Last Update : 06-June-2012, Wednesday

 

૧૪ મહિના પછી ફરી ગેલ વિન્ડિઝ તરફથી રમશે
ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટેની વિન્ડિઝની ટીમમાં ગેલનું પુનરાગમન

વિન્ડિઝની વન-ડેની ટીમ મજબુત આજથી આખરી ટેસ્ટનો પ્રારંભ

બ્રીજટાઉન, તા. ૫
ગેલનો વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી અને એક ટ્વેન્ટી-૨૦ માટે જાહેર થયેલી ટીમમાં સમાવેશ કર્યો છે. આ સાથે ગેલ ૧૪ મહિના પછી ફરી તેના દેશની ટીમમાંથી રમશે.
ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી વેસ્ટઈન્ડિઝ ૦-૨થી હારી જ ચૂક્યું છે ત્યારે આવતીકાલથી શરૃ થતી આખરી ઔપચારિક ટેસ્ટમાં ગેલને રમવાનું નથી જણાવાયું. ગેલ આઈપીએલના સૌથી વિસ્ફોટક બેટસમેન તરીકે સફળ થયો હતો. તે એકલા હાથે જ મેચનું પાસુ પલટી નાંખવા સમર્થ હોઈ ઈંગ્લેન્ડ સામેની આમ ઈંગ્લેન્ડ તરફી જ થવાની શ્રેણીમાં એક આગવું આકર્ષણ અને રોમાંચ ઉમેરાયો છે.
તેવી જ રીતે આઈપીએલની ટ્વેન્ટી-૨૦ ઓવરના ફોરમેટમાં પણ ધુરંધર બેટસમેનોને બાંધી રાખનાર વેસ્ટઈન્ડિઝીય સ્પિનર સુનીલ નારાયણનો પણ સમાવેશ થવાથી ઈંગ્લેન્ડ એક પ્રકારની આતુરતાભરી ઈંતેજારી કરતુ હશે. નારાયણ આઈપીએલનો મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો.
૩૨ વર્ષીય ગેલ ૧૯૯૯થી વેસ્ટઈન્ડિઝ તરફથી રમે છે. ૨૨૮ વન ડે ઈન્ટરનેશનલમાં તેણે ૧૯ સદી ફટકારી છે. જે વિન્ડિઝના ક્રિકેટનો રેકોર્ડ છે. ગેલે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ તેમજ કોચ ગિબ્સનની એક રેડિયો ઈન્ટરવ્યુમાં ટીકા કરતા તેના પર શિસ્તભંગના પગલા લેવાયા હતા. ગેલે માફી નહીં માંગતા આ વિવાદ લંબાયો હતો. જમૈકાના વડાપ્રધાન પણ દરમ્યાનગીરી કરતા સમાધાન થયુ ંહતું. ગેલ છેલ્લે ૨૩ માર્ચ, ૨૦૧૧ના રોજ વર્લ્ડકપની મેચમાં વિન્ડિઝ તરફથી રમ્યો હતો. જેમાં પાકિસ્તાને વેસ્ટઈન્ડિઝને પરાજય આપ્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટે કેપ્ટન તરીકે સેમીને જ જારી રખાયો છે.
આઈપીએલમાં રમી ચૂકેલ ડવેન બ્રાવો, સેમ્યુલ્સ, પોલાર્ડ, રસેલ, ડવેન સ્મીથ પણ વન ડે ટીમમાં સમાવાતા વેસ્ટઈન્ડીઝની ટીમ ઈંગ્લેન્ડને પરેશાન કરી શકે તેવી મજબુત જણાય છે.

વન ડે શ્રેણીનો કાર્યક્રમ

જુન

 

 

૧૬

પ્રથમ વન ડે

સાઉથમ્પટન

૧૯

બીજી વન ડે

કેનિગ્સ્ટનઓવલ

૨૨

ત્રીજી વન ડે

હેડિંગ્લે

૨૪

ટ્વેન્ટી-૨૦

ટ્રેન્ટબ્રીજ

વેસ્ટ ઈન્ડિઝની વન ડે ટીમ ઃ
સેમી (કેપ્ટન)
ડવેન બ્રાવો (વાઈસ કેપ્ટન)
બ્રેસ્ટ
ડેરેન બ્રાવો
ચાર્લ્સ
એડવર્ડસ
ગેલ
નારાયણ
પોલાર્ડ
રામદીન (વિ.કી.)
રામપોલ
રસેલ
સેમ્યુલ્સ
ડવેન સ્મીથ
સિમોન્સ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved