Last Update : 06-June-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

મોદી-જોશી પોસ્ટર વૉર
નવી દિલ્હી, તા. ૫
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કટ્ટર હરીફ મનાતા સંજય જોષી વચ્ચેના મતભેદોએ વિચિત્ર વળાંક લીધો છે. અમદાવાદ અને દિલ્હી એમ બંનેની ઓફીસ બહાર પોસ્ટર યુધ્ધ શરૃ થયું છે. આ પોસ્ટરો પક્ષની ઓફીસ ઉપરાંત ભાજપના કેન્દ્રીય નેતાઓના ઘરની બહાર મુકવામાં આવ્યા હતા. આમતો આ મોદી વિરોધી જૂથનું કાવત્રું લાગે છે પરંતુ આ સંજય જોશી એમ કહે છે કે આ બાબતે મને કશી ખબર નથી. ભાજપના સીનીયર નેતાઓ કહે છે કે એન્ટી-મોદી નેતાઓ જેવું કશું જ નથી આ પોસ્ટરોમાં ક્યાંક ભાજપના સિમ્બોલ પણ છે. પક્ષના કાર્યકરો અને કેન્દ્રીય નેતાઓમાં જોશી પ્રત્યે મોટા પાયે સહાનુભૂતી છે. મોદીને ખુશ કરવા નીતિન ગડકરીએ જોશીને રાજીનામું આપવાની ફરજ પાડતાં આ લોકો અપસેટ છે. આ કાર્યકરો એવું પણ માનતા થયા છે કે જોશીના ખભે બંદૂક મુકીને આ લોકો મોદીને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
પોસ્ટર વૉર ક્યારે
શરૃ થયું ?
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ મોદી પ્રત્યે ૨૦૦૨ના હુલ્લડો બાદ નારાજગી વ્યક્ત કરી તે જાણીતી વાત છે. પોસ્ટરોમાં વાજપેઈનો ઉલ્લેખ છે. હકીકત એ હતી કે વાજપેયી, મોદીને મુખ્ય પ્રધાન પદેથી ખસેડવા માગતા હતા પરંતુ સંઘે માન્ય રાખ્યું નહોતું. તાજેતરની દિલ્હી મુલાકાત દરમ્યાન મોદીએ વાજપેયીને પણ મળ્યા હતા. વાજપાઈ સાથેની મીટીંગ બાદા પોસ્ટર વૉર ઉભી થઈ છે એમ મનાય છે.
આરએસએસ પક્કડ જમાવવા જાય છે
આરએસએસના મુખ્યપત્ર પંચજન્ય (હિન્દી) અને ઓર્ગેનાઈન્ટ (અંગ્રેજી) માં પણ મોદી અંગે બે મત દર્શાવ્યા છે. પક્ષના કેટલાક નેતાઓ માને છે કે પક્ષપર પોતાની પક્કડ જમાવવા આરએસએસ જાણી જોઈને આ પગલું ભર્યું છે. જ્યારે કેટલાક માને છે કે તંત્રી લેખની અસર કેવી થયા છે તે જોઈને ભવિષ્યનો એકશન પ્લાન તૈયાર કરવા આરએસએસનો પ્રયાસ છે. પક્ષના અંદરના વર્તુળો માને છે કે આ તબક્કે સંઘ મોદીથી બહુ ખુશ નથી. આ સૂત્રો કહે છે કે તેમણે મોદીને આ રીતે મેસેજ મોકલી આપ્યો છે કે સંસ્થાથી કોઈ મોટું નથી.
ભાજપ લાભ શોધે છે
બાબા રામદેવને ગડકરી પગે લાગ્યા તે એક નવો વિવાદ છે. ભાજપના નેતાઓને આ બંને વચ્ચેનું ગઠબંધન પસંદ નથી. રામદેવની નાણાંકીય લેવડ-દેવડ શંકાથી જોવાય છે અને તેમનો મદદનીશ સામે પણ આર્થિક ગેરરીતિનો તપાસ ચાલે છે ગયા વર્ષે ગડકરીએ જ્યારે અણ્ણા હજારેની ટીમને ટેકો જાહેર કર્યો ત્યારે પણ આવી જ સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ ગડકરીની નજીકના સૂત્રો કહે છે કે રામદેવ સાથેની નજીક રહેવાથી ભાજપને વિરોધપક્ષ તરીકે લાભ થશે. જ્યારે પ્રજા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારથી થાકશે ત્યારે તેમના તરફ વળશે એમ ભાજપ માને છે.
સન્યાસીને પગે લાગવામાં ખોટું શું ?
જો કે ભાજપના પ્રમુખ નીતિન ગડકરી જ્યારે બાબારામદેવને પગે લાગે ત્યારે પક્ષના વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. તેમની બીજા બે પગલાં જે સોનિયા ગાંધીના સંદર્ભ હતા તેનાથી પણ આશ્ચર્ય સર્જાયું હતું. બ્લેકમની સામેના આંદોલનમાં કશું ખોટું નથી એમ કહીને તેમણે સોનિયા ગાંધીના આક્ષેપોને વખોડયા હતા પરંતુ પછી તરતજ તે તેમના પુત્રના લગ્નનું આમંત્રણ આપવા પણ સોનિયાને મળ્યા હતા. રામદેવને પગે લાગવા બાબતે તેમના ટીકાકારોને તે કહે છે કે એમ સન્યાસીને પગે લાગવામાં ખોટું શું છે ?

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved