Last Update : 06-June-2012, Wednesday

 

એનસીડેકસમાં પોતાનો ૧૦ ટકા હિસ્સો જાળવી રાખવા એનએસઈના પ્રયાસ

વાયદા પંચની માર્ગરેખા પ્રમાણે એનએસઈએ હિસ્સો ઘટાડીને પાંચ ટકા કરવાનો રહે છે

મુંબઇ, તા.5
દેશના બીજા સૌથી મોટા કોમોડિટી એકસચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ (એનસીડેકસ)મ ાં વધુ હિસ્સો મેળવવાના નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ) ના પ્રયાસ ફરી નિષ્ફળ રહ ે તેવી શકયતા છે. એનએસઈની વિનંતીને વાયદા બજાર પંચ કદાચ મંજૂર નહીં રાખે. એનએસઈ હાલમાં એનસીડેકસમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. પોતાને 'પ્રમોટર એકસચેન્જ' તરીકે અને નહીં કે કોઈ અન્ય શેર બજાર તરીકે ગણવા એનએસઈએ વાયદા પંચને વિનંતી કરી એનસીડેકસમાં પોતાનો હિસ્સો વધારીને ૧૫ ટકા કરવા દેવા પણ અનુરોધ કર્યો હતો.
આઈસીઆઈસીઆઈ બેન્ક અને અન્યો સાથે મળીને એનએસઈએ એનસીડેકસની રચના કરી હતી. ભારતના એક આગેવાન શેર બજાર તરીકે પોતાને વિશેષાધિકાર મળવા જોઈએ એવી એનએસઈએ રજૂઆત કરી હતી. એનએસઈની આ વિનંતીને પંચે નકારી કાઢી હતી એટલું જ નહીં એનસીડેકસમાં પોતાના હિસ્સાને ૩૦ સપ્ટેમ્બર સુધી ઘટાડીને પાંચ ટકા કરવા પણ સૂચના આપી હતી.
હિસ્સો ઘટાડવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે એનએસઈ વિકલ્પો શોધી રહી છે. હિસ્સાના વેચાણ માટે વિદેશી કોર્પોરેટ સાથે ચર્ચા ઉપરાંત એનએસઈએે વાયદા પંચને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવા પણ વિનંતી કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. પોતાનો ૧૦ ટકાનો હિસ્સોે જાળવી રાખવા પણ એનએસઈએ વિનંતી કરી છે.
વાયદા પંચ દ્વારા ૨૦૧૦માં રજૂ કરાયેલી શેરહોલ્ડીંંગ અંગેની માર્ગદર્શિકા પ્રમાણે એક શેરબજાર કોઈપણ કોમોડિટી એકસચેન્જમાં પાંચ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવી શકે નહીં. આમ એનએસઈએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાનો હિસ્સો ઘટાડીને પાંચ ટકા સુધી લાવવાનો રહે છે. આ માટે તે વધુ મુદત માગી શકે છે. વાયદા પંચની માર્ગરેખા પ્રમાણે કોઈ વ્યક્તિ અથવા પેઢી એક રાષ્ટ્રીય કોમોડિટી એકસચેન્જમાં ૧૫ ટકા હિસ્સો રાખી શકે છે પણ શેર બજારો માટે આ મર્યાદા પાંચ ટકા રખાઈ છે.
પ્રારંભમાં એનએસઈ, એનસીડેકસમાં ૧૫ ટકા હિસ્સો ધરાવતું હતું, તેમાંનો થોડોઘણો હિસ્સો શ્રી રેણુકા સુગરને વેચાયો હતો. એનસીડેકસનું મૂડી સ્તર વધવાને કારણે એનએસઈનો હિસ્સો ઘટીને ૧૦ ટકા સુધી આવી ગયો હતો. સભ્યપદ અને વેપારની દ્રષ્ટિએ એનએસઈને એનસીડેકસ સાથે કેટલીક સામ્યતા જણાય છે. મૂલ્ય વૃદ્ધિ કરવાની પોતાની ક્ષમતા હોવાનો પણ એનએસઈએ દાવો કર્યો હતો.
છેલ્લે થયેલા એક સોદામાં એનસીડેકસનો શેર ભાવ રૃપિયા ૫૯ મુકાયો હતો. ગુવારના વાયદાના કામકાજને કામચલાઉ અટકાવી દેવા છતાં એનસીડેકસના ટર્નઓવરમાં તાજેતરમાં ૬૨ ટકા વધારો થયાનું જોવા મળ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved