Last Update : 06-June-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૦૬-૨૦૧૨, બુધવાર
જેઠ વદ બીજ
બજારોમાં મંદી ?
આગામી સમયમાં વરસાદ ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૂળ સવારના ૬ ક. ૨૮ મિ. સુધી પછી પૂર્વાષાઢા રાત્રે ૧૨ ક. ૦૪ મિ. સુધી પછી ઉત્તરાષાઢા. આજે સવારના ૬ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ નક્ષત્રની શાંતિ પૂજા કરવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃષભ, મંગળ-સંિહ, બુધ-મિથુન, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-ધન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ માસ-તિથિ-વાર ઃ જેઠ વદ બીજને બુધવાર
વિષ્ટી રાત્રે ૮ ક. ૪૪૪ મિ.થી. બુધ ઉદય પશ્ચિમમાં, અનાજના ભાવ વધે ? રૂમાં મંદી ? અનાવૃષ્ટિ, પીડા ! જેઠ મહિનામાં બુધ ઉદય થવાથી આગામી સમયમાં વરસાદ થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ માસનો ૨૩ રોજ દએપદીન
- શહેનશાહી દએ મહિનાનું ચોથું જસન.
- દાદાભાઈ નવરોજીની બીજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વેપાર-ધંધામાં આવક થાય. નોકરીમાં યશ, સફળતા મળે. ઉપરી અધિકારી સાથેના કામમાં સાનુકૂળતા રહે. બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ નુકસાન-વિવાદ થાય નહીં તેનું આજે આપે ઘ્યાન રાખવું. વાહન ચલાવવામાં ઘ્યાન રાખવું. મોબાઈલથી વાતચીત કરવી નહીં.

 

મિથુન ઃ આપના કામની સફળતા-પ્રગતિ-ઉકેલથી આનંદમાં રહો. પત્નીના સહકારથી ઘર-પરિવારનું, સગા સંબંધીનું કામ ઉકેલાય.

 

કર્ક ઃ બજારોની વધઘટમાં ક્ષણિક વેપાર-ધંધો થાય, આવક થાય. નોકરીના કામમાં, સાનુકૂળતા રહે. અન્યને મદદરૂપ થઈ શકો.

 

સંિહ ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી ધંધામાં માણસની તકલીફ છતાં અન્યના સહકારથી તમારું કામ કરી શકો.

 

કન્યા ઃ મકાન-વાહનથી ચંિતા-તકલીફ, ખર્ચ, આકસ્મિક ચંિતા આવી જાય. નોકરી-ધંધાના કામમાં શ્રમ-થાક-કંટાળો અનુભવાય.

 

તુલા ઃ કામની સફળતા-પ્રગતિ નોકરી-ધંધાના, સંતાનના, પોતાના કામમાં જણાય. પરંતુ શંકા-વિચારો-દ્વિધામાં અટવાયેલા રહો.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધામાં આવક આવવાથી આપ આનંદમાં રહો. પરિવારના, પત્ની-સંતાન માટેના ખર્ચમાં તકલીફ પડે નહીં કામ થાય.

 

ધન ઃ કામની વ્યસ્તતા, જવાબદારીમાં તમારી બેકાળજી, બેઘ્યાનપણું તમને મુશ્કેલીમાં મુકે. નોકરી-ધંધામાં સંભાળવું.

 

મકર ઃ અન્યના કારણે વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધાના કામ અંગે, પરિવારના કામ અંગે ચંિતા રહે. તબિયત સાચવવા.

 

કુંભ ઃ પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભણતરના પ્રશ્ને ઘ્યાન આપવું પડે. તેના માટે ખર્ચ થાય. નોકરી-ધંધામાં આવક થાય, આનંદ રહે.

 

મીન ઃ નોકરી-ધંધાના કામ અંગે, ઘર-પરિવારના કામ અંગે વાતચીતમાં કોઈની સાથે મતભેદ, વિવાદ થઈ જાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૬-૦૬-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં ચંિતામુક્તિનું અને હળવાશ, રાહતવાળુ પસાર થાય. વર્ષારંભે હરિફવર્ગ-ખટપટ-ઇર્ષા કરનારના કારણે નુકસાન થાય. યશ-પદ-ધનની હાનિ થાય. આરોગ્યની અસ્વસ્થતાના કારણે કામકાજમાં, પ્રગતિમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

 

નોકરી ધંધામાં વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં તેમજ અન્યની દેખાદેખીમાં જોખમી નિર્ણયો કરવા નહીં. વર્ષના મઘ્યમભાગથી વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય, ફાયદો, લાભ થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળે.

 

સ્ત્રી વર્ગને કાર્યસફળતા-પ્રગતિ છતાં પોતાના આરોગ્યની અસ્વસ્થતાના કારણે મુશ્કેલી જણાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. વિદ્યાર્થીવર્ગને ભણવામાં સફળતા મળે પરંતુ વર્ષારંભે ખાવાપીવામાં સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનને મિત્ર મગન રસ્તામાં મળી ગયો.
કેમ છો? મજામાં? થઇ ગયા પચી મગને છગનને પૂછ્‌યું, ‘‘કેમ છે તારા વાઈફની તબિયત? એમની કમરનું અને ઢીંચણનું દર્દ મટી ગયું કે નહીં?’’
‘‘અરે ગજબ થયું!’’ છગન બોલ્યો.
‘‘કેમ શું થયું? ઓપરેશનનો ખર્ચ કરવો પડ્યો?’’ મગને પૂછયું.
‘‘ના,’’ છગને કહ્યું, ‘‘એને ડોકટરે જ્યારથી કહ્યું કે એ તો ઘડપણની નિશાની છે ત્યારથી બન્ને દર્દ ગાયબ થઇ ગયા છે...’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved