Last Update : 06-June-2012, Wednesday

 

અરૃણ જેટલી સુપ્રીમમાં કેસ લડતા હોઇ
કેતન પારેખ માટે નરેન્દ્ર મોદીનું કૂણું વલણ ઃ ગુજરાતના ૫૬૯ કરોડ ડૂબ્યા

કેતન પારેખ પાસે ગુજરાત સરકારે પૈસા કેમ વસૂલ ન કર્યા ઃ કોનું હિત ? થાપણદારોનું કે કેતન પારેખનું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાતના ૫૦,૦૦૦થી વધુ થાપણદારોને રૃા. ૨૨૦૦ કરોડનું ઉઠમણું કરવા માટે મુખ્યત્વે જવાબદાર કેતન પારેખ પાસેથી આજની તારીખે રૃા. ૫૬૯ કરોડની મુદ્દલની વસૂલી બાકી છે. કેતન પારેખ અને તેના સાથીઓની કંપની સામે રૃા. ૧૧૮૩.૫૩ કરોડની વસૂલી માટે કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ૩૯૬.૪૩ કરોડની જ વસૂલી આવી શકી છે. લોકોમાં ચર્ચા છે કે અરૃણ જેટલી સુપ્રીમ કોર્ટમાં કેસ લડતા હોઇ કેતન પારેખ માટે નરેન્દ્ર મોદીનું વલણ કૂણું રહ્યું છે. પરિણામે ગુજરાતના લોકોના ૫૬૯ કરોડ ડૂબ્યા છે.
બાકીના નાણાંની વસૂલી કરવામાં સહયોગ આપીને ગુજરાતના થાપણદારોને મદદરૃપ થવાને બદલે ગુજરાત સરકાર અને તેના પ્રધાનોએ તથા નેતાઓએ સૌથી મોટા ડિફોલ્ટર કેતન પારેખને પક્ષે રહીને તેને બચાવવા માટે જ મોટી કવાયત કરી હોવાનું જણાઈ રહ્યું છે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ પણ તેની પાસેથી રૃા. ૮૮૮ કરોડના લેણા નીકળતા હોવાનું જણાવ્યું હોવા છતાંય ગુજરાતની ભાજપ સરકારે તેની વસૂલી આવે તે માટે કોઈ જ નક્કર પગલાં લીધા નહોતા.
કેતન પારેખે રૃા. ૮૮૮ કરોડના કરેલા ઉપાડમાંથી કોર્ટના આદેશ હેઠળ ત્રણ વર્ષને બદલે અંદાજે છ વર્ષમાં રૃા. ૩૯૬ કરોડ ચુકવી આપ્યા તે પછીની બીજી રકમ અંદાજે ઓવર ડ્રાફ્ટથી આપવામાં આવી હોવાથી તેની સામે જોઈતી સિક્યોરિટી જ ન હોવાથી બૅન્ક કોઈ નક્કર પગલાં લઈ શકે તેવી સ્થિતિમાં જ નથી. સુપ્રીમ કોર્ટમાં પણ ભાજપના જ અરુણ જેટલીએ તેમના વકીલ તરીકે હાજર થઈને તેમને ઉગારી લેવામાં ભૂમિકા ભજવી હતી. આમ દરેક તબક્કે ગુજરાતના થાપણદારોના હિતના ભોગે ભાજપના નેતાઓએ કેતન પારેખને છાવરવાની કામગીરી કરી છે.
માધુપુરા મર્કન્ટાઈલ બૅન્કના બોર્ડના સભ્યો કે સીઈઓ પણ આ બાબતમાં નક્કર પગલાં લઈ શક્યા નથી. માત્રને માત્ર કોર્ટને માથે આ વિલંબ માટેની જવાદબારી નાખવાનું વલણ તેમનામાં જોવા મળી રહ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved