Last Update : 06-June-2012, Wednesday

 

મુંબઇની જાહેર સભામાં ઉચ્ચારણો
ઇન્દીરાએ ઘણાં પાપ કરેલાં એવા મોદીના વિધાનથી વિવાદ

પૂર્વ ભારતમાં બાઇબલ મુજબ શાસનનું વચન આપ્યું હતું ઃ કોંગ્રેસે મોદીની ટીકા કરી

મુંબઈ, તા. ૫
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અંગે આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ઇન્દિરા ગાંધીની બિન સાંપ્રદાયિક છબિ પર પ્રહાર કરતાં મોદીએ મુંબઇ ખાતે જણાવ્યું હતું કે, 'ઇન્દિરા ગાંધીએ ઘણા પાપો કર્યા હતા તેમાંથી એક વિશે હુ વાત કરીશ. ઉત્તર પૂર્વમાં તેઓ ચૂંટણી લડી રહ્યા હતાં ત્યારે કોંગ્રેસ પક્ષે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે પક્ષ જીતશે તો તેઓ બાઇબલ જેવા નિયમો અમલમાં મુકશે.
દેશ ચલાવનારાઓ તરફથી આવું નિવેદન થશે તેના કલ્પના પણ કરી શકાય ખરી ? તે સમયે કોઇએ તેમની બિનસાંપ્રદાયિકતા પર સવાલ ઉઠાવ્યો નહોતો.' મોદીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના પ્રવકતા રશિદ અલ્વીએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી અંગે મોદીની ટિપ્પણીઓ કમનસીબ છે. સમગ્ર વિશ્વ ઇન્દિરા ગાંધીનો આદર કરે છે.
નરેન્દ્ર મોદી એ કરેલા ઇન્દિરા ગાંધી પરના પ્રહારોના કોંગ્રેસમાં ઘેરા પડઘા પડયા છે. જો કે બાઇબલ મુજબના નિયમો લાગુ કરવાનું વચન ઇન્દિરા ગાંધીએ આપ્યું હોવાનું કહ્યું નથી તેવી સ્પષ્ટતા આજે ગુજરાતના મુખ્ય પ્રધાને કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંગ્રેજો સામેની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લેનારા ભૂતપૂર્વ લડવૈયાઓનો ઘણો સમૃદ્ધ ઇતિહાસ છે પણ આઝાદી પછી તેમનો કયારેય આદર થયો નથી.
રાષ્ટ્રીય સ્તરે ભાજપમાં મહત્વ મેળવનારા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહની પણ ટીકા કરી હતી. તેમણે આરોપ મુકયો હતો કે તેઓ ડોલર સામે રૃપિયાને નબળો પડતો અટકાવવામાં નિષ્ફળ ગયા છે. ૧૯૯૧માં નાણા પ્રધાન બન્યા બાદ સિંહે ઉત્તર પૂર્વમાં યુરેનિયમની તપાસ માટે બજેટમાં જોગવાઈ થતી અટકાવી હતી. ૧૯૯૧ પહેલા બજેટમાં આ જોગવાઈને સ્થાન હતું. અણુ ઉર્જાને સલામત અને આર્થિક રીતે પરવડે તેવી ગણવામાં આવે છે અને દેશમાં માત્ર ઉત્તર પૂર્વમાં જ યુરેનિયમ ઉપલબ્ધ છે. ઉત્તર પૂર્વ માટે યુપીએ સરકારે કોઇ વિકાસ યોજના હાથ ધરી ન હોવાનું કહી મોદીએ ઉમેર્યું હતું કે એનડીએના શાસનમાં આ ક્ષેત્ર માટે અલગ મંત્રાલય ઉભું કરાયું હતું. વાજપેઈ સરકાર ટકી હોત તો ઉત્તર પૂર્વને દેશની મુખ્ય ધારામાં ભેળવવાનું સરદાર પટેલનું અધુરું સ્વપ્ન જરૃર પુરું થયું હોત. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર સરહદીય વિસ્તારના વિકાસ પ્રત્યે ઉદાસીનતા રાખવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે સરકારનું આવું વલણ હોનારતને આમંત્રણ આપશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved