Last Update : 06-June-2012, Wednesday

 

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે

 

- ગુજરાતીઓ અથાણાના બહુ શોખીન છે. મોટાભાગના લોકો સિઝન પ્રમાણે જમવાની સાથે અથાણું કે છુંદો લેવાનું વઘુ પસંદ કરે છે.

ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના ગુજરાતીઓના ઘરમાં કેરીનું અથાણું ના હોય એવું ભાગ્યેજ જોવા મળે. ઉનાળામાં કેરીનું ઉત્પાદન થતુ હોઇ હાલમાં કેરીના અથાણા બનાવવાની કામગીરી ચાલી રહી છે. કેરડાના અથણાની સિઝન બાદ કેરીનું અથાણું, મરચાનું અથાણું, લીંબુનું અથાણું વગેરે વારાફરતી બારેમાસ ઉત્પાદન થાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં અથાણાનું ઉત્પાદન કરતી ખાદી ગ્રામોઘ્યોગ ગાંઘીહાટ એક માત્ર ફેક્ટરી છે. જ્યારે અન્ય ચાર જેટલી પ્રાઇવેટ ફેક્ટરીઓ છે કે જે અથાણું બનાવે છે. પણ નવાઇની વાત એ છે કે, એક વર્ષમાં ગુજરાતીઓ દસ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે. ગુજરાતીઓમાં ગળ્યું અથાણું ખાવાનું પ્રમાણ વઘુ છે. જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ખાટું અથાણું વઘુ ખવાય છે. એટલું જ નહીં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આ અથાણું એટલું જ લોકપ્રિય છે.
ગ્રામોઘ્યોગ ગાંઘીહાટના મસાલા વિભાગના મેનેજર પી.બી.પ્રજાપતિ કહે છે કે, અમદાવાદમાં અમારી ફક્ત એક જ ફેક્ટરી છે કે જ્યાં અથાણાનું ઉત્પાદન કરવામાં આવે છે. એ સિવાય શહેરમાં ચાર જેટલી પ્રાઇવેટ ફેક્ટરીઓમાં પણ અથાણાનું ઉત્પાદન થાય છે. અથાણું વીસ પ્રકારનું હોય છે. જેમાં લસણનું અથાણું, લસણ-કેરી-આદુનું અથાણું, આદુ-હળદર-લીંબુનું ગળ્યું અથાણું, આદુ-હળદર-લીંબુનું ખાટું અથાણું, કેરી-ખારેકનું અથાણું, કેરનું ગળ્યું અથાણું, કેરીનું ખાટુ અથાણું, કેરીનો છુંદો, ગળ્યા લીંબુ, ખાટા લીંબુનું અથાણું, વઢવાણી મરચાનું અથાણું, લાલ મરચાનું અથાણું, ચણા-મેથીનું અથાણું, કેરી-ગુંદાનું અથાણું, કેરડાનુ અથાણું વગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ પ્રકારના અથાણા અમારી ફેક્ટરી સિવાય અન્ય ફેક્ટરીમાં પણ બને છે. જે સમગ્ર ગુજરાતમાં વેચાય છે. ફક્ત અમારી ફેક્ટરીમાંથી જ વર્ષે ઓછામાં ઓછુ દસ લાખનું ટર્નઓવર છે. જ્યારે અન્ય પ્રાઇવેટ ફેક્ટરીઓનું વર્ષે બેથી ચાર કરોડનું ફક્ત અથાણાનું ટર્નઓવર છે. વળી ગુજરાતીઓ અથાણાના બહુ શોખીન છે. એમ કહેવામાં કંઇ ખોટુ નથી કે ગુજરાતીઓ વર્ષે દસ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે. ખાસ કરીને ગુજરાતીઓ ગળ્યુ અથાણું વઘુ ખાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેરડાનું અથાણું વઘુ વપરાય છે. વળી કાચા કેરડા ખાવાથી ડાયાબીટીશના દર્દીને પણ રાહત મળે છે. જ્યારે તેનું અથાણું ખાવાથી વાના દર્દીને પણ ફરક પડે છે. જેને હૃદયરોગની તકલીફ છે તેવાં લોકો લસણનું અથાણું વઘુ પસંદ કરે છે. બારેમાસ વિવિઘ પ્રકારના અથાણા વપરાય છે. આ તમામ અથાણાને લૂઝ પેકીંગ, બરણી પેકીંગ, પાઉચ પેકીંગ વગેરેમાં પેક કરવામાં આવે છે. ૮૦ રૂપિયાથી ૯૫ રૂપિયે કિલોના ભાવે આ અથાણા મળે છે.
જ્યોતિબહેન મહેતા કહે છે કે, અમે બપોરે લંચ લઇએ કે પછી સાંજે ડિનર લઇએ અમે સાથે અથાણું કે છુંદો ખાવાનું પસંદ કરીએ છીએ. દરેક પ્રકારના અથાણા મારા રસોડામાં છે. હું ઓફિસ જાઉં કે મારા હસબન્ડ ઓફિસ જાય ત્યારે ટિફીનમાં પણ અથાણું કે છુંદો ના હોય એવું ભાગ્યેજ બને. વળી મારા સાસુને વા અને ડાયાબીટીશની તકલીફ હોવાથી અમે કેરડાનું અથાણું અને કાચા કેરડા પણ રાખીએ છીએ. વળી મારો દિકરો સિડની ખાતે અભ્યાસ કરે છે. જેથી એના માટે પણ અમે અહીંથી અથાણું પેક કરીને મોકલાવીએ છીએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved