Last Update : 06-June-2012, Wednesday

 

સરકાર અને ઈરડાની માર્ગરેખાને પરિણામે આરોગ્ય વીમાનું પ્રીમિયમ વધશે

વીમા કંપનીઓના વાૃધી રહેલા ખર્ચને ધ્યાનમાં રાખી પગલું ભરાશે

મુંબઈ, મંગળવાર
તમે ૬૫ વર્ષના થાવ ત્યાં સુધી આરોગ્યનું કવચ મળી રહે તેવા પ્રકારની આરોગ્ય વીમા પોલીસિ તમને ટૂંક સમયમાં મળતી થશે. વીમા ક્ષેત્રની નિયામક ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા) દ્વારા ઘડી કઢાયેલી માર્ગદર્શિકાનો જો અમલ કરાશે તો તમને પોલીસિ પર ૧૫ દિવસનો ફ્રી લોક ઈન પીરિયડ પણ મળશે જેમાં તમે તમારી પોલીસિ પરત કરી શકશો અને તે પણ કોઈપણ પ્રકારના સવાલ વગર. આરોગ્ય વીમા પ્રોડકટસ માટે હાલમાં કોઈ જ ફ્રી લોક ઈન પીરિયડ નથી. જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના ખર્ચમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારે તેમને પ્રીમિયમમાં વધારો કરવા પણ સૂચના આપી છે.
જો કે તમને આ લાભ કદાચ એમના એમ નહીં મળે આ માટે પોલીસિધારકે પ્રીમિયમની ઊંચી કિંમત ચૂકવવાની આવશે. મોટી વયની વ્યક્તિની પોલીસિ ઊતારવાનું પોતાની માટે નફાકારક ન રહેતું હોવાનું વીમા કંપનીઓ જણાવી રહી છે. જો કે વીમા કંપનીઓ ખાસ કરીને સરકારી વીમા કંપનીઓ જેઓ ખોટ કરી રહી છે તેમની નાણાંકીય હાલતને ધ્યાનમાં રાખી ઈરડા તેમને પોલીસિધારકના હોસ્પિટલાઈઝેશનમાં થતા ખર્ચમાં પાંચથી વીસ ટકા જેટલી રકમ ઓછી ચૂકવવાની છૂટ આપી શકે છે. ઈરડાની માર્ગદર્શિકાનો અમલ થશે તો આરોગ્ય વીમા માટેના પ્રીમિયમના દરમાં વધારો થઈ શકે છે, એમ આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું.
નવા ધોરણોમાં વીમા કંપનીએ પોલીસિ પર ભવિષ્યમાં કેટલું પ્રીમિયમ રહેશે તેની પણ પોલીસિ ઊતારતી વખતે જ જાણ કરી દેવાની રહેશે. આરોગ્ય વીમાના કોઈપણ પ્રોડકટ માટે વસૂલાતા પ્રીમિયમ પોલીસિને સુસંગત રહે તેની તકેદારી રાખવા પણ માર્ગદર્શિકામાં સૂચના અપાઈ છે. જો કે આ માર્ગગર્શિકા અવ્યવહારુ હોવાનું એક ખાનગી આરોગ્ય વીમા કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું. કોઈ વ્યક્તિ ૨૫ વર્ષની વયે આરોગ્ય વીમો ઊતરાવે અને તે પ૦ વર્ષનો થાય ત્યારે કેટલું પ્રીમિયમ હશે તે અગાઉથી કહેવાનું કઈ રીતે શકય બને એમ તેમણે સવાલ કર્યો હતો.
જો કોઈ સંજોગમાં વીમા કંપની આરોગ્ય વીમા પોલીસિ રિન્યુ ન કરે તો તે માટે તેણે યોગ્ય કારણ જણાવવાનું રહેશે. અગાઉના વર્ષમાં દાવો કર્યો છે ેમાટે પોલીસિ રિન્ય નહીં કરાય એમ વીમા કંપની જણાવી શકશે નહીં. દરમિયાન સરકાર હસ્તકની સામાન્ય વીમા કંપનીઓને આરોગ્ય વીમા, વાહન વીમા અને અન્ય પોલીસિઓ પરના પ્રીમિયમમાં વધારો કરવા નાણાં મંત્રાલયે સૂચના આપી છે. ધંધો મેળવવા માટે એકબીજાને કાપવાની નીતિથી અળગા રહેવા પણ નાણાં મંત્રાલયે વીમા કંપનીઓને સલાહ આપી છે. નેશનલ ઈન્સ્યૂરન્સ, ઓરિએન્ટલ ઈન્સ્યૂરન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યૂરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યૂરન્સને તાજેતરમાં લખેલા પત્રમાં નાણાં મંત્રાલયે જૂથ આરોગ્ય વીમા પોલીસિના અન્ડરરાઈટિંગ માટે વ્યૂહ પણ નિશ્ચિત કર્યો છે. આ વર્ષે રિન્યુ થવા માટે આવનારી દરેક અલાયદી જૂથ આરોગ્ય વીમા પોલીસિના પ્રીમિયમમાં વધારો કરવા પત્રમાં જણાવાયું છે. વધી રહેલા ખર્ચને ધ્યાનમાં રાખી આ વધારો કરવા જણાવાયું છે. આ ચાર બિન-જીવન વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં વધારો છતાં તેમના ચોખ્ખા નફામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાન રાખી સરકારે તેમને તેમના પ્રીમિયમ્સના માળખાનું રિસ્ટ્રકચર કરવા અને નુકસાન કરતી શાખાઓને નફામાં ફેરવવા સૂચના આપી છે. ૨૦૧૧-૧૨માં જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓની જૂથ આરોગ્ય વીમા પેટેની ખોટ રૃપિયા ૧૫૦૦ કરોડ આસપાસ અંદાજાતી હતી. આપસમાં બિનતંદૂરસ્ત સ્પર્ધાને કારણે કંપનીઓ ખોટ કરી રહી હોવાનું જણાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved