Last Update : 06-June-2012, Wednesday

 

ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ

- એલડી એન્જિ.ના સ્ટુડન્ટસ વિશાલ દવે અને પ્રિયમ વોરાએ ગંદા પાણીને ફિલ્ટર કરીને કઇ રીતે રી-યુઝ કરી શકાય તેના પર મોર્ડન ટેકનિક વિકસાવી છે.

આજે વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે છે.ત્યારે પર્યાવરણની વાતમાં વિશ્વ સામે સળગતો પ્રશ્ન છે પાણીનો. ધરતી પરનું માત્ર બે ટકા જ પાણી પીવાલાયક છે. આપણે જેટલું પાણી પીવા માટે વાપરીએ છીએ તેના કરતાં વઘુ પાણીનો બગાડ કરતાં હોઇએ છીએ. શહેરમાં એક વ્યક્તિ દિવસમાં ૧૬૦ લીટર પાણીનો વપરાશ કરતો હોય છે. જેમાંથી ૮૦ ટકા પાણી ઘરવપરાશ અને રોજંિદી ક્રિયાઓમાં વપરાતું હોય છે. આ વેસ્ટ વોટર જેને ‘સિવેજ વોટર’ તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે ઇન્ડિયામાં કોઇ ચોક્કસ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી નથી. આજે વોટર ફિલ્ટરેશનની ટેકનોલોજી કોસ્ટલી છે. પરંતુ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગના એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ વિશાલ દવે અને પ્રિયમ વોરાએ ગંદા પાણીને ફિલ્ટર કરીને કઇ રીતે રી-યુઝ કરી શકાય તેના પર મોર્ડન ટેકનિક વિકસાવી છે.
અમદાવાદથી ૪૦ કિમી દૂર આવેલું થોર લેક પક્ષી અભિયારણ છે. થોર લેક ૭ સ્કવેર કિમીમાં વિસ્તરેલું છે. થોર લેકમાં દેશ-વિદેશના પક્ષીઓ આવતાં હોય છે. પરંતુ આજે થોર લેકમાંથી પાણી ઘટી રહ્યું છે, થોર લેકની આસપાસના ગામડાંઓમાં તેના પાણીનો વપરાશ થઇ રહ્યો છે. થોર લેક માટે પાણીનો સોર્સ વરસાદ અને નર્મદા કેનાલ સિવાય બીજુ કંઇજ નથી, જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે કે અહીંનું પાણી ૩ ફૂટ કરતાં નીચુ જવું ન જોઇ, કે જેથી પક્ષીઓને તકલીફ પડે... પરંતુ થોર લેકની પાંચથી સાત કિમી વિસ્તારમાં આવેલાં ગામડાઓ પાઇપલાઇનો દ્વારા આ પાણીની ઉપયોગ સંિચાઇમાં અને રોજંિદા વપરાશમાં કરતાં હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે માસ્ટર ઇન એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી પ્રિયમ વોરાએ ગાઇડ ડૉ એન.એસ.વરંદાનીના અન્ડર હેઠળ અનોખું રિસર્ચ કર્યું છે. આજે એન્વાયર્મેન્ટના મેજર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે અને તેની અસર ગુજરાતના સરોવર પર થઇ રહી છે. આજે ગુજરાત સરકારે ગુજરાતના મુખ્ય સરોવરોને ટ્યુરીસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કર્યા છે ત્યારે ‘લેક કન્ઝર્વશન’નો પ્રશ્ન સતત સતાવતો રહે છે. પ્રિયમ દ્વારા ડેવલપ કરવામાં આવેલ ‘સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’થી થોર લેકની પાંચથી સાત કિમી વિસ્તારમાં આવેલા ગામડાંઓનું ગંદુ એક જગ્યાએ એકઠું કરીને તેને ફિલ્ટર કરીને થોર લેકમાં પાછું નાંખી શકાય છે. આ અંગે પ્રિયમ વોરા કહે છે કે ‘ઉનાળામાં થોર લેકનો આ વિસ્તાર સુકો બની જાય છે એટલા માટે અહીંના લોકલ પક્ષીઓ માટે સરોવરમાં પાણી નહીં હોવાથી મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલાં માટે મેં નવી સિવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ વિકસાવી છે. જેના દ્વારા આસપાસના ગામડાઓમાં વપરાતું પાણી એક જગ્યાએ એકઠું કરી ફિલ્ટર થયા બાદ તેને થોર લેકમાં પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે.’ જીટીયુ ઇનોવેશન કાઉન્સિલનો આ પ્રોજેક્ટ વોટર કન્ઝર્વેશન સાથે જોડાયેલો છે.
આજે ગુજરાતના મેજર સિટી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા... આ બધાં સિટી રોજે રોજ વિકસતાં જાય છે, ત્યાં દરરોજ નવી ટાઉન પ્લાનંિગ સ્કીમો મૂકાતી હોય છે. અને તેના દ્વારા મોટી બિલ્ડીંગો અને કોર્પોરેટ કલ્ચર વિકસી રહ્યું છે. આ કોંક્રિટ જંગલોના ડેવલપમેન્ટ પાછળ જે પાણીનો વપરાશ થઇ રહ્યો છે તેનો આંકડો એક સિટીના ટોટલ પોપ્યુલેશન કરતાં વધી જાય તેટલો છે. અને તેમના વપરાશ બાદ નીકળતું ગંદુ પાણી એક મોટી સમસ્યા છે. આ પાણીને સિટીમાં ડાયવર્ટ કરવું શક્ય નથી. આજે ફિલ્ટરેશનની ટેકનિકો જૂની અને પરંપરાગત ઢબે ચાલી આવતી સિસ્ટમો છે. પરંતુ એલ.ડી.ના એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં એમ.ઈનો અભ્યાસ કરતાં વિશાલ દવેએ નવી મોર્ડન ‘ઇલેક્ટ્રો કો એગ્યુલેશન’ સિસ્ટમ ગાઇડ એન.એસ.વરંદાની અને હુમા સઇદના અન્ડર હેઠળ ડેવલપ કરી છે. આ સિસ્ટમ દ્વારા વેસ્ટ વોટરને ફિલ્ટર કરી તેને વપરાશમાં લાવી શકાય તેવું મોડેલ વિકસાવ્યું છે. આજે જે ફિલ્ટરેશનની જે ટેકનિક છે અવેલેબલ છે તેના દ્વારા મોટા પ્રમાણમાં કચરો, ગંદકી અને ઘોંઘાટ વઘુ થતો હોય છે. પરંતુ વિશાલે તૈયાર કરેલું ફિલ્ટરેશન મોડેલ ઓછા ખર્ચમાં મોટા જથ્થામાં પાણીને ફિલ્ટર કરી આપે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved