Last Update : 06-June-2012, Wednesday

 
 

યુવરાજ ફિટનેસ મેળવી એકાદ મહિનામાં પુનરાગમન કરે તેવી શક્યતા
યુવરાજના ફેફસાંની નજીકનો કેન્સરવાળો ભાગ દૂર થઇ ગયોઃસીટી સ્કેન રિપોર્ટ

એનસીએમાં યુવરાજે બેટિંગ પ્રેક્ટિસ શરૃ કરી યુવરાજે કેન્સરની સારવાર અમેરિકામાં લીધી હતી

નવી દિલ્હી, તા.૫
કેન્સર સામેની સંઘર્ષપૂર્ણ લડાઇમાં વિજેતા બનેલા ભારતનો ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંઘ હવે બીમારીમાંથી સંપૂર્ણપણે સાજો થઇ ગયો છે. યુવરાજના તાજેતરના સ્કેનનો રિપોર્ટ ઉત્સાહજનક છે અને તેમાં જણાવાયું છે કે તેના ફેફસાની નજીક જે કેન્સરવાળો ભાગ હતો તે હવે સંપૂર્ણ દૂર થઇ ગયો છે. યુવરાજ હવે અગાઉના જેવી ફિટનેસ મેળવવાની નજીક પહોંચી ગયો છે અને તે જલ્દી ક્રિકેટમાં પુનરાગમન કરશે તેમ મનાય છે.
યુવરાજે તાજેતરમાં જ નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી અને ત્યાં ફિટનેસ મેળવવા માટે મહેનત શરૃ કરી હતી. તેણે એનસીએમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બેંગ્લોરમાં ગત સપ્તાહ દરમિયાન યુવરાજે ઇજામાંથી પરત ફરી રહેલા તેના મિત્ર ઇશાંત શર્મા સામે ચાર-ઓવરની મેચમાં પણ ભાગ લીધો હતો.
એનસીએમાં ભારતીય ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમે યુવરાજની ફિટનેસની ચકાસણી કરી હતી. હવે યુવરાજ ફરી વખત એનસીએમાં જઇને ફિટનેસ મેળવવા માટે મહેનત શરૃ કરશે તેમ મનાય છે.
એક અહેવાલમાં યુવરાજની નજીકના સુત્રોને ટાંકીને જણાવાયું છે કે, તેનો તાજેતરનો સ્કેન રિપોર્ટ સોમવારે સવારે જ આવ્યો હતો અને તેના ઉત્સાહજનક પરિણામથી પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.
છેલ્લે યુવરાજ પર ત્રણ મહિના પહેલા અમેરિકામાં સ્કેન થયું હતુ અને હાલના સ્કેનના પરિણાંમો દર્શાવે છે કે યુવરાજની હાલતમાં ઘણો બધો સુધારો થયો છે. યુવરાજને છાતીમાં ફેફસાંની બાજુમાં કેન્સર હોવાનું નિદાન થયું હતુ. જે પછી તે પરિવાર સાથે સારવાર માટે અમેરિકા જતો રહ્યો હતો. યુવરાજને અમેરિકામાં ત્રણ તબક્કાની કીમોથેરાપીથી સારવાર આપવામાં આવી હતી.
કિમોથેરાપીને કારણે યુવરાજના માથાના વાળ પણ જતાં રહ્યા હતા. જો કે તેણે સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જે પછી યુવરાજ રિહેબીલીટેશન માટે લંડન જતો રહ્યો હતો. જ્યાં થોડો સમય ગાળ્યા બાદ તે સ્વદેશ પરત ફર્યો હતો. ભારતમાં તેનું ભારે જોશ અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુ.
યુવરાજે તેના સંઘર્ષમાં સાથ આપનારા તમામનો આભાર પણ માન્યો હતો. જે પછી આઇપીએલમાં પણ પુણે વોરિયર્સનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. તેણે સ્ટેડિયમમાં આવીને એકાદ-બે શોટ ફટકારીને ચાહકોને ખુશ કરી દીધા હતા.
જો કે તેણે સ્પષ્ટ કર્યું હતુ કે, કેન્સરની સારવાર બાદ તે પુનરાગમન કરવામાં ઉતાવળ નહીં કરે. તે સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા બાદ જ મેદાન પર પરત ફરશે.
સુત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, યુવરાજે તે ટુંકી મેચમાં બેટિંગ અને બોલિંગ બંને કરી હતી.
જેમાં તેણે ઇશાંતની બોલિંગમાં સાત છગ્ગા પણ ફટકાર્યા હતા. સારવાર બાદની આ યુવરાજની સૌપ્રથમ મેચ હતી. તેની હાલતમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે અને ટુંક સમયમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવા જેટલી ફિટનેસ મેળવી લેશે તેમ મનાય છે.
યુવરાજ નિયમિત રીતે યોગ કરી રહ્યો છે અને જિમમાં પણ તે સખત મહેનત કરે છે. સૂત્રો એમ પણ જણાવે છે કે તે ફિટનેસ મેળવવાની ખુબ જ નજીક છે અને કદાચ એકાદ મહિનામાં તે રાષ્ટ્રીય ટીમમાંથી રમવા માટે તૈયાર થઇ જશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved