Last Update : 05-June-2012, Tuesday

 
કોંગ્રેસને જેમ કોઈ બચાવી શકે તેમ નથી એમ ભાજપને પણ કોઈ બચાવી શકે તેમ નથી
- આપણા દેશના બે મોટા પક્ષો કેન્સર જેવા જીવલેણ રોગમાં સપડાયેલા છે
- મોંઘવારી, પેટ્રોલ, અનાજ વગેરેના ભાવો પહેલાં કોંગ્રેસને ખાઇ જશે અને પછી જનતાને
- ભાજપમાં રાજ્યે રાજ્યે નરેન્દ્ર મોદીઓ બેઠા છે
- ગડકરી કે નરેન્દ્ર મોદીનો ભાવ પૂછનારું આન્ધ્ર, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, બિહાર, બંગાળ, આસામ, મણિપુર, ઝારખંડ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, હિમાચલ, કાશ્મીર, રાજસ્થાન, મઘ્યપ્રદેશ... ક્યાંય નથી!
- કોંગ્રેસને કોંગ્રેસીઓ ડૂબાડશે અને ભાજપને ભાજપીઓ ડૂબાડશે

ઘર ફૂટે ઘર જાય.
આ કહેવત જેમ દરેક કુટુંબ માટે, દરેક કંપની, પેઢી માટે, દરેક સમાજ માટે, દરેક દેશ માટે સત્ય છે એમ દરેક પક્ષ અથવા સંસ્થા માટે પણ સત્ય છે.
દા.ત. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ધારી બેઠકો મેળવી શકી નહીં એનું કારણ સમાજવાદી પક્ષ એટલે મુલાયમસંિહ કે બસપા એટલે માયાવતી કે ભાજપ નથી પણ કોંગ્રેસીઓ જ હતા.
એ જ રીતે દા.ત. ગુજરાતમાં અથવા આખા દેશ ભારતમાં ભાજપને જો કોઈ પછાડશે તો એ ભાજપીઓ જ હશે... પછી એ કેશુભાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય કે સંજય જોષી હોય કે ઉમા ભારતી હોય કે આડવાણી હોય!
જેમ કોંગ્રેસમાં ગામે ગામે બબ્બે ત્રણ ત્રણ જૂથ પડેલા છે એમ ભાજપમાં પણ ગામેગામના લત્તે લત્તે બબ્બે ત્રણ ત્રણ જૂથ પડેલા છે.
આપણા દેશમાં ભલે કુલ રાજકીય પક્ષો ૫૦૦-૬૦૦ હોય અથવા ચૂંટણી પંચે મંજૂર કરેલા રાજકીય પક્ષો ૨૦-૪૦ હોય પણ એ બધામાં મોટા પક્ષ બે જ છે.. કોંગ્રેસ અને ભાજપ... બાકીના બધા પક્ષો પ્રાદેશિક પ્રકારના છે. આ બે મોટા પક્ષોમાં પણ ભાજપ અડધીયો મોટો છે અને કોંગ્રેસ આખો મોટો છે.
આ બન્ને પક્ષો પણ વામણા થઈ ગયા છે.
આપણા દેશની એ કમનસીબી ગણો તો કમનસીબી અને કઠણાઈ ગણો તો કઠણાઈ છે.
આ બન્ને પક્ષો પોતપોતાની રીતે, પોતપોતાના કારણે, પોતપોતાની જાતે વધસ્તંભ તરફ જઇ રહ્યા છે.
કોંગ્રેસ એક તો, પોતાની નીતિઓના કારણે જાતે જ વધસ્તંભ તરફ આગળને આગળ જઈ રહી છે અને એને એ તરફ ધક્કો મારનારા દિગ્વિજય સંિહ, ચિદંબરમ્‌, સિબ્બલ, બેજાબાબુ, જેવા નેતાઓ છે.
આ બધા અને બીજા નેતાઓ તો કોંગ્રેસને ડૂબાડવાના કામે લાગેલા જ છે પણ કોંગ્રેસને વઘુ તો ડુબાડી રહ્યા છે. આપણા બે ‘મહાન’ ગણાતા અર્થશાસ્ત્રીઓ ડૉ. મનમોહન સંિહ અને પ્રણવ મુખરજી.
બન્ને ‘મહાન’ કહેવાતા પણ ખરેખર તો ‘ઠોઠ’ પુરવાર થયેલા અર્થશાસ્ત્રીઓએ એવી નીતિઓને મંજુરી આપી કે જેના કારણે ભાવો એવા વઘ્યા, મોંઘવારી એવી વધી કે મઘ્યમ વર્ગ, ઉચ્ચ મઘ્યમ વર્ગ, ગરીબ વર્ગ, બધાને જીવવું દોહ્યલું થઈ ગયું છે જેનો પડઘો નાની મોટી ચૂંટણીઓમાં કોંગ્રેસની હારમાં જોઈ શકાય છે.
અને જ્યાં કદાચ કોંગ્રેસ જીતતી હશે તો એ એની નીતિઓ કે આવડતના કારણે નથી જીતતી પણ ભાષા કે સામેના પક્ષની ડફોળાઈના કારણે જીતે છે.
ભાજપનું પણ એમ જ છે. ભાજપ જ્યાં પણ જીતતો હશે ત્યાં એ એની આવડત કે નીતિ કે સિઘ્ધાંતોના કારણે નથી જીતતો પણ કોંગ્રેસની નબળાઈ, કોંગ્રેસની ડફોળાઈના કારણે જીતતો હોય છે.
જનતા સામે બીજો કોઈ વિકલ્પ નથી હોતો એટલે એ કાં તો કોંગ્રેસને જીતાડે છે અથવા ભાજપને જીતાડે છે.
બાકી શું કોંગ્રેસના સર્વેસર્વા હોય એ રીતે વટ રાખતા પેલા દિગ્વિજયસંિહ જેવા દરેક જગ્યાએ હારેલા નેતા કોંગ્રેસનું વહાણ તારે કે ડૂબાડે?
દિગ્વિજય સંિહે મઘ્યપ્રદેશમાં એવું તે કેવું દસ વર્ષ સુધી રાજ્ય કર્યું કે... પછીના દસ વર્ષ સુધી એ સત્તામાં આવી શક્યું જ નહીં?!
એ હારેલા નેતાએ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની એવી ચમચાગીરી કરી કે ગુજરાતની ચૂંટણીઓ આવી તો એના પ્રભારી તરીકે એના જેવા હારેલા નેતાને બેસાડ્યા એટલે ગુજરાતમાં પણ કોંગ્રેસ હારી.
એ પછી બિહારની ચૂંટણીઓ આવી તો ત્યાં પણ એ દિગ્વિજયસંિહે એવું ચક્કર ચલાવ્યું કે સોનિયાએ ત્યાં પણ હારેલા નેતાનો કોંગ્રેસનું ચૂંટણી સંચાલન સોંપ્યું તો ત્યાં પણ કોંગ્રેસ હારી.
હવે એવું લાગતું હતું કે... આટલા અનુભવથી સોનિયા શીખ્યા હશે અને દિગ્વિજયને ઘરમાં બેસાડશે... પરંતુ દિગ્વિજયની ચમચાગીરીનો પ્રભાવ ગણો કે બીજી કોઈ મજબુરી ગણો. પણ ઉત્તર પ્રદેશ જેવી મહત્ત્વની ચૂંટણીનું સંચાલન ભલે રાહુલ ગાંધીને સોંપ્યું પણ દિગ્વિજય સંિહ ત્યાં એવા ચઢી ગયા કે એ કહે તેમ રાહુલ કરવા લાગ્યા! તે ત્યાં સુધી કે... ઉત્તર પ્રદેશમાં હવે એ હારનું એક કારણ જેને ગણવામાં આવે છે એ ઉમેદવારો જે નક્કી કર્યાં એ દિગ્વિજયે નક્કી કરેલા. એમણે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની આંખો પર એવા પાટા બાંધી દીધેલા કે કેન્દ્રના પ્રધાનોને પણ એમને મળવું હોય તો કલાકો સુધી રાહ જોવરાવે.
ઉત્તર પ્રદેશમાં એમણે ભગવા આતંકવાદ, આર.એસ.એસ.નો કોમવાદ, મુસ્લિમોની તરફેણ કરતા નિવેદનો વગેરે એવા તાયફા ચલાવ્યા કે હિન્દુ મતદારો તો ઠીક પણ મુસ્લિમ મતદારો પણ કોંગ્રેસથી દૂર થઈ ગયા. એક બાજુ મોંઘવારીના, ભાવો વધતા રહેવાના કારણે દરેક મતદાર કોંગ્રેસની વિરૂઘ્ધ થઈ ગયો હતો જ એમાં દિગ્વિજય સંિહ જેવાઓના લવારાઓએ ઉમેરો કર્યો.
એમણે ‘અંગત મત’ના નામે જે સ્ફોટક નિવેદનો કર્યા એથી કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર ઘણી વાર ધર્મ સંકટમાં આવી જતા હતા. (આવા નેતાઓને ‘અંગત મત’ના નામે નિવેદનો કરવા દેવાના જ ન હોય. નેતાને વળી ‘અંગત’ શાનું? એ જે બોલે કે કરે એની અસર પક્ષ તરીકે જ પડે.)
છતાં એમણે રાહુલ ગાંધી ઉપર એવી ભુરકી છાંટેલી કે એમની ઉપર ક્યારેય કશાં જ પગલાં લેવાયા નહીં! પરિણામે બીજા કોંગ્રેસીઓ ચૂપ રહીને બધો તાલ જોતા રહ્યા.
એમની સલાહથી બીજા પ્રદેશોના (રાજ્યોના) કોંગ્રેસી કાર્યકરોને ઉત્તર પ્રદેશમાં કામ કરવા માટે મારવામાં આવ્યા. જેમને ઉ.પ્ર.ના ભૂગોળ, ઈતિહાસ, સંસ્કૃતિ, સંસ્કાર, સામાજિક સ્થિતિ વગેરેની સમજ જ નહોતી.
એવા નેતાઓને દિગ્વિજયસંિહે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સંચાલન કરવા બોલાવ્યા જેઓ ત્યાં જઈને આરામ અને લહેર કરતા રહેલા.
દિગ્વિજય સંિહનું ચલણ એટલું બઘું વધી ગયું કે... એવું મનાવા લાગ્યું કે... ઉત્તર પ્રદેશમાં જો કોંગ્રેસ જીતશે તો મુખ્ય પ્રધાન દિગ્વિજય સંિહ બનશે! બાકી સૂચન તો કોંગ્રેસીઓએ એવું કહેલું કે... ‘રાહુલ ગાંધીને મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરો’ પરંતુ દિગ્વિજયસંિહે એ સૂચનને ઉડાડી દીધેલું.
આ દિગ્વિજય સંિહ એ પછી છેલ્લા બે ત્રણ મહિનાથી ક્યાં છે એ શોધવા જવું પડે તેમ છે. જો કે મેના છેલ્લા અઠવાડિયામાં ‘આપ કી અદાલત’માં ટી.વી. પર આવવાનું તેઓ ગોઠવી શકેલા. (આવા કાર્યક્રમો સાધારણ રીતે રૂપિયા આપીને ગોઠવાતા હોય છે.)
આમ, કોંગ્રેસને કોંગ્રેસી નેતાઓ જ ડૂબાડી રહ્યા છે.
ત્યારે ભાજપની સ્થિતિ એથી જરાય જૂદી નથી.જેમ ગુજરાતમાં ભાજપના બે જૂથ સામસામે તલવાર ખેંચીને લડતા હોય છે એવું ભાજપનું રાજ્યે રાજ્યમાં છે... પછી એ દિલ્લી જેવું હોય કે ઉત્તરાખંડ જેવું હોય!
દિલ્લીની વાત જોઈએ તો... આમ તો, દિલ્લીમાં જૂદાજૂદા પાંચ-સાત જૂથો ભાજપના છે પણ મુખ્ય બે જૂથ છે... વિજય ગોયલનું અને વિજયકુમાર મલ્હોત્રાનું.
ગુજરાતમાં જેમ કેશુભાઈ ભાજપના પાયાના પથ્થર છે એમ દિલ્લીમાં વિજયકુમાર મલ્હોત્રા છે. એ આડવાણી કરતાં પણ ઘણા જૂના ભાજપના દિલ્લીના નેતા... જ્યારે ગુજરાતમાં જેમ નરેન્દ્ર મોદી ઘણા પાછળથી ભાજપના પગથિયા ચઢનાર એમ દિલ્લીમાં વિજય ગોયલ હમણાંના નેતા ગણાય.
વિજય ગોયલની અત્યારે એક માત્ર નેમ છે... દિલ્લીના મુખ્ય પ્રધાન બનવાની. જ્યારે દિલ્લી વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા વિજયકુમાર મલ્હોત્રા છે.
દિલ્લી વિધાનસભાની ચૂંટણીઓ આ વિજયકુમારના નેતૃત્વ નીચે ભાજપે ત્રણ ત્રણ વાર લડેલી પણ ભાજપ ત્રણેય વાર હારી ગયેલો.
વિજય ગોયલનો આરોપ એવો છે કે.... ભાજપ વિજયકુમાર મલ્હોત્રાના હિસાબે હારતો આવ્યો છે.
ઉત્તરાખંડની ભાજપની સ્થિતિ જૂઓ...
ેેજેમ ગુજરાત સહિત બધા રાજ્યોમાં ભાજપના ઉમેદવારોને ભાજપીઓ જ હરાવતા હોય છે એમ ઉત્તરાખંડમાં હમણાં ચૂંટણીઓ થઈ એમાં મુખ્યપ્રધાન ભુવનચંદ ખંદુડી ઉભેલા અને અગાઉના ભાજપના મુખ્ય પ્રધાન હતા એ જેમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો હોવાના કારણે સંઘે જેમને મુખ્ય પ્રધાનપદું છોડી દેવા જણાવેલું એ રમેશ પોખરીવાલ નિઃશંકે હરાવેલા!
ઉત્તરા ખંડમાં છડે ચોક કહેવાય છે કે... નિશંકના માણસોએ ખંદુડીની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભરપૂર મદદ કરેલી.
એ નિશંકની વિરૂઘ્ધ ફરિયાદ લઈને ખંદુડી દિલ્લી ગડકરી અને આડવાણી સુષમા જેટલી પાસે ગયા પણ જેવું નરેન્દ્ર મોદી અને સંજય જોષી જેવું થયું. ખંદુડીનું કોઈએ સાંભળ્યું નહીં.
એ ભુવનચંદ ખંદુડીને ઉત્તરાખંડના ભાજપમાંથી ઉખેડીને દિલ્લી મોકલી દેવાયા. (આ બન્ને જેમ નરેન્દ્ર મોદી, સંજય જોષી અને કેશુભાઈ ત્રણેય આરએસએસના ચુસ્ત સ્વયંસેવક... ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે’ બોલવાવાળા... એવા સ્વયંસેવક... આરએસએસ શું આવી જ શિસ્ત શીખવે છે?)
- ગુણવંત છો. શાહ

 

વોયેજર
દેશમાંથી જ રૂપિયા ૨,૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કાળું નાણું પકડ્યું.
વિદેશોમા રહેલા આપણા દેશના ધનાઢ્‌યોના વિષે ભ્રમ ફેલાવીને લાંબુ નહીં વિચારતી ભોળી જનતાને ઉશ્કેરીને સરકારની વિરૂઘ્ધ પ્રચાર કરી રહેલા બાબા રામદેવ વિદેશના બદલે સ્વદેશમાં નજર નાંખે તો એને જ્યાં જ્યાં નજર નાંખશે ત્યાં ત્યાં કાળા નાણાંના ડુંગરા દેખાશે. એમના આંગણામાં (ૠષિકેશ પતંજલી વિદ્યાપીઠ) પણ કાળુ ંનાણું જ ચારે બાજુ વેરાયેલું છે. (વિદેશોમાં એ યોગના વર્ગો લે છે ત્યાં દાઢ દોઢ લાખ રૂપિયા ફી માથાદીઠ લે છે. જેમાંથી એમણે વિદેશમાં બે ટાપુ ખરીદ્યા છે અને કહે છે કે એમના શિષ્યે એમને એ ભેટ આપ્યા છે !)
ઠીક છે.
આપણે ત્યાં આવકવેરા ખાતુ, વેચાણવેરા ખાતુ, આબકારી જકાત ખાતુ, આર ટી ઓ ખાતુ, પોલીસ સુધરાઈના ખાતાઓ, શિક્ષણ ખાતુ, કાયદા ખાતુ વગેરે એકેએક ખાતામાં નોકરી કરનાર સાત નહીં પણ સત્તર નહીં પણ સિત્તેર પેઢી સુધીની સાહ્યબીની સગવડ કરી શકે છે એવો ભ્રષ્ટાચાર આપણા દેશમાં પથરાયેલો છે.
આપણે ત્યાં પ્રધાનથી માંડી પટાવાળા સુધીનાનું ઘ્યેય નોકરી કે સેવા નથી હોતું પણ કાળા નાણાંની કાળી કમાણી હોય છે... પછી એ સાબરમતી નદી ઉપર રીવરફ્રન્ટ હોય કે રસ્તા ઉપર પૂલ બાંધવાનો હોય કે ખાડા ખોદવાના હોય કે બમ્પ ઊભા કરવાના હોય કે બી આર ટી એસ હોય કે કૃષિ સેવા હોય કે કે....!
એ બધા ઉપર આવક કરતા વઘુ મૂડી અંગે કેસ થઈ શકે છે.
આપણે એવા કેસ કરીએ તો એટલા બધા થાય કે એનો નીવેડો લાવતા ૨૦૦ વર્ષ પણ ઓછા પડે !
જવાદો એ !
હમણાં જેમ સીબીઆઈ એ સપાટો બોલાવવા માંડ્યો છે એમ આવકવેરા ખાતાએ પણ સપાટો બોલાવવા માંડ્યો છે. આવકવેરા ખાતાએ છેલ્લા ૩ વર્ષમાં રૂપિયા ૨૮૦૦૦૦૦૦૦૦૦૦ (બે ખર્વ એંસી કરોડ) જેટલું કાળું નાણું બહાર કાઢ્‌યું હતું !
આ રકમ એટલી બધી છે કે... દેશભરના લધુ ઉદ્યોગપતિઓને કુશળતા વિકાસ માટે નવી શોધ માટે મદદ કરવા ૬૦૦૦ કેન્દ્ર ખોલીને દેશના લઘુ ઉદ્યોગોને વિશ્વકક્ષાએ હરીફાઈમાં મૂકી શકાય છે.
જેની ફરિયાદ નિયમસર થઈ હોય એનીજ કાળી કમાણીનું કાળું ધન આવકવેરા ખાતાએ પકડીને બહાર કઢાવ્યું હતું !
દા.ત. છેલ્લા એક વર્ષમાં રૂપિયા ૯૦૦૦૦૦૦૦૦૦૦ જેટલું કાળું નાણું બહાર એ રીતે કાઢ્‌યું હતું. એ માટે આવકવેરા ખાતાઓ ૩૩૦ કંપનીઓ ઉપર દરોડા પાડેલી જ્યાંથી ૮૮૦ કરોડ રૂપિયાની મૂડી અને ૫૦૦ કરોડ રૂપિયાની વધારાની સંપત્તિ જપ્ત કરવામાં આવેલી.
એ પહેલાંના વર્ષમાં ૭૭૫ કરોડ રૂપિયાનું કાળું નાણું અને ૪૪૦ કરોડ રૂપિયાનું રોકડ નાણું જપ્ત કરાયેલું.
આ જાતની ઝુંબેશ પ્રમાણિકતા પૂર્વક આવકવેરા ખાતુ, વેચાણવેરા ખાતુ, આવકારી જકાત ખાતુ જો ચલાવે તો આપણો દેશ અમેરિકા કરતાં પણ ધનિક થઈ શકે છે અને ગરીબાઈ સદંતર નાબૂદ થઈ જાય તેમ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved