Last Update : 06-June-2012, Wednesday

 

રેલવે પાર્સલ અને સામાનના દરમાં તાત્કાલિક અસરથી ૨૫ ટકાનો વધારો

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૫
રેલવેએ ભાડામાં કરેલા વધારાના બે મહિના વિત્યા બાદ પાર્સલ અને લગેજ ચાર્જમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારો તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે. જોકે રેલવેના આ પગલાથી ફુગાવાને પ્રોત્સાહન મળશે તેમ નિષ્ણાતો માને છે.
રેલવેએ લગેજ ચાર્જમાં કરેલા આ વધારાથી ચાલુ વર્ષે રૃા. ૩૭૦ કરોડની વધારાની આવક થશે તેવી ધારણા છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન રેલવેને પાર્સલ સેવામાંથી ૧૬૦૦ કરોડની આવક થઇ હતી.
આ સંદર્ભે રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે પાર્સલ સેવાના દરમાં છ વર્ષ બાદ વધારો કર્યો છે. અમે પાર્સલ સેવાની આવક (ટેરીફ)ના માળખામાં ફેરફાર અને આધુનિકરણ માટે આ ફેરફાર કર્યો છે. અને પાર્સલ સેવાના ચાર્જમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે ૧લી જુનથી અમલી ગણાશે. પાર્સલ સેવાના દરમાં છેલ્લે વર્ષ ૨૦૦૬માં વધારો કરાયો હતો.
પાર્સલ સેવાના આ નવા દરો છાપા મેગેઝીન સહીત તમામ સામાનને લાગુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રેલવેએ તેના મુસાફર ભાડામાં માર્ચ મહિના દરમ્યાન ૨૦ ટકાનો વધારો કર્યો હતો.
પાર્સલ સેવાના ભાવ વધારાને વ્યાજબી ઠરાવતા રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આપણા પાર્સલ સેવાના દરો ઘણા નીચા હતા.
મુસાફર ભાડા અને પાર્સલ સેવાના દરોમાં તુલનાત્મક દ્રષ્ટિએ થોડું સામ્ય જળવાય તે પણ જરૃરી છે.
રેલવેની પાર્સલ સેવામાં સામાન્ય રીતે ટાયર, છાપાઓ સામયીકો, દવાઓ, ખાદ્યાન્ન અને કઠોળ તેમજ લોટ વગેરેનું પરીવહન કરવામાં આવે છે.
જોકે પાર્સલોના દરમાં કરવામાં આવેલો વધારો ખાસ પાર્સલ સેવા માટેની રેલવે (માલગાડી)ને લાગુ પડશે નહીં. દેશમાં હાલ ૧૯ ટ્રેન ખાસ પાર્સલ સેવા માટે દોડે છે.
જ્યારે પાર્સલ સેવાના દરના પણ ત્રણ વિભાગ છે. સ્ટાન્ડર્ડ, પ્રિમીયમ અને રાજધાની જેમાં સ્ટાન્ડર્ડ દરનો સામાન એક્સપ્રેસ સીવાયની ટ્રેનો માટે, પ્રિમીયમ એક્સપ્રેસ ટ્રેન માટે જ્યારે રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં જતા માલને રાજધાની પાર્સલસેવા રેટ લાગુ પડે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved