Last Update : 05-June-2012, Tuesday

 
બાબા-અન્ના સંયુક્ત મોરચો
ભ્રષ્ટાચારના વિરોધમાં અન્ના હજારેના પહેલા સફળ ઉપવાસ પછી આવેલા કેટલાક અહેવાલમાં સ્પષ્ટપણે ચીંધવામાં આવ્યું હતું કે એ આંદોલનમાં આગળ ભલે અન્ના હજારે દેખાતા હોય, પણ તેમાં અસલી દોરીસંચાર બાબા રામદેવનો છે. એ મતલબનાં નિવેદન પણ ત્યારે કેટલાક બાબાભક્તોએ કર્યાં હતાં. ત્યારે અન્ના હજારે અને તેમની મંડળી સરેઆમ બાબા રામદેવ સાથે ન હતી. કમ સે કેમ, તેમનો જાહેર દેખાવ એવો હતો.
ત્યાર પછીના અરસામાં અન્ના હજારેનો સિતારો જે રીતે બુલંદ થયો અને બાબા રામદેવને અન્ના હજારેના વાદ કરવા જતાં બુરી હાલતમાં મૂકાવું પડ્યું એ વિચારનો બીજો મુદ્દો હતો. પતંજલિ યોગપીઠનું મોટું નેટવર્ક, અઢળક સમૃદ્ધિ અને મોટા અનુયાયીવૃંદ છતાં રામલીલા મેદાનમાં અડધી રાતે હાથ ધરાયેલી પોલીસ કાર્યવાહીમાં રામદેવ કાચા ખેલાડી પુરવાર થયા. પોતાના અનુયાયીઓની પડખે ઊભા રહેવાને બદલે, ‘સરકાર મને મારી નાખવા માગે છે’ એવું વાહિયાત કારણ આગળ ધરીને, તે સ્ત્રીવેશે મંચ પરથી કૂદકો મારીને નાસી છૂટ્યા. ત્યાર પછી તેમણે સહાનુભૂતિ ઉઘરાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ અન્ના આંદોલનમાં લોકલાગણી જે ઊંચાઇએ પહોંચી હતી, એવું રામદેવના કિસ્સામાં શક્ય બન્યું નહીં. જોકે, પડતી તો અન્ના આંદોલનની પણ આવી. દિલ્હીમાં ધાર્યા પ્રવાહો જગાડનારા અન્ના હજારેના મુંબઇના ઉપવાસ નિષ્ફળ રહ્યા. આગલા ઉપવાસ વખતે પોતાના આરોગ્યની અને તેના માટે પોતાના બ્રહ્મચર્યની કૂદી કૂદીને વાતો કરતા અન્ના મુંબઇના ઉપવાસ પછી હોસ્પિટલભેગા થઇ ગયા.
આમ, અન્ના અને બાબા- બન્નેનાં એક તબક્કે સૂરસૂરિયામાં થયા પછી- કે એમ થવાને કારણે- બન્નેને સાથે મેદાનમાં ઉતરવાની જરૂર જણાઇ હશે. એટલે રવિવારે ફરી તેમણે દિલ્હીમાં એક દિવસના સહિયારા ઉપવાસ કર્યા. પરંતુ એ કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને સ્પષ્ટ રીતે બાબા રામદેવ હતા. આંદોલનના નવા સ્વરૂપના નેતા તરીકે રામદેવે પોતાની જાતને રજૂ કરી દીધી. રામદેવ અને અન્નામંડળ વચ્ચે દેખાવ તો પાકા સુમેળનો હતો, પણ તેમની વચ્ચે રહેલો અભિગમનો ફરક અને હેતુઓનો તફાવત સ્પષ્ટ જણાઇ આવ્યાં.
કોઇ પણ રીતે સરકારને ઝુકાવવા કટિબદ્ધ અન્નામંડળનું મુખ્ય આંદોલન જનલોકપાલ માટે છે, જ્યારે રામદેવની પ્રાથમિકતામાં જનલોકપાલનો સમાવેશ થતો નથી. પોતાના સાથી એવા અન્નામંડળના આરાઘ્ય મુદ્દા તરીકે રામદેવ જનલોકપાલનો ઉલ્લેખ કરે તો એ પણ ઔપચારિકતા પૂરતો. તેમનો અસલી રસ વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંમાં છે. બાબાના અંદાજ પ્રમાણે ભારતમાંથી રૂ.૪૦૦ લાખ કરોડ જેટલી રકમ વિદેશમાં જમા છે. આ અંદાજ તેમણે શી રીતે કાઢ્‌યો એ તો એ જ જાણે, પણ રામદેવ ઇચ્છે છે કે આ સંપત્તિને રાષ્ટ્રિય સંપત્તિ જાહેર કરીને ભારત લાવવામાં આવે. ભ્રષ્ટાચારીઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ઝડપી અદાલતી કાર્યવાહીની પણ તેમની માગણી છે. બાબાની મોટા ભાગની માગણીઓ બૂમબરાડા પાડવા માટે બહુ કામ લાગે એવી છે, પણ વ્યવહારમાં તેની સાર્થકતા સામે મોટા સવાલ છે.
અન્નામંડળના મનમાં જનલોકપાલનો કેવો ખ્યાલ છે, તેનો દાખલો આપતાં કિરણ બેદીએ કહ્યું કે અખાતી દેશોમાં ચોરી કરનારના હાથ કાપી નાખવાની સજા છે. એમ કરવાથી ચોરો પર ધાક બેસી જાય છે. અમારે જનલોકપાલ આયા પછી ભ્રષ્ટાચારીઓ એવી ધાકમાં આવશે. ભ્રષ્ટાચારીઓ કેવળ સજાથી ધાકમાં આવતા નથી. બીજું, ભારત જેવા લોકશાહી દેશમાં આત્યંતિક સજાઓ ફટકારવાનું શક્ય નથી. ભ્રષ્ટાચારના કેસ ઝડપથી ચાલવા જોઇએ, તેમાં ભાગ્યે જ બેમત હોય. પણ તેના માટે ન્યાયપ્રક્રિયા તેજ બનાવવી પડે.
અન્નામંડળના ભેજાબાજ અરવંિદ કેજરીવાલ માને છે કે ભ્રષ્ટાચારીઓનાં જાહેરમાં નામ લઇને તેમને શરમાવવાની નીતિ બરાબર છે. પરંતુ બાબા રામદેવ એ પદ્ધતિના બિલકુલ વિરોધી છે. રવિવારે આ મુદ્દે રામદેવ અને કેજરીવાલ વચ્ચે થયેલા મતભેદોને લીધે, ફરી એક વાર ‘ભ્રષ્ટાચારવિરોધી મોરચામાં તિરાડ’નાં મથાળાં બંધાયાં છે. બન્ને પક્ષોએ કોઇ પણ પ્રકારના મતભેદનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ, બાબાએ જાહેરમાં નામ નહીં લેવા અંગેનું પ્રવચન કર્યા પછી ‘ખરાબ તબિયતને લીધે’ સ્થળ છોડી ગયેલા કેજરીવાલે પછીથી ટિ્‌વટર પર લખ્યું છે કે ‘જાહેરમાં નામ લેવાની જરૂરિયાત અંગે હું સ્વામી રામદેવને સમજાવી શકીશ એની મને ખાતરી છે.’ ૯ ઓગસ્ટથી આ લોકોએ ભ્રષ્ટાચારવિરોધી આંદોલન તેજ બનાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અન્નામંડળ પોતાની અગાઉની ભૂલોમાંથી કંઇ શીખ્યું છે? આખા આંદોલનને ઉપરથી નીચે આણવાને બદલે, નીચેથી ધીમે ધીમે ઉપર લઇ જવાની વ્યૂહરચના તેમના મનમાં છે? ભ્રષ્ટાચારવિરોધી આંદોલન કરવા નીકળેલા મંડળના સભ્યોની સામે થયેલા આરોપ અંગે તેમનું કેવું વલણ છે? અને સૌથી અગત્યનો મુદ્દોઃ બાબા રામદેવ સાથે જોડાયા પછી મુખ્ય માગણી જનલોકપાલની છે કે વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંની? આ ચોખવટ લોકો જેટલી જ આંદોલનકારીઓ માટે પણ જરૂરી છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved