કીમ વચ્ચેની ૨૦૬ કી.મી. લાંબી સરહદનો ભાગ પોતાનો હોવાનો દાવો કરે છે.

 

ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved