Last Update : 06-June-2012, Wednesday

 

હવે ૧૦૫ વર્ષ પછી આવી ખગોળીય ઘટના સર્જાશે
આજે જીવનમાં એક જ વાર જોવા મળે તેવી સૂર્ય-શુક્રની યુતિ

દૂરબીનની શોધ પછી આ પ્રકારની સાત જ ઘટનાઓ બની છે યોગ્ય સોલર ફિલ્ટરથી આ ઘટના નિહાળવી આંખ માટે સલામત

અમદાવાદ, તા.૫
તા.૬ જૂનની સવારે અદ્ભુત ખગોળીય ઘટના બની રહી છે. જે હવે પછી ૧૦૫ વર્ષ બાદ જોવા મળવાની છે. તે છે સૂર્ય-શુક્રની પીધાન યુતિ એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી શુક્ર પસાર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ આ યુતિ કુદરતી ઘટનાઓ માટે મહત્ત્વની બની રહેશે. જેની અસર આગામી ત્રણ મહિના સુધી પણ રહેશે. જેમાં વૃષભ રાશિમાં ચાર ગ્રહો રહેતા અર્થાત્ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, જે અશુભ બની રહે છે. લૌકિક જીવનમાં રહેતા લોકોએ આ સમયમાં કુળદેવીની ઉપાસના કે માતાની સેવા કરવી જોઇએ. જેથી નિષેધક અસરથી બચી શકાય.
આ જે ખગોળીય ઘટના બની રહી છે, તે વર્ષ-૨૧૧૭ સુધી ફરીથી જોવા નહીં મળે. ઉપરાંત વર્ષ-૧૬૦૮માં દૂરબીનની શોધ થઇ તે પછી આ પ્રકારની માત્ર સાત જ ઘટનાઓ બની છે. આપણે પૃથ્વી ઉપરથી જોઇએ છીએ તેમ માત્ર બુધ અને શુક્રનું સંક્રમણ જ શક્ય છે. દરેક સદીમાં બુધનાં ૧૩ સંક્રમણ જ શક્ય બનતા હોય છે. આનાથી વિરુદ્ધ શુક્રનું સંક્રમણ એક સદી કરતાં પણ વધુ સમય પછી થાય છે. આ ઐતિહાસિક ખગોળીય ઘટનાથી સૂર્યથી પૃથ્વી સુધીનું અને પરિણામ સ્વરુપ અને અન્ય ગ્રહોનું અંતર માપી શકાશે. સાથે જ પૃથ્વી અને શુક્રની લાક્ષણિકતાઓ અને તેની માહિતી મળી રહેશે.
ગુજરાત સાયન્સ સિટીના સિનિયર સાયન્ટિસ્ટ નરોત્તમ સાહૂએ જણાવ્યું કે આપણે આ સૂર્ય-શુક્ર સંક્રમણનું સલામત નિરીક્ષણ કરી શકીએ છીએ પરંતુ યોગ્ય સોલર ફિલ્ટર વડે આંખોને સુરક્ષા આપવી જરુરી બનશે. આ માટે તમે કોઇપણ પદ્ધતિ અપનાવો. પણ સૂર્ય તરફ સીધુ તાકી રહેશો નહીં. તૂટક-તૂટક જોતા રહીને આંખોને આરામ આપો. ચશ્માનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેનાથી આંખોને પૂરતું રક્ષણ મળતું નથી.
આ ઘટનાની જ્યોતિષશાસ્ત્રીય અસર અંગે જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે તા.૬ જૂનનાં રોજ સૂર્ય-શુક્રની પીધાન યુતિ થઇ રહી છે. હવે તે ૧૦૫ વર્ષ પછી જોવા મળશે. એટલે કે જીવનમાં એક જ વખત જોવા મળે તેવી આ દુર્લભ ઘટના બની રહી છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ પીધાન યુતિ વૃષભ રાશિમાં જ થઇ રહી છે. એટલે કે વૃષભ રાશિમાં સૂર્ય-શુક્રની સાથે ગુરુ-કેતુ હોવાથી જે ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, જે કુદરતી આફતો નોતરી શકે છે. જેની અસર હજુ પણ ત્રણ મહિના સુધી રહી શકે છે.
તેમણે કહ્યું કે આ સૂર્ય-શુક્રની પીધાન યુતિને કારણે કુદરતી આપત્તિઓની હારમાળા સર્જાઇ શકે છે. તેમાં પણ ધરતીકંપ, અતિવૃષ્ટિ, સમુદ્રી ભૂકંપ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, માનવ-પ્રાણીઓની હાનિની શક્યતાઓ વધી જાય છે.આ સમયગાળા દરમિયાન શુક્ર પ્રધાન પ્રદેશોમાં સારો વરસાદ થશે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિસ્તારો જ્યાં ઓછી ઉપજ હોય છે ત્યાં પણ આ વર્ષે સારો વરસાદ પડશે. સાથે જે પણ લોકો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, તેઓને ફાયદો થશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved