Last Update : 05-June-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

સચિન બન્યો સાંસદ
મહાન ક્રિકેટર સચિન રમેશ તેંદુલકરે સોમવારે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. હિન્દીમાં જ્યારે સચિને શપથ લીધા ત્યારે વિરોધપક્ષના કોઈ સાંસદ નહોતા. રાજ્યસભામાંના યુપીએ સરકારના સાથી પક્ષોના કોઈ નેતા નહોતા. સચિન પાસે સમય નહોતો એટલે તો તેણે મોડા શપથ લીધા હતા આ સંજોગોમાં તે રાજ્યસભા માટે સમય કેવી રીતે ફાળવશે તે મોટો પ્રશ્ન છે. સચિનની જીંદગીમાં આ નવી રાજકીય ઈનીંગ છે.
અણ્ણા અને રામદેવ સાથે આંદોલન નહીં...
જે રીતે રવિવારે અણ્ણા હજારે અને બાબા રામદેવે સંયુક્ત રીતે એક દિવસના ઉપવાસ કર્યા તે જોતાં એમ લાગે કે આ બંને એક થઈને આંદોલન કરશે, પરંતુ આ શક્યતા નકારી કાઢવામાં આવી છે. અંદરના વર્તુળો કહે છે કે સંયુક્ત ઉપવાસ માટે અણ્ણા હજારેએ આગ્રહ કર્યો હતો બાકી તો તેમની ટીમના અન્ય સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ સભ્યો માને છે કે બાબા રામદેવ સાથેનું સંયુક્ત આંદોલન લાભદાયી બને એમ નથી કેમ કે રામદેવના મહત્વના સાથીદાર બાલ ક્રિષનન સામે ભારતીય પાસપોર્ટની તપાસ ચાલે છે. આ સભ્યો એમ પણ માને છે કે એક દિવસના સંયુક્ત ઉપવાસ 'રામદેવ-શો' સમાન બની ગયા હતા. હકીકત તો એ છે કે અણ્ણા હજારેના ઘણાં ટેકેદારો દુર રહ્યા હતા...
સહી ઝુંબેશ અને અચોક્કસ ઉપવાસ
બ્લેકમની પાછા લાવવા માટે બાબા રામદેવે સહી ઝુંબેશ માટે આયોજન કર્યું છે. ૯ ઓગસ્ટથી બીજા આંદોલન માટે પણ તેમણે જાહેરાત કરી છે. બીજી તરફ અણ્ણા હજારેની ટીમે પણ ૨૩ જુલાઈથી અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરી છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે બંને આંદોલન અલગ-અલગ ચલાવાશે. રવિવારના 'રામદેવશો' પછી આ બંને એક સાથે આંદોલન કરે એ વાતમાં કોઈ દમ લાગતો નથી...
ભાજપના મુખ્યમંત્રી વિવાદ
ભાજપના મુખ્યપત્ર કમલ સંદેશમાં લખાયેલા સ્ફોટક તંત્રી લેખમાં ભાજપના ત્રણ સીનિયર નેતાઓને ટાર્ગેટ બનાવાયા હતા. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાજસ્થાનના વસુંધરા રાજે તેમજ કર્ણાટકના બી.એસ. યેદુઆરપ્પાનો સમાવેશ થાય છે. આવો તંત્રી લેખ શું કમલ સંદેશના તંત્રી પ્રત્યક્ષ લખી શકે ખરા ? એમ ભાજપના નેતાઓ પૂછે છે. કેટલાંક લોકો માને છે કે આરએસએસના વડા મોહન ભાગવતે તે લખ્યો હશે તો કેટલાક માને છે કે મોહન ભાગવતની સૂચનાથી સુરેશ સોનીએ લખ્યો હશે...
અડવાણીનો બ્લોગ બોંબ શા માટે ?
ભાજપના નેતાઓમાં અન્ય જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે તેમાં અડવાણીએ શા માટે વિવાદાસ્પદ બ્લોગ લખ્યો ?? તેનો સમાવેશ થાય છે. પક્ષના કેટલાક લોકો માને છે કે બેંગલોરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદુઆરપ્પાની મોટી દિકરીના લગ્નમાં ભાગ લેવા પક્ષ પ્રમુખ નીતિન ગડકરી અને અરૃણ જેટલી ગયા તેથી અડવાણી અપસેટ થઈ ગયા હતા. યેદુઆરપ્પા ભાજપના નેતા પર આક્ષેપો કરતા હતા તો પછી તેમને ત્યાં જવાની શી જરૃર એમ અડવાણી કદાચ માનતા હશે. હવે જ્યારે તે લગ્નમાં નહોતા ગયા તે સવારે નવરાં હતા અને બ્લોગ લખી નાખ્યો હતો.
મોહસીના રાષ્ટ્રપતિ પદ માટે નવું નામ
રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારોની યાદીમાં નાણાં પ્રધાન પ્રણવ મુકરજી, લોકસભાના અધ્યક્ષ મીરાં કુમાર, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી.એ. સંગમા વગેરેના નામો છે, હવે આ યાદીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મહામંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહસીના કિડવાઈનું નામ ઉમેરાયું છે. એક તો તે ગાંધી કુટુંબની નજીક છે અને સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવે મુકેલી શરતો અનુસારના છે, તે તો ઠીક પણ તેમની સામે મમતા બેનરજીને પણ કોઈ વાંધો નથી.
એન્ટોની - સિંહ આમને-સામને
સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોની અને ગયા અઠવાડીયે નિવૃત્ત થનાર લશ્કરના વડા વી.કે.સિંહ વચ્ચે ખટરાગ ચાલ્યો આવે છે. બંનેએ પોતપોતાની રીતે આ વિવાદમાં નવા રેકોર્ડ ઉભા કર્યા છે. એન્ટોની એક જ એવા સંરક્ષણ પ્રધાન છે કે જેમણે પાંચ વર્ષ અને સાત મહિના પુરા કર્યા છે. એવી જ રીતે લશ્કરમાં ચાર દાયકા લાંબી ફરજ બજાવનાર વી.કે. સિંહે કોઈ યુધ્ધ નથી જોયું !! સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ સિંહે લશ્કરમાં ૧૯૭૨માં જોડાયા અને ભારતે છેલ્લું યુધ્ધ ૧૯૭૧માં લડયું હતું !!
વૉક ચાઈલ્ડ હંગર
દિલ્હીમાં બાબા રામદેવ અને અણ્ણા હજારેના સંયુક્ત ઉપવાસને મળેલા મહત્વના કારણે શહેરમાં યોજાયેલા એક મહત્વના કાર્યક્રમ તરફ કોઈની નજર ગઈ નહોતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફુડ પ્રોગ્રામ અને ટીએનટીએ સંયુક્ત રીતે 'વૉક ચાઈલ્ડ હંગર' નું આયોજન કર્યું હતું. નેધરલેન્ડરના એમબેસેડોર બોબ હીનસચ અન્ ન્યુઝિલેન્ડના એમ્બેસેડોર જેન હેન્ડરસન જેવી નામાંકિત વ્યક્તિઓએ વૉકમાં ભાગ લીધો હતો. ગ્રીન પેડલસ અને સાયકલ ફોરફને પણ ભાગ લીધો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved