Last Update : 05-June-2012, Tuesday

 

પેટ્રોલ-શાયરીઓની જારી છે મહેફિલ !

 
પેટ્રોલ-શાયરીઓની મહેફિલનો આજે પાંચમો દિવસ છે! પણ સરકાર યુપીએની હોય કે એનડીએની... આ જફા તો પાંચ વરસેય પતવાની નથી.
આપણા મહાન ગુજરાતી શાયરો તો આ બબાલનો ઈશારો એમની ગઝલોમાં ક્યારના આપીને ગયા હતા. આપણે તો માત્ર શબ્દો ફેરવવાના છે...
* * *
(શૂન્ય પાલનપુરી)
એવું નથી, ઓ ભાજપ !
કે ‘બંધ’માં રસ નથી...
પણ બાઈક વેચાઈ ગયું મારું
ને સ્કુટીમાં કસ નથી !
* * *
(અમૃત ઘાયલ)
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની
આ પેટ્રોલપંપે ઊભો છું...
લાગી છે કતારો કારો તણી
હું તો ‘હવા’ પુરાવતો ઊભો છું !
* * *
(અમૃત ઘાયલ)
તમે મહેંગાઈમાં શું જોઈ
ટાંકી ફૂલ કરી બેઠા ?
અમારે તો જરા ઉડવું હતું...
બે પેગ ભરી બેઠા !
* * *
(આદિલ મન્સુરી)
જ્યારે સૌ-પ્રથમ કારની
રજુઆત થઈ હશે,
ત્યારે જ ગુજરાતીઓમાં...
‘એવરેજ’ની વાત થઈ હશે !
* * *
(આદિલ મન્સુરી)
ભરી લો શ્વાસમાં
એની સુગંધનો દરિયો,
પછી આ ભાવમાં પેટ્રોલ...
સુંઘવા ય મળે ના મળે !
* * *
(નયન દેસાઈ)
ઓઈલ વગરનું બેરલ બળે
ના ખાધ વગરનો પ્રોફીટ થાય,
આમ કશું પણ કારણ નૈં...
ને આમ પેટ્રોલમાં ભડકો થાય !
* * *
(નયન દેસાઈ)
દોસ્ત, અહીં તો પેટરોલનું
પોઈન્ટમાં છે માપ,
‘વીસનું કર’... ‘પચ્ચીસનું કર...’
કહો તો હાહા-હીહી થાય !!
* * *
(ચિનુ મોદી)
રોજ ગાડીઓને બદલવાની
મઝા લેનારને...
પેટ્રોલના ભાવમાં ને
પાણીમાં શું ફેર છે ?
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved