Last Update : 05-June-2012, Tuesday

 
 

કાસ્પારોવને આનંદની બોલબાલાની અદેખાઈ આવે છે !
મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

પાંચેય વર્લ્ડ ટાઇટલમાં છેલ્લો જંગ સૌથી કઠીન રહ્યો ઃ કાસ્પારોવ નિવૃત્તિ લઈને પસ્તાઈ રહ્યો છે

ચેન્નાઈ, તા. ૪
ઇઝરાયેલના ગેલફાન્ડને હરાવીને વર્લ્ડ ચેસ ટાઇટલ જાળવી રાખનાર વિશ્વનાથન આનંદે કહ્યું હતું કે, તેણે જીતેલા અત્યાર સુધીના પાંચેય ટાઇટલમાં આ છેલ્લું ટાઇટલ તેને સૌથી કઠિન અને પડકારજનક લાગ્યું હતું.
આનંદે કહ્યું હતું કે, કોઈ પણ મુકાબલો જેમ લાંબો ચાલે તેમ હરિફો માટે તે વધુ પડકારજનક અને માનસિક રીતે ભારે દબાણ સર્જતો હોય છે.
મારી ભૂતકાળની વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધા ૧૧મી કે ૧૨મી ગેમમાં પૂરી થતી હતી. જ્યારે આ વખતે ૧૨ ગેમ ઉપરાંત ટાઇબ્રેકર પણ સૌથી અંતિમ મેચ સુધી ગયું હતું. તે જ બતાવે છે કે મારે કઈ હદે માનસિક - શારીરિક સ્વસ્થતા અને આત્મવિશ્વાસ જાળવી રાખવો પડયો હશે.
આનંદે કહ્યું હતું કે, રમતી વખતે તેના મનમાં સતત એમ હતું કે, તે વર્તમાન અને ચાર વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતનું પ્રભુત્વ તેણે જાળવી રાખવાનું છે. આનંદે એમ પણ કહ્યું હતું કે, હવે પછીની વર્લ્ડ ચેમ્પિયનશીપ ભારતમાં જ છે અનેેે તેને તે ડીફેન્ડ કરવાનો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે નિવૃત્તિ અંગે કંઈ વિચારતો જ નથી. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કાસ્પારોવે નિવૃત્તિ લીધા પછી આજ સુધી પસ્તાય છે, તે આવી ભૂલ કરવા નથી માંગતો.
આનંદે ગેલફાન્ડની રમતની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેની સામ હું જે કાંઈ પણ વ્યૂહાત્મક યોજના ફેંકતો હતો તેનો તેની પાસે જવાબ હતો. તેને વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવાનો અનુભવ નહોતો તે નડયું હતું.
વિશ્વનાથન આનંદ સ્પર્ધા દરમિયાન કાસ્પારોવે તેની રમતની ટીકા તેમજ પ્રેરણાના અભાવ અંગે કોમેન્ટ કરી હતી તેનાથી હું જરા પણ વિચલિત નહોતો થયો. મને કાસ્પારોવ પ્રત્યે સહાનુભૂતિ છે. ચેસની રમત છોડીને રાજકારણમાં પ્રવેશવાનું તેને પ્રલોભન થયું હતુ. હવે તે પસ્તાવા હેઠળ મારા વિશે એલફેલ બોલે છે. એટલું જ નહિ કાસ્પારોવ મારા માટે જે કંઈ પણ કોમેન્ટ કરે છે તે જ રશિયાના પત્રકારો મને પૂછતા રહેતા હતા. એક જ પ્રશ્ન વારંવાર દોહરાવતા હતા કે હવે મારી રમતમાં અગાઉ જેવી ઉત્કટતા નથી જોવા મળતી. મને વર્લ્ડ ટાઇટલ જીતવાની પ્રેરણા જ નથી રહી વગેરે . આનંદે કહ્યું કે, હું બધાને કહેતો રહેતો કે પ્રેરણા અને જીજીવિષા જ ના હોય તો છેક આટલે સુધી શા માટે લડત આપી શકું ? કાસ્પારોવને આનંદની ભારોભાર અદેખાઈ છે તેમ ચેસ જગત પણ માને છે.
કદાચ કાસ્પારોવ હજુ ચેસ જગતમાં તેનું નામ વહેતું રહે એટલા માટે આવી કોમેન્ટ કરે છે. તેને અંદરખાનેથી પુનરાગમન કરવાની ઇચ્છા છે.
કાસ્પારોવ મને હજુ આ ઉંમરે પણ શું કામ રમું છું તેમ પ્રશ્ન કરે છે પણ તેણે એ ના ભૂલવું જોઈએ કે હું ૪૨ વર્ષનો છું અને ગેલફાન્ડ ૪૪ વર્ષનો છે . તે ગેલફાન્ડ માટે આમ કેમ નથી કહેતો ? તે જ બતાવે છે કે તેના મનમાં મારા માટે વૈમનસ્ય છે.
આનંદે આગવી શૈલીમાં કહ્યું હતું કે, ભારતમાં ઘણી સારી ટેલન્ટ છે પણ હાલ હું પણ વારસ કે દાવેદાર કોઈને જોવા નથી માગતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved