Last Update : 06-June-2012, Wednesday

 

ગેરકાયદે રોકાણ કરનારી ૨૬૮ સહકારી બેન્કો સામે પગલાં લેવામાં
સરકારની નિષ્ક્રિયતાથી માધુપુરામાં સહકારી બેન્કોએ ૬૧૫ કરોડ ગુમાવ્યા

કલમ ૭૧નો ભંગ કરીને રૃા. ૮૦૦ કરોડનું રોકાણ કરનાર ૨૬૮ સહકારી બેન્કોના મૅનેજમેન્ટ સામે સરકારે કોઈ પગલાં ન લીધાં

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
માધુપુરા બૅન્કમાં સહકારી રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લીધા વિના જ અંદાજે રૃા. ૮૦૦ કરોડનું રોકાણ કરનારી રાજ્યની ૨૬૮ જેટલી સહકારી બૅન્કોએ ગેરકાયદે રોકાણ કર્યું હોવાનું સરકાર જાણતી હોવા છતાંય સહકારી બૅન્કના જવાબદાર ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સામે કોઈ જ પગલાં ન લઈને ગુજરાતની પ્રજાના રૃા. ૬૧૫ કરોડ ખાડે જવા દીધા છે. જવાબદાર સહકારી બૅન્કના ચૅરમૅન અને મૅનેજમૅન્ટ સામે આ માટે સહકારી કાયદાની કલમ ૯૩ અને ૮૬ હેઠળ તપાસ કરાવીને જવાબદારી નક્કી કરી તેમની મિલકતો ટાંચમાં લઈને રકમ વસૂલ કરવા જરૃરી હતી.
પરંતુ સરકારે તેમની સામે પગલાં લેવા દેવાને બદલે તેમને તેમની પોતાની અંગત મિલકતો વેચીને જવાબદારીમાંથી છટકી જવાનો રસ્તો કરી આપ્યો હોવાના અને સહકારી બૅન્કના થાપણદારોના નાણાં ડૂબવા દીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આયોજન પંચના ઉપાધ્યક્ષ સૂર્યકાન્ત આચાર્યએ પણ ૧૧મી જૂન ૨૦૦૨ના પત્ર લખીને જણાવ્યું હતું કે સહકારી કાયદાની કલમ ૭૧નો ભંગ કરીને રોકાણ કરનારી બૅન્કો સામે સરકાર પગલાં ન ભરતી હોવાની રજૂઆત કરતી અરજી ડૉલર કોટેચાએ તેમના પર મોકલી છે. આ અંગે રિટ થયા પછી સરકાર પર ફરજ ભંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવશે. ૧૮મી સપ્ટેમ્બર ૨૦૦૨ના ગાંધીનગર જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારને સંબોધીને કૃષિ અને સહકાર વિભાગે લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સહકારી કાયદાની કલમ ૭૧નો ભંગ કરીને કેટલીક સહકારી બૅન્કોએ માધુપુરા બૅન્કમાં રોકાણ કરેલું છે. તે અંગે હાલમાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. જવાબદારો સામે શાં પગલાં લેવા તે અંગે સરકાર વિચાર કરી રહી છે.
વેરાવળ પિપલ્સ કોઓપરેટીવ બૅન્ક સામે આ સંદર્ભમાં હાઈકોર્ટમાં કરવામાં આવેલી પીટીશનના ચુકાદામાં મહેસાણા જિલ્લા સહકારી બૅન્કના આ જ પ્રકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને જવાબદાર સામે કલમ ૭૧ના ભંગ બદલ કડક કાર્યવાહી કરવા જણાવાયું હતું. ત્યારબાદ પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. પરિણામે વેરાવળ પિપલ્સ બૅન્કે આ ચુકાદાના અમલ સામે સ્ટે મેળવ્યો હતો. આ સ્ટે ઊઠાવી લેવાની માગણી સાથેની અરજી ૧૨મી એપ્રિલ ૨૦૧૨ના કરવામાં આવી છે. તેમાં વેરાવળ પિપલ્સ કોઓપરેટીવ બૅન્કે કોર્ટમાં ખોટી માહિતી આપતું સોગંદનામું રજૂ કર્યું હોવાનો આક્ષેપ પણ કરવામા આવ્યો હતો.
સરકારે આજદિન સુધી તેમની સામે કોઈ જ પગલાં ન લઈને સહકારી ક્ષેત્રમાં કૌભાંડ કરનારાઓને લાખો થાપણદારોને ભોગે છાવર્યા જ છે. માધુપુરા બૅન્કમાં ગેરકાયદે રોકાણ કરનારી બૅન્કોમાંથી કેટલીક બૅન્કો નીચે મુજબ છે. આ બૅન્કોના ડિરેક્ટરો, ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સામે પગલાં લેવાવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. આ રોકાણ કરવા માટે તેમના બેથી ત્રણ ટકાનું ખાનગી કમિશન પણ અપાયું હોવાનું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved