Last Update : 05-June-2012, Tuesday

 

રાજ્યસભાના સભ્ય તરીકે સચિનના શપથ
સચિન સ્પોર્ટસને પ્રોત્સાહન આપે એવી યુવાવર્ગની અપેક્ષા

 

- શપથમાં વિપક્ષના સભ્યો હાજર નહોતા સચિન પાસે અન્ય પ્રવૃત્તિનો સમય નથી

 

મૈં સચિન રમેશ તેંડુલકર... એમ કહીને નામાંકિત ક્રિકેટર સચિન તેંડુલકરે સોમવારે સવારે રાજ્યસભાના સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ તેમની ચેમ્બરમાં શપથ લેવડાવ્યા હતા. સચિને હિન્દીમાં શપથ લીધા ત્યારબાદ નારાયણસ્વામીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
સચિન સાથે તેનાં પત્નિ ડૉ. અંજલિ પણ હાજર હતા. આ સાથે સચિન ક્રિકેટર બનીને રાજકારણી તરીકે ઉપસી આવી રહ્યો છે.
સચિને ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીની કેબીનમાં હિન્દીમાં શપથ લીધા ત્યારે સ્પેશ્યલ કેપ પહેરીને રાજીવ શુકલા નજરે પડતા હતા. પરંતુ રાજ્યસભામાંના એનડીએના કોઈ સાંસદ નહોતા. રાજ્યસભામાં વિપક્ષના નેતાને સાંસદના સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવે છે.
વિપક્ષના નેતા તો ઠીક વિપક્ષના સભ્યો પૈકીનું પણ કોઈ હાજર નહોતું. વિપક્ષના નેતા અરૂણ જેટલી વિદેશમાં છે પરંતુ તેમની જગ્યાએ જેમની પાસે હવાલો હોય તેને હાજર રહેવા માટે આમંત્રણ આપવું જોઈતું હતું. જોકે સરકારે કદાચ વિપક્ષને દૂર રાખવાનું નક્કી કર્યું હોય એમ દેખાઈ આવતું હતું. સચિનની લોકપ્રિયતાનો લાભ કોંગ્રેસ એકલી જ ખાટી જવા માગતી હોય એમ દેખાતું હતું. વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં સચિને શપથ લીધા પછી ગૃપ ફોટો શેસનમાં સાથે અંજલિ તેંડુલકર પણ જોડાઈ હતી.
ગઈ ૨૬ એપ્રિલે અભિનેત્રી રેખા, બિઝનેસમેન અનુઆગા અને સચિનને રાજ્યસભા માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા. આઈપીએલના જંગમાં વ્યસ્ત હોવાના કારણે સચિને મોડા શપથ લીધા હતા.
સોમવારે શપથ બાદ સચિને કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. જેમ કે ક્રિકેટના કારણે મને રાજ્યસભામાં પ્રવેશ મળ્યો છે માટે ક્રિકેટને હું પ્રાધાન્ય આપતો રહીશ. ૩૬૫ દિવસમાંથી ૨૫૦ દિવસ ક્રિકેટ રમતો સચિન રાજ્યસભામાં નિયમિત હાજરી આપશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. સચિનને રાજ્યસભામાં સમાવવાનો વિરોધ પણ થયો છે. લોકો કહે છે કે આર્થિક નિષ્ણાત હતા પછી રાજ્યસભામાં આવી વડાપ્રધાન બન્યા હતા. તેઓ દેશના વહિવટી ક્ષેત્રે ઝળકી શક્યા નથી એવી જ સ્થિતિ સચિન તેંડુલકરની થવાની છે.
સચિનને ભારત રત્નનો ખિતાબ આપવો જોઈએ તે માગણીને ચોમેરથી ટેકો મળી રહ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે તો આ બાબતે ઠરાવ કરીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. કોંગ્રેસના મોવડી મંડળ સામે ભારત રત્ન નહીં આપવાના બહુ ઓછા વિકલ્પો બચ્યા હતા. અંતે સચિનને રાજ્યસભામાં નોમીનેટ કરીને ભારત રત્નવાળી વાત પર પાણી ફેરવી દેવાયું હતું. સચિનની બેટીંગ ચિત્તાકર્ષક હતી પરંતુ એવી અપેક્ષા રાજ્યસભાના સભ્યપદેથી રાખી શકાય નહીં.
સચિન તેંડુલકર રાજકારણમાં સક્રિય થાય છે કે કેમ તે તો ચૂંટણીઓ આવશે ત્યારે ખબર પડશે પરંતુ જ્યારે સચિનનું નોમીનેશન જાહેર થયું ત્યારે બહુ બોલકા કોંગી નેતા સંજીવ નિરૂપમે કહ્યું હતું કે સચિને હવે કોઈપણ પ્રશ્ને પ્રતિભાવ આપવા ખુલ્લં-ખુલ્લા બહાર આવવું જોઈએ.
જોકે ત્યાર પછી કોંગી મોવડીમંડળે નિરૂપમને ચેતવ્યા હતા કે સચિન બાબતે કશું બોલવું નહીં. ત્યારબાદ સચિનનું નામ આવે એટલે નિરૂપમ મોં સીવીને બેસી રહે છે. સાચી વાત તો એ છે કે સચિનનું માર્કેટીંગ કરતા લોકોએ સચિનનું નામ ક્રિકેટરના બદલે રાજકારણી તરીકે જાણીતું ના થઈ જાય તે માટે ખાસ ઘ્યાન રાખ્યું હતું.
પરંતુ જ્યારે કોઈ રાજ્યસભાનો સભ્ય બને છે ત્યારે ઓટોમેટીક રાજકારણી બની જાય છે. ક્રિકેટ ક્ષેત્રે ચાલતા રાજકારણનો સચિન અનુભવી છે. સચિન તેંડુલકરના નોમીનેશનની જ્યારે વાત ચાલતી હતી ત્યારે તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યો હતો. ત્યારબાદ તેનું નોમીનેશન કન્ફર્મ થયું હતું.
લાખો ક્રિકેટ રસીયાઓના દિલમાં વસેલો સચિન હવે સાંસદ સચિન છે. ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવતા અણ્ણા હજારેએ સચિનને અભિનંદન આપ્યા હતા અને સંસદની અંદર રહીને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને ટેકો આપવા તેમજ મજબુત લોકપાલની ચળવળને ટેકો આપવા જણાવ્યું છે.
સચિન પાક્કો બિઝનેસમેન છે. સચિન હાલમાં ભારતની એક બ્રાન્ડ બની ગયો છે. અનેક જાહેરાતો દ્વારા કરોડો કમાનાર સચિન પ્રજા માટે બીજું કશું ના કરે તો કાંઈ નહીં પણ ક્રિકેટ સહિતની સ્પોર્ટસનો પ્રચાર-પ્રસાર વઘુ કરે તે જરૂરી છે. સ્પોર્ટસ ક્ષેત્રે વઘુ સવલતો આપવા અંગે વિચારવાનો કેન્દ્ર સરકાર પાસે સમય નથી પરંતુ સચિને ક્રિકેટ સિવાયની સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા પુરતા પ્રયાસો કરવા જોઈએ.
સમય સચિનની સાથે કદમ મીલાવી રહ્યો છે. તે દેશના યુવાનોમાં નવી આશાનો સંચાર ઉભો કરી શકે એમ છે...
વેલક્મ... સાંસદ સચિન રમેશ તેંડુલકર...

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved