Last Update : 06-June-2012, Wednesday

 

જાન્યુ.થી મેમાં એફઆઈઆઈનો ઈનફલો છેલ્લા અગિયાર વર્ષમાં સૌથી ઊંચો

સરકાર કેવા નીતિવિષયક નિર્ણયો લે છે તેના પર એફઆઈઆઈના માનસનો આાૃધાર

નવીદિલ્હી, તા.5
વૈશ્વિક આર્થિક મંદીને પરિણામે ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નું રોકાણ ઘટી રહ્યું હોવાની ભલે વાતો થતી હોય પરંતુ હકીકતમાં ચિત્ર કંઈક અલગ જ છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનાના એફઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટના આંકડા પર નજર નાખીએ તો ઈક્વિટી અને ડેટ્ માર્કેટમાં એફઆઈઆઈનો ઈનફલો ૨૦૦૧થી અત્યારસુધી સૌથી ઊંચો રહ્યો છે. નાણાં મંત્રાલય પાસે ઉપલબ્ધ આંકડાઓ પર નજર નાખીએ તો ચાલુ વર્ષના જાન્યુઆરીથી મે દરમિયાન ભારતના ઈક્વિટી તથા ડેટ્ માર્કેટમાં એફઆઈઆઈનો ઈનફલો ૧૧.૮૯ અબજ ડોલર રહ્યો હતો. ૨૦૧૧ના પ્રથમ પાંચ મહિનામાં આ આંક ૨.૬૮ અબજ ડોલર રહ્યો હતો. ૨૦૧૦માં આ આંક ૧૦.૫૪ અબજ ડોલર રહ્યો હતો.
આમ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એફઆઈઆઈના આટલા ઊંચા ઈનફલોને હકારાત્મક લેવાવો જોઈએ કારણ કે ૨૦૧૦ના આખા વર્ષ દરમિયાન કુલ ઈનફલો ૩૯.૪૭ અબજ ડોલર રહ્યો હતો, જ્યારે ૨૦૧૧ના આખા વર્ષમાં આ આંક ૮.૩૦ અબજ ડોલર હતો, એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટેના દેશના બજેટની કેટલીક દરખાસ્તોથી વિદેશી રોકાણકારો નારાજ થયા છે માટે તેમના રોકાણ પર અસર પડી છે. જો કે આ દરખાસ્તો અંગે જેમ જેમ સ્પષ્ટતા આવતી જશે તેમ સ્થિતિ સુધરતી જશે સરકાર જો નીતિવિષયક નિર્ણયો પર મક્કમતા ધરાવશે તો રોકાણકારોનું માનસ સુધરી શકે છે. વર્ષના પ્રથમ બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબુ્રઆરી બાદ ઈનફલોસ ઘટયું છે. નાણાં પ્રધાન પ્રણવ મુખરજી દ્વારા બજેટ રજૂ કરાયા બાદ આ અસર જોવા મળી છે. માર્ચના અંતે કુલ ઈનફલો ૧૨.૬૪ અબજ ડોલર રહ્યો હતો જો કે ત્યારબાદ એપ્રિલ મહિનામાં આઉટફલો વધી જતા ઈનફલો ઘટી ગયો હતો.
જો કે એપ્રિલ અને મે મહિનામાં ઈક્વિટીમાં અનુક્રમે ૨૦.૫૫ કરોડ ડોલર અને ૧૩.૯૩ કરોડ ડોલરનો નેટ આઉટફલો રહ્યો હતો, પરંતુ ઈક્વિટી તથા ડેટ્ના સંયુકત આંકડા જોઈએ તો સ્થિતિ હકારાત્મક જણાઈ રહી છે એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. ૨૦૦૭ની તેજીમાં આખા વર્ષનો નેટ ઈનફલો ૨૦ અબજ ડોલર રહ્યો હતો. જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર) અને વોડાફોનના કેસને કારણે એફઆઈઆઈ તથા એફડીઆઈના ભારતમાં પ્રવાહ પર અસર પડી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved